અમારૂં પ્રથમ પુષ્પ

                    આજે ફાગણ વદ બીજ

આજનો સુવિચાર:- પોતાનો અહમ પોષવા દલીલમાં ન ઊતરશો.

હેલ્થ ટીપ્સ:- વધુ પડતી ચરબીયુક્ત પદાર્થ લેવાનું ટાળો અને તાજા ફળો, સલાડ, ફણગાવેલાં કઠોળ,દૂધ દહીં, લીલા શકભાજી, થોડા સૂકોમેવાનું સેવન કરો.

        6/3/1971માં અમારા બાગનું પ્રથમ ફૂલ એટલે મારા મોટા દિકરા ‘કવન’નો જનમ થયો હતો. સ્ત્રીત્વની પરાકષ્ઠા એટલે માતૃત્વ. કેટલું હર્યું ભર્યું જીવન લાગતું હતું !! સેતુ સમા દીકરાના આગમને અમને સાતમા આસમાને પહોંચાડી દીધાં હતાં.

29/5/1971 ના દિવસે 

કુટુંબની બીજી પેઢીનું પ્રથમ પુષ્પ હોવાને કારણે સહુનો પ્રિય ‘કવન’  

 

1993માં ઑસ્ટ્રેલિયા વધુ અભ્યાસ કરવા લીધેલી વિદાય

દિકરાની પ્રગતિને આડે ન આવવાનાં નિર્ણયે હૃદયે પથ્થર મૂકી દીધેલી વિદાય.

  

 22/1/1996માં મનપસંદ પાત્ર ‘બીના’ સાથે લગ્ન બાદ કૅનેડા સ્થિત થયો.

હવે તેની બે કળીઓ પૂજા અને જિષા સાથે ખુશહાલ છે.

દિકરા જીંદગીમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો એવાં અમારા હૃદયપૂર્વક આશિષ.

MANY MANY HAPPY RETURN OF THE DAY

HAPPY BIRTHDAY

આવેલી ક્ષણો
માણો, જીદગી
કેરી ક્ષણો પ્રભુની
આશિષ માની
શીરે ચઢાવો.

તેં મને માતૃત્વ બક્ષવા બદલ હું તારી ખૂબ આભારી છું. 

              ૐ નમઃ શિવાય