અમારૂં પ્રથમ પુષ્પ

                    આજે ફાગણ વદ બીજ

આજનો સુવિચાર:- પોતાનો અહમ પોષવા દલીલમાં ન ઊતરશો.

હેલ્થ ટીપ્સ:- વધુ પડતી ચરબીયુક્ત પદાર્થ લેવાનું ટાળો અને તાજા ફળો, સલાડ, ફણગાવેલાં કઠોળ,દૂધ દહીં, લીલા શકભાજી, થોડા સૂકોમેવાનું સેવન કરો.

        6/3/1971માં અમારા બાગનું પ્રથમ ફૂલ એટલે મારા મોટા દિકરા ‘કવન’નો જનમ થયો હતો. સ્ત્રીત્વની પરાકષ્ઠા એટલે માતૃત્વ. કેટલું હર્યું ભર્યું જીવન લાગતું હતું !! સેતુ સમા દીકરાના આગમને અમને સાતમા આસમાને પહોંચાડી દીધાં હતાં.

29/5/1971 ના દિવસે 

કુટુંબની બીજી પેઢીનું પ્રથમ પુષ્પ હોવાને કારણે સહુનો પ્રિય ‘કવન’  

 

1993માં ઑસ્ટ્રેલિયા વધુ અભ્યાસ કરવા લીધેલી વિદાય

દિકરાની પ્રગતિને આડે ન આવવાનાં નિર્ણયે હૃદયે પથ્થર મૂકી દીધેલી વિદાય.

  

 22/1/1996માં મનપસંદ પાત્ર ‘બીના’ સાથે લગ્ન બાદ કૅનેડા સ્થિત થયો.

હવે તેની બે કળીઓ પૂજા અને જિષા સાથે ખુશહાલ છે.

દિકરા જીંદગીમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો એવાં અમારા હૃદયપૂર્વક આશિષ.

MANY MANY HAPPY RETURN OF THE DAY

HAPPY BIRTHDAY

આવેલી ક્ષણો
માણો, જીદગી
કેરી ક્ષણો પ્રભુની
આશિષ માની
શીરે ચઢાવો.

તેં મને માતૃત્વ બક્ષવા બદલ હું તારી ખૂબ આભારી છું. 

              ૐ નમઃ શિવાય

16 comments on “અમારૂં પ્રથમ પુષ્પ

 1. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  જીવનની હર ક્ષણ ખુશીથી છલકતી રહે
  દીકરીના કેફ સાથે જિંદગી મલકતી રહે
  જીવનબીના બજતી રહે હરદમ
  હસતા રહો,હસાવતા રહો
  જીવનપથ પર સદા પ્રગતિ કરતા રહો
  કૈલાસની આશિષ સદા સાથ રહે
  મંગલમય હો તવ પથ
  ઉજાગર હો તવ જીવનપથ.

  Like

 2. આપના કુટુંબાની ફૂલવાડી મહેકતી રહે, કિલ્લોલ કરતી કોયલ સદા મીઠું કુંજન કરતી રહે.. એજ શુભ-ભાવના સાથે કવન ને મારા તરફથી, “ફૂલવાડી “તરફથી જન્મદીન ની ઘણી ઘણી શુભ કામના..

  Like

 3. અંગત કૌટુંબિક વાતની કેવી સરસ રજૂઆત! માતૃત્વ દૈવી વરદાન છે. માની ભાવનાને મુક્તપંચિકામાં સરસથી મઢીછે, નીલાબહેન!

  ચિ. કવનને શુભેચ્છાઓ! … ….. હરીશ દવે અમદાવાદ

  Like

 4. આમ તો પોસ્ટ ઘણી જુની છે..પણ મેં આજેજ જોઇ..વાંચીને એટલું ગમ્યું કે લખ્યા વગર રહેવાયુ નહિ..

  [તેં મને માતૃત્વ બક્ષવા બદલ હું તારી ખૂબ