દયાનંદ સરસ્વતી

                  આજે મહા વદ દસમ

આજનો સુવિચાર :- તણખલુ ઊડીને આંખમાં પડે તો ડુંગર પણ ઢંકાઈ જાય. તણખલું એક પછી એક સુગરીની ચાંચમાં ચઢે તો કળાત્મક માળો રચાઈ જાય. જીવન તણખલું બનીને ઊડે તો એ ખુદ પરમાત્મા બની જાય. 

હેલ્થ ટીપ્સ:- અંગ્રેજી શબ્દ ‘ઓ’ અને ‘ઈ’ થોડીવાર બોલવાથી હોઠોની કસરત થાય છે.

આર્યસમાજ સ્થાપક શ્રી દયાનંદ સરસ્વતી

 

     ઈ.સ. 1824 માં 12મી ફેબ્રુઆરીના દિવસે મોરબી પાસે ટંકારા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ પર્વારમાં પિતા કરસનદાસ ત્રવાડી અને માતા અમરતબેનને ત્યાં બાળક મૂળશંકરનો જન્મ થયો હતો. પરિવાર કર્મકાંડી અને ભક્તિનું વાતાવરણ અને શૈવપંથી.મૂલશંકરને બાળપણથી ‘યજુર્વેદસંહિતા’ કંઠસ્ત. ઉપવાસી મૂળશંકર મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ઉંદરડા ફરતા જોઈ અસલી શિવ શોધવાની તમન્ના જાગી. પુખ્ત વયે પહોંચતા જ વ્હાલા કાકા અને નાની બહેન ખોયાં. લગ્ન વયે પહોંચતા જ હૃદયમાં દયાનંદ જાગૃત થઈ ગયો હતો અને 21 વર્ષની વયે ઘર છોડ્યું.

       ચાણોદમાં દંડી સ્વામી પૂર્ણાનંદ પાસે સંન્યસ્તની દિક્ષા લઈ દયાનંદ નામ ધારણ કર્યું. ગુરુ અને પ્રભુ પ્રાપ્તિ માટે સમગ્ર ઉત્તર ભારતના તીર્થસ્થાનો ફરી વળ્યાં. પુસ્તકો મુજબ નાભિચક્ર શોધવા લાશ ચીરી કાઢ્યું. 1856માં નર્મદાનાં જંગલોમાં ત્રણ વર્ષ અજ્ઞાતવાસ રહ્યા. છેવટે 1860માં મથુરામાં પ્રજ્ઞાચક્ષુ ગુરુ વિરજાનંદજી પાસે ત્રણ વર્ષ રહી આર્ષગ્રંથોનું જ્ઞાન મેળવ્યું. બસ પછી તો સાંપ્રદાયિક પાખંડીઓ સામે તેમણે માથું ઉચક્યું.

     અવતારવાદ, મંદિરો, મૂર્તીપૂજા, અંધશ્રદ્ધા, પ્રતીક ઉપાસનાઓ, તીર્થયાત્રાઓ, વ્રત ઉપવાસો, પંડા પૂજારીઓ, મહાધીશો, મહંતો,સંપ્રદાયો, નાતજાતના વાડાઓ, અસ્પૃશતા, બાળવિવાહ ઉપર દયાનંદે પ્રહાર કર્યાં. 46 જેટલા મોટા શાત્રાર્થો કર્યા. ઈ.સ. 1869માં તેમણે 32 જેટલા ગ્રંથોની રચના કરી. 1875માં ‘સત્યાર્થ પ્રકાશ’ કાશીથી પ્રસિદ્ધ થયું. એક ધર્મ, એક ભાષા, એક રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કરતા 1875માં મુંબઈમાં ‘આર્ય સમાજ’ની સ્થાપના કરી. ઈ.સ. 1883માં વિરોધીઓનાં વિષપ્રયોગોથી દિવાળીની સાંજે સ્વામીજીનો જીવનદીપ અજમેરમાં બુઝાઈ ગયો.

               ૐ નમઃ શિવાય

Advertisements

7 comments on “દયાનંદ સરસ્વતી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s