રોગોની એ, બી, સી

                      આજે મહાવદ છઠ્ઠ

આજનો સુવિચાર :- બીજાને અનુભવે શીખે તે જ ખરો ડાહ્યો માનવ.

હેલ્થ ટિપ્સ:- દિવેલમાં કપૂર નાખી તેનાં બે ટીપાં નાકમાં નાખવાથી શરદીથી બંધ થયેલું નાક    ખૂલી જાય છે.

    આજે ભારતનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝાકિર હુસેનનો જન્મ 8મી ફેબ્રુઆરી 1893ના રોજ હૈદ્રાબાદમાં થયો હતો. સિકંદ્રાબાદમાં હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કરી અલીગઢની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. આર્ટ, સાહિત્ય અને સંગીત પ્રેમી હતાં. 1957 થી 1962 દરમિયાન બિહારનાં રાજ્યપાલ તરીકે નિમાયા હતાં ત્યારબાદ 1967સુધી ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમાયા અને 13 મે 1967 ના દિવસે ભારતના6 રાષ્ટ્રપતિ તરીકેના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા.

આજે માધી છઠ્ઠના દિવસે સીતાજી જન્મમહોત્સવ તરીકે ઉજવાય છે. સીતાજી કોમલાંગી, સૌંદર્યમયી, લક્ષ્મી અને રતિની મૂર્તિ સમ મનાય છે. સ્વયં રાવણ પણ મોહાંધ થયા હતાં. રાવણનાં દેશમાં રહીને પણ પતિવ્રતા શું છે? શ્રી રામચંદ્રજીનાં સહધર્મચારિણી, પતિવ્રતા અને ત્યાગમૂર્તિસતી શિરોમણી સીતાજીને તેમના જન્મદિને વંદન.

રોગોની બારાખડી અને અક્સીર દવા

    એટલે આર્થરાઈટીસ એટલે સાંધાનો રોગ
        એટલે એંજાઈના એટલે હૃદયનો દુઃખાવો
        એટલે એડીક્ટ [ગુજરાતી બ્લોગની કવિતાઓનું]
        એટલે એલઝાઈમર

બી    એટલે બ્લડ કેંસર અને બેકએક [બરડાનો અથવા કમરનો દુઃખાવો

સી     એટલે કેંસર એટલે કેંસલ [મોત][કેંસલ નહીં પણ કેમિયોથેરેપીની વ્યથા]

ડી      એટલે ડાયાબીટીસ અને ડેફનેસ [બહેરાપણું]

ઈ       એટલે આયડીઝીસ [મોતીયો, ગ્લુકોમા]

એફ     એટલે ફીશર [ભગંદર] , ફ્લુઈડ રીટેંશન [સોજા]

જી        એટલે ગેસ [વાયુ]

એચ     એટલે હાઈ બ્લડપ્રેશર અને હાર્ટ એટેક
            એટલે હેડેક [માથાનો દુઃખાવો – બિલાડીના ટોપની જેમ ફૂટી   નીકળેલાં ગુજરાતી બ્લોગની જેમ including Meghdanush]

આઈ     એટલે ઈંટેસ્ટાએન તકલીફ [સંગ્રહણી]
              એટલે આઈ.ટી.પી. [ત્રાકકણોની એબનોર્મલી]

જે          એટલે જોંઈંટ પ્રોબ્લેમ

કે           એટલે ની [ઢીંચણ]નો પ્રોબ્લેમ, કીડની પ્રોબ્લેમ

એલ       એટલે લો બ્લડપ્રેશર
               એટલે લાઈમ ડીસીસ [કરોળિયા ફેમિલીનાં એક પ્રકારનાં જીવાણુ કરડવાથી થતો સાંધાનો રોગ]  

એમ       એટલે મેમરી લોસ [યાદશક્તિ ગુમાવવી]

એન        એટલે ન્યુરાલજીઆ અને ન્યુરાઈટીસ [ જ્ઞાનતતુ નબળા પડવા]

          એટલે ઓસ્ટિયો પોરોસીસ [ હાડકા પોલા પડવા]

પી           એટલે સાઈક્રાઈટિસ [માનસિક] પ્રોબ્લેમ, ફોબીયા

ક્યુ           એટલે લાઈનમાં ઊભા રહેલા રોગો

આર        એટલે રુમેટાઈડ આઈર્થાઈટિસ [ફરતો વા]

એસ        એટલે સ્ટ્રેસ [માનસિક તનાવ], સોરાઈસીસ [ખરજવુ]

ટી          એટલે ટીથ પ્રોબ્લેમ [દાંતનો દુઃખાવો], ટીનીટસ [કાનમાં દુઃખાવો]

યુ           એટલે યુરીનરી [કીડની] પ્રોબ્લેમ, ગોનોરીઆ વગેરે

વી         એટલે વાઈરસ ઇંફેક્શન , વર્ટીગો

ડબલ્યુ     એટલે વેઈટ [ઓબેસીટી] પ્રોબ્લેમ, વરીસ [ચિંતા]

વાય         એટલે યોનીંગ [બગાસા, અપૂર્તી નિંદ્રા]

ઝેડ           એટલે ઝીલ અને ઝેસ્ટ [ઉમર વધવાને કારણે પોતીકા પાસે રહેતી નથી]

ઉપરોક્ત રોગોમાં MEDICINE વપરાય છે.

