પ્રજાસત્તાકદિન

                આજે મહા સુદ આઠમ

આજનો સુવિચાર:- તાપને તપમાં બદલી શકે તે જ્ઞાની. — ગાંધીજી

હેલ્થ ટીપ્સ:-ઓઈલી ત્વચા માટે ટી ફેસિયલ લાભદાયક છે.

આજે 26મી જાન્યુઆરી, આપણો પ્રજાસત્તાક દિન.

    દુનિયા સૌથી મોટી લોકશાહી ધરવતા ભારત દેશના પ્ર્જાસત્તાક દિનની આજે 58 મી વર્ષગાંઠ. 26-1-1949ના દિને ભારતની બંધારણ સભાએ નવા સ્વતંત્ર ભારત્નું બંધારણ પસાર કર્યું હતુ. ઐતિહાસિક ‘રાવી’ તટની સ્મૃતિમાં તા. 26-1-1950માં તેનો અમલ ઠરાવ્યો . લોહીનું એકપણ ટીપું રેડ્યા વિના કેવળ સવિનય કાનૂનનો ભંગ અને સત્યાગ્રહપૂર્ણ અસહકારના આંદોલથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદી અપાવી. ભીમરાવ આંબેડકર અને કનૈયાલાલ મુનશી જેવા નિસ્પૃહી અને કુશળ ઘડવૈયાઓએ બંધારણ ઘડ્યું જેનો આજના દિવસથી અમલમાં મૂકાયો હતો.

આજે નર્મદા જયંતિ : નમામિ દેવી નર્મદે:

    હિમાલયમાંથી નીકળતી નદીઓ કરતાં પણ નર્મદા નદી પ્રાચીન નદી ગણાય છે. કહેવાય છે કે ગંગા સ્નાન યમુના પાન પણ નર્મદાનાં દર્શન માત્રથી પુણ્ય મળે છે. ‘રવ’ એટલે અવાજ, પહાડમાંથી ખળભળાટ કરી વહેતી આ નદી ‘રેવા’ તરીકે પ્રખ્યાત છે. ભગવાન રુદ્રનાં દેહમાંથી ઉદ્ભવેલી હોવાથી રુદ્રદેહા પણ કહેવાય છે. નર્મદાનાં બંને કિનારા પવિત્ર ગણાય છે અને તેના દરેક કંકર ‘શંકર’ ગણાય છે જે શિવલિંગ તરીકે પૂજાય છે.

શ્રી ઝવેરચંદ મેઘાણી શું કહે છે આપણી સ્વતંત્રતા વિષે.

દુનિયાનાં વીરોના લીલા બલિદાનોમાં ભભૂક્યો કસુંબીનો રંગ
સાગરની પારે સ્વાધિનતાની કબરોમાં મ્હેક્યો કસુંબીનો રંગ

પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોનાં ધગધગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુબીનો રંગ

હિંદીભાષી કવિ શ્રી પ્રદીપજી કહે છે

દેદી હમેં આઝાદી બીના ખડગ બીના ઢાલ
સાબરમતીકે સંત તુને કર દીયા કમાલ

આંધીમેં ભી જલતી રહી ગાંધી તેરી મશાલ
સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ

આપ સૌને પ્રજાસત્તાકદિનની શુભેચ્છાઓ

                                          ૐ નમઃ શિવાય