હોળી અને વિજ્ઞાન

            આજે ફાગણ સુદ તેરસ

આજનો સુવિચાર:- હિંમત હારી જાવ ત્યારે ધર્મગ્રંથનું પુસ્તક વાંચો.

હેલ્થ ટીપ્સ:- હળદરને મધમાં ભેળવી કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જશે.

હોળી, પાનખરને માનભર વિદાય અને વસંતને આવકારતો પર્વ.

     રંગોનો પર્વ એટલે હોળીનો પર્વ. જેમ દિવાળી ગરમ અને ઠંડી ઋતુનો સંધિકાળ કરતો પર્વ છે તેમ ઠંડી અને ગરમ ઋતુઓનો સંધિકાળ કરતો પર્વ એટલે હોળી. બંને પર્વ ‘અગ્નિ’નાં છે. જ્યારે ગરમી અને ઠંડીનાં સંધિકાળ વખતે પેદા થતાં અસંખ્ય જીવાણુને નષ્ટ કરવાની જરૂરત પડે છે ત્યારે આ બંને પર્વોનું આગમન થાય છે. ભારતિય સંસ્કૃતિમાં જેટલું મહત્વ દિવાળીનું છે તેટલું જ મહત્વ હોળીનું છે.

    જેમ સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે અસંખ્ય હાનિકારક જીવાણું પેદા થતાં હોય છે જેનાં નાશ માટે આપણે સવાર સાંજ એક નાનકડો દીવો કરતાં હોઈએ છીએ જે આ ફેલાતાં જીવાણુંના નાશ માટે ઘણું કામ આપે છે. આ જ ક્રિયાનું પુનરાવર્તન આપણે ઋતુઓના સંધિકાળ વખતે મોટા પ્રમાણમાં અગ્નિ પ્રગટાવીને કરીએ છીએ. નવરાત્રીમાં હવન કરીને અને હોળીમાં અગ્નિ પ્રગટાવીને કરીએ છીએ. તેથી જ ફાગણ માસમાં હોળીનું મહત્વ વધી જાય છે. પર્યાવરણને નુકશાન અને વૃક્ષોના નાશ વિરુદ્ધ લોકો આ હોળી પ્રાગ્ટ્ય વિરુદ્ધ લોકો બોલે છે. પણ હકીકત પર્યાવરણ બચાવવા માટે હોળી પ્રગટાવવી જરૂરી છે તે જાણીયે.

        અસંખ્ય વનસ્પતિ ચોમાસાને કારણે ચોમાસા પૂરતી આડેધડ ઊગતી હોય છે જે કોઈ કામની હોતી નથી. શિયાળામાં સૂકી હવાને કારણે અને પાણી ન મળતું હોવાથી સૂકાઈ જાય છે. એ ઉપરાંત પાનખરમાં વૃક્ષો અસંખ્ય ડાળીઓ અને પાનનો ત્યાગ કરતાં હોય છે. જેમ ‘મૃત’ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે તેમ સૂકા થઈ ગયેલા વૃક્ષોનો અગ્નિસંસ્કાર ‘હોળી’ પ્રગટાવીને કરીએ છીએ. જો એ ન કરવામાં આવે તો કુદરત તેને માટીમાં ભેળવી દે છે. એની રાખમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી તે ઉત્તમ કુદરતી ખાતર છે. કુદરત પણ પોતાની જાતે એ મેળવતી હોય છે જેમ ગીચોગીચ જંગલમાં વૃક્ષોનાં ઘર્ષણથી ‘દવ’ લાગતો હોય છે [કદાચ ‘દીવો’ શબ્દ દવ પરથી આવ્યો હશે.] ત્યારે એકમેકની સાથે ઘસાઈને અગ્નિ પેદા કરે છે અને આવનાર નવા વૃક્ષો માટે ખાતર ઊભું કરે છે. તે રીતે જ વાતાવરણમાં શુદ્ધતા લાવવા માટે હોળીમાં અગ્નિનું પ્રાગ્ટ્ય જરૂરી છે.