એમ     એટલે મેડિટેશન, યોગ, ધ્યાન, મનની એકાગ્રતા

ઈ         એટલે એક્સરસાઈઝ લાફીંગની કસરત ઉત્તમ છે.

ડી        એટલે ડાયેટ એટલે ખોરાકનું સમતોલન

આઈ    એટલે આઈસોમેટ્રીક એક્સરસાઈઝ સ્નાયુની ધારક શક્તિ [આંખોની] વધારવાની કસરતો

સી         એટલે ચેકઅપ દરવર્ષે ભૂલ્યા વગર

આઈ       એટલે આઈસોટોનિક એક્સરસાઈઝ એટલે સ્નાયુની શક્તિ વદારતી કસરતો [હેલ્થક્લબની અથવા તરવાની કસરતો]

એન       એટલે ન્યુટ્રીશન સૂકોમેવો, લીલા શાકભાજી, તાજા ફળો, અનાજ તંદુરસ્તી માટે જરૂરી છે.

ઈ          એટલે ‘એન્ડ’ આપની ધીરજ અને મારી સલાહની

– સંકલિત

                                  ૐ નમઃ શિવાય

Advertisements

10 comments on “રોગોની એ, બી, સી

 1. નીલાઆંટી, થોડા હું પણ ઉમેરું…

  એ – એડીક્શન (જેમ કે ગુજરાતી બ્લોગનું)
  એલઝાઇમર
  એચ – હેડેક (માથું દુ:ખવું)
  આઇ – આઇ.ટી.પી. (ત્રાકકણોની એબ્નોર્મલી ઓછી)
  એલ – લાઇમ ડીઝીઝ (કરોળીયા ફેમિલિના એક પ્રકારનાં જીવાણુનાં કરડવાથી થતો રોગ સાંધાનો રોગ)

  આંટી, મને લાગે છે કે તમે આપણા ડો. મિત્રોની મદદથી એક ‘રોગ-હિસાબ’ (દેશીહિસાબની જેમ) જ લખી નાંખો… મારા જેવાં દર્દીઓ પણ થોડું કોંટ્રીબ્યુટ તો જરૂર કરી શકશે….. 🙂

  મઝા આવી ગઇ…

  Like

 2. નીલાઆંટી, થોડા હું પણ ઉમેરું…

  એ – એડીક્શન (જેમ કે ગુજરાતી બ્લોગનું)
  એલઝાઇમર
  એચ – હેડેક (માથું દુ:ખવું)
  આઇ – આઇ.ટી.પી. (ત્રાકકણોની એબ્નોર્મલી)
  એલ – લાઇમ ડીઝીઝ (કરોળીયા ફેમિલિના એક પ્રકારનાં જીવાણુનાં કરડવાથી થતો રોગ સાંધાનો રોગ)

  આંટી, મને લાગે છે કે તમે આપણા ડો. મિત્રોની મદદથી એક ‘રોગ-હિસાબ’ (દેશીહિસાબની જેમ) જ લખી નાંખો… મારા જેવાં દર્દીઓ પણ થોડું કોંટ્રીબ્યુટ તો જરૂર કરી શકશે…..

  મઝા આવી ગઇ…

  Like

 3. બહુ કવિતાઓ વાંચેને હવે તો બ્લોગો પર એક જ દર્દ દેખાય છે. દિલકા દર્દ !
  ” કસુમ્બલ આંખડીના આ કસબની વાત શી કરવી?
  કલેજું કોતરી નાજુક ક્લાકારી કરી દીધી .”

  આપણા શાયરો જેવા સર્જનો (!) ક્યાં ય નહીં મળે

  Like

 4. ચાલો આપણા મિત્રોની ઈચ્છા પૂરી કરું. રોગોમાં ઉમેરો કરું. અને વિવેકભાઈ તથા ચેતનભાઈનાં કહેવા પ્રમાણે કેંસરમાં સુધારો કરું.
  અને સુરેશભાઈની અને ઉર્મિની પણ ઈચ્છાઓ પૂરે કરું. જોજો હસવાનું ભુલશો નહીં. અક્સીર ઉપાય.

  નીલા

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s