આજે ફાગણ વદ એકમ
આજનો સુવિચાર:-સાચો માર્ગ મેળવવા માટે તથા દૃષ્ટિની સ્પષ્ટતા માટે દરેક સ્તરે આત્મનિરીક્ષણની જરૂર છે.
હેલ્થ ટીપ્સ:-તળિયાની માલિશથી માનસિક તનાવ ઓછો થાય છે.
હોળી
ખીલી કુંપળો
મહેક્યાં મ્હોર
વાસંતી ભીને સ્પર્શે
કો લજામણી
શેં શરમાઈ
શેં અવગણે
આવી વસંત
ભલે નથી હું ઘરે
આવ વસંત
ખુલ્લા છે દ્વાર
કેસુડા રંગે
ભીંજ્યુ જોબન
વાસંતી કો વાયરો
મદમસ્ત શો
મહેકી ઊઠ્યો
રંગે રંગાતા
રાધે કિશન
સંગ ગોપ ગોપીઓ
ઉમંગે રંગ્યું
મેઘધનુષ
કુંપળ મ્હોરી
અંગ મરોડી
મનના મહેકતા કો
છાને ખૂણેથી
ફૂલ ફોરમ્યું
ૐ નમઃ શિવાય
વસંત આવી,
આવો વધાવીએ આપણે આંગણે.
હોળી-વસંત … સરસ કાવ્ય છે
ૐ નમઃ શિવાય
LikeLike
સરસ મુકતપંચિકા રચી વચલા બેન.અભિનન્દન
LikeLike