       લોકોને આ જ્ઞાન નથી તેથી આપણા પૂર્વજોએ તેને ધાર્મિક રૂપ આપ્યું છે અને આવનારી ગરમ ઋતુને સહન કરવાનું બળ મળે તે માટે તેમાં આપને વિવિધ વસ્તુઓ એમાં પધરાવીએ છીએ. નાળિયેર, લીમડો, આંબાના મોર, છાણ વગેરે એમાં પધરાવતા હોઈયે છીએ. આ બધું પધરાવવા પાછળ કારણો છે. આંબો ગરમીની સાથે સાથે મીઠો થતો જાય છે. લીમડાનો ધૂમાડો જંતુનાશક છે અને વાતાવરણને શુદ્ધ રાખે છે. ગાયનું છાણ પણ વાતાવરનને શુદ્ધ કરે છે. આ બધું બળ્યા પછી તેમાંથી ઉત્પન્ન થતી રાખ પણ ઉત્તમ છે. કાર્બનડાયોક્સાઈડ ઊડી જતાં તેનુ બાયપ્રોડક્ટસ [રાખ] માં સોડિયમ, પૉટેશિયમ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમનાં ઑક્સાઈડ આ રાખમાં હોય છે જે જંતુઘ્ન અને સ્વચ્છતાના ગુણ ધરાવે છે.

         પહેલાંનાં જમાનામાં આ રાખ એકબીજા પર ચોળી આ પર્વ મનાવતાં એટલે તો ‘ધૂળેટી’ કહેવાય છે. આ રાખ આવનારી ગરમીથી ચામડીનું રક્ષણ કરે છે. આ ઋતુમાં શીતળા, શીળસ, ઑરી અછબડા જેવા ત્વચાનાં રોગો ફેલાતાં હોય છે. તેની સામે રક્ષણ માટે આ હોળીની રાખ લગાડવામાં આવે છે. તે ઉપરાંત આ રાખ સાલભર સંઘરવામાં આવે તો નકારાત્મક વિચારો દૂર કરવાની શક્તિ આપે છે.

આ સાથે વધુ એક વનસ્પતિનો ઉપયોગ થાય છે તે કેસુડો.

       આ કેસુડાનાં ફૂલ કફ અને પિત્ત શામક છે. દૂધ અને કેળાં કદાચ પિત્ત શમાવે છે પણ કફ પણ વધારે છે. મરી આદુ કફ મટાડે છે પણ પિત્ત વધારે છે પરંતુ કેસુડાનાં ફૂલ આ બંને કામ કરે છે. ગરમી, ઠંડી મિશ્રિત વસંત ઋતુમાં કફનો જમાવટ થઈ જાય છે તે વખતે કેસુડાનું સ્નાન કફ અને પિત્તનો નાશ કરે છે. ગરમીથી થતાં તાવ સામે કેસુડાનું સ્નાન રક્ષણ આપે છે. આ રીતે કેસુડાનાં પાણીથી રમાતી ધુળેટી આપણને સ્વસ્થતા અર્પે છે.

        હોળીમાં ખવાતાં પદાર્થો પણ ગરમી સામે રક્ષણ આપનાર છે. જુવારની ધાણી, મકાઈની ધાણી, શેકેલાં ચણા, દાળિયા સ્નિગ્ધતા વગરના હોઈ પચવામાં હલકાં હોય છે અને શરીરને બળ પ્રદાન કરે છે. સાકરનાં હારડા પિત્તનાશક અને ઠંડક અર્પે છે. ખજૂર કફનો નાશ શરીરને બળવાન અને પુષ્ટ બનાવે છે. શેરડીનો રસ ભેળવેલી સુંવાળી પિત્તશામક છે.

     આવી માહિતી મેળવી આપણે આપણા પર્વને સમજીને વધુ સારી રીતે ઉજવી શકીયે એવી આશા રાખીયે.

                           ૐ નમઃ શિવાય

Advertisements

7 comments on “હોળી અને વિજ્ઞાન

  1. જીવન ને ઉચ્ચ કોટી એ જરૂર લઈ જાય છે.હોળીનું મહ્ત્વ સરસ રીતે રજૂ કરેલ છે. આપણા દરેક પવૅમાં વિજ્ઞાન અને ધમૅ ને સાથે આવરી લેવામાં આવેલ છે..ઉપવાસથી માંડી , ધ્યાન, પ્રાથૅના અને ધમૅના નીતિ-નિયમો સમજ પુવૅક કરવામાં આવે તો માનવ

    નોંધઃ મારી પત્નીને તમારી હેલ્થ ટીપ્સ દરરોજ વાંચવી ગમે છે.. ઘણી ટીપ્સ હેલ્પ રૂપ થાઈ છે

    Like

  2. .હોળીનું મહ્ત્વ સરસ રીતે રજૂ કરેલ છે. આપણા દરેક પવૅમાં વિજ્ઞાન અને ધમૅ ને સાથે આવરી લેવામાં આવેલ છે..ઉપવાસથી માંડી , ધ્યાન, પ્રાથૅના અને ધમૅના નીતિ-નિયમો સમજ પુવૅક કરવામાં આવે તો માનવ જીવન ને ઉચ્ચ કોટી એ જરૂર લઈ જાય છે

    I am sorry that my first comment was with some tyo errors.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s