સંત દર્શન

આજે મહા સુદ એકાદશી

આજનો સુવિચાર :- હૃદય પાસે એવા કારણો હોય છે કે જે બુદ્ધિ સમજતી નથી. –બેસંટ

હેલ્થ ટીપ્સ:- બે ટી બેગ્સને પલાડી પંદર મિનિટ સુધી આંખો પર મૂકી રાખવાથી આંખો નીચેની ફૂલેલી ત્વચા માટે રાહતનું કાર્ય કરે છે.

                                 સ્વામી શ્રી પ્રણવાનંદજી

     ભારત સેવાશ્રમ સંઘના સ્થાપક યુગાચાર્ય સ્વામી શ્રી પ્રણવાનંદજીનો જન્મ 29મી જાન્યુઆરી 1896 મહા સુદ પૂનમ બુધવાર રોજ પૂર્વ બંગાળના બાજિતપૂરમાં થયો હતો. શાળા જવાની ઊંમરે બુધ જયનાથ સ્મશાને જઈ યોગસાધના કરતા જેઓ પાછળથી વિનોદ તરીકે ઓળખાયા. એક વખત તો એક બંધ ઓરડામાં એકવીસ દિવસ સુધી ધ્યાન કર્યું. રોજ ત્રણ હજાર મગદળ ફેરવા છતાં પણ આજીવન થોડાક ભાત અને બાફેલા બટાટા ઉપર જીવીત રહ્યા. પ્રબળ વૈરાગ્યે 1913માં તેમણે ગોરખપૂરની ગોરખપીઠના ગંભીરનાથ પાસે બ્રહ્મચર્યની દીક્ષા લીધી હતી. 1924માં કુંભમેળામાં સંન્યાસની દીક્ષા લીધી. એમને મન જનસેવા એ પ્રભુસેવા. તેમણે આશ્રમ નહી પરંતુ 1917માં ભારત સેવાશ્રમ સંઘની સ્થાપના કરી માનવતાની પ્રવૃત્તિઓ આદરી હતી.

• તાલિમબદ્ધ સંન્યાસીઓ તૈયાર કરી સમાજસેવામાં જોડવા.

• નૈતિકતા- આધ્યાત્મતાનો પ્રચાર પ્રસાર કરવો.

• નાતજાત, પ્રાંત સંપ્રદાયોના ભેદભાવ વિના માનવસેવા કરવી.

• આદિવાસી ક્ષેત્રોમાં, અંતરિયાળ ગામડાંઓમાં શિક્ષણ-આરોગ્યની સેવા.

• ધર્મતીર્થોની સુધારણા કરવી. પંડાઓના ત્રાસમાંથી યાત્રીઓને મુક્ત કરવા.

• વ્યાયામશાળાઓ સ્થાપવી.

• વિદેશોમાં પ્રચાર કરવો..

     સ્વામી શ્રી પ્રણવાનંદજી કૈલાસ માનસરોવરની યાત્રા કરીને તેમના અનુભવો તથા માર્ગદર્શન આપતું પુસ્તક પણ લખ્યું છે. ગુજરાતમાં છેલ્લા 75 વર્ષોથી 1927થી આ સંસ્થા દ્વાર સેવાવૃત્તિનું કાર્ય ચાલી રહ્યું છે.

       શ્રી પ્રણવાનંદજીના મતે ‘ભારત ફરીથી જાગશે અને ખોવાયેલું ગૌરવ પ્રાપ્ત કરશે. દુનિયામાં ભારત પોતાનું શ્રેષ્ઠ આસન મેળવશે.’ સંન્યાસી એટલે આશ્રમ નહીં પરંતુ સમાજસંગઠન અને માનવસેવાનો મહામંત્ર શ્રી પ્રણવાનંદજીએ આપ્યો. 8 જાન્યુઆરી, 1940માં 44 વર્ષની ઉંમરે તેમણે દેહત્યાગ કર્યો..

                                       ૐ નમઃ શિવાય

3 comments on “સંત દર્શન

  1. સરસ… તમારા એક સવાલ સાથે હુ પણ સહમત છું કે…. ગુજરાતી સાહિત્ય એટ્લે કવિતા ?????
    કવિતા સિવાય પણ ગુજરાતી ભાષા પાસે ઘણુ બધુ છે… પણ નેટ પર તેનો અર્થ કદાચ કવિતા થઇ ગયો હોઇ એવુ મને લાગ્યા કરે છે ?
    કે કદાચ આજનો નવો નિશાળીયો (નેટીઝન) હજુ પણ ગુજરાતી ભાષાથી અજાણ જ છે.. તેને માટે ગુજરાતી સાહિત્ય એટલે બસ કવિતા… કવિતા…ને કવિતા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s