આજે ફાગણ સુદ એકમ
આજનો સુવિચાર :- પોતાના ગુણ કર્મથી ખ્યાતિ પામે તે ઉત્તમ કહેવાય.
હેલ્થ ટીપ્સ:- બીલીનાં પાકા ફળનું શરબત પેટની તકલીફ દૂર કરે છે.
આજથી ફાગણ મહિનાની શરુઆત, રંગોના તહેવારની શરુઆત. આવું જ કાંઈક કવિશ્રી બાલ મુકુંદ દવે તેમના કાવ્યમાં જણાવે છે.
ફાગણ ફટાયો આયો,
કેસરિયા પાઘ સજાયો
જોબનનાં જામ લાયો,
રંગ છાયો રંગ છાયો રે
પાદરણે ઢોલ પિટાયો,
વગડો મીઠું મલકાયો
રંગ છાયો રંગ છાયો રે
ફાગણ ફટાયો આયો
શમણાની શાલ વિટાયો
કીકીમાં કેફ ઘુંટાયો
રંગ છાયો રંગ છાયો રે
કોકિલે પંચમ ગાયો
સૂરનો ધૂપ છવાયો
રંગ છાયો રંગ છાયો રે
ફાગણ ફટાયો આયો
ખેલંતો ભૂલ ભૂલાયો
વરણાગી મન લુભાયો
રંગ છાયો રંગ છાયો રે
ગોરી ઘુંઘટ ખોલાયો
નેણમાં નેણ મિલાયો
રંગ છયો રંગ છાયો રે
કવિશ્રી:- બાલ મુકુંદ દવે
ૐ નમઃ શિવાય
.
ફાગણના આગમને હોળીના વધામણે આ ખાસ મુક્તપંચિકા:
ફાગણ આવ્યો!
કોયલ ગાશે,
હવે આવશે હોળી!
રંગગુલાલે
હૈયાં હરખે!
* * * * * * * હરીશ દવે અમદાવાદ
LikeLike
વાહ રે વાહ , સુંદર મજાનુ ગીત છે…
LikeLike
Read his life sketch at –
http://sureshbjani.wordpress.com/2006/09/07/balmukund_dave/
LikeLike
પિંગબેક: ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… « સહિયારું સર્જન