‘શોધો’નાં જવાબ

                    આજે મહા વદ એકાદશી [શૈવપંથી]

આજનો સુવિચાર :- આપણે જ્યારે સાંભળવા જેટલા સ્થિર- શાંત હોઈએ છીએ ત્યારે જ ભગવાન બોલે છે. — તથાગત બુદ્ધ

હેલ્થ ટીપ્સ:- કશું કારણ ન પકડાતું હોય અને શરીરમાંઝીણો તાવ રહેતો હોય તો ખારેક, સૂંઠ, કાળી દ્રાક્ષ, સાકર, ઘી, દૂધમાં નાખી દૂધ ઉકાળીને ઠંડુ થયે પીવું. ખારેક [સુકવેલું ખજૂર] લોહીમાંથી પિત્ત કાઢી તેને સ્વચ્છ કરે છે.

                           ‘શોધો’નાં જવાબ

1] ડાકોરમાં રણછોડરાયજીને લાવનાર ભક્ત કોણ?
  — ભક્ત બોડાણો

2] હનુમાન કોનો અવતાર ગણાય છે?
  — મહાદેવનો

3] બ્રહ્માજી નુ ઉત્પત્તિનું સ્થાન કયુ છે?
  —વિષ્ણુભગવાનની ડુંટી

4] શ્રીમદ ભાગવત લખનાર કોણ?
    શ્રી વ્યાસજી

5] વામન ભગવાને કયા રાજાને પાતાળમાં મોકલી આપ્યા?
     બલિરાજાને

6] ‘વિઠ્ઠલ’ ભગવાને કોને ત્યાં ધરકામ કરેલાં?
     સંત સખુબાઈને ત્યાં

7] રામનો પરમ મિત્ર ભીલ રાજા કોણ?
    નિષાદ [ભીલ રાજા]

8] કૃષ્ણ કોને ‘કાકા’ કહી બોલાવતા?
    વિદુરને

9] વાસુદેવની બીજી પત્નીનું શું નામ?
     રોહિણી

10] બાણાસુરની પુત્રી ‘ઓખા’ની સખીનું શું નામ?
       ચિત્રલેખા

11] દેવવ્રત [ભીષ્મ] ને ઈચ્છામૃત્યુનું વરદાન કોણે આપ્યું હતું?
      રાજા શાંતનુએ

12] કૃપાચાર્યના ભાણેજ કોણ? તેનું નામ શું?
      અશ્વથામા

13] અર્જુનને દ્રૌપદી સિવાય બીજી કેટલી પત્નીઓ હતી? તેમનાં નામ?
      ચિત્રાંગદા,ઉલુપી અને સુભદ્રા

14] પાંડુરાજાને કેટલી પત્નીઓ હતી? તેમનાં નામ?
       કુંતી અને માદ્રી

15] કર્ણના પાલક પિતાનું નામ?
     અધીરથ

                                                    ૐ નમઃ શિવાય

4 comments on “‘શોધો’નાં જવાબ

  1. સુરેશભાઈ
    તમારા જવાબો તો તમને મળી ગયાં તો પછી ક્યાં ભાગી શકે ખરાં ?

    નીલમબેન
    પ્રયત્ન કરો તો કોઈ પણ માર્કે પાસ જ થઈયે.

    આપ બંનેએ પ્રયત્ન કર્યો એ બદલ આભાર

    નીલા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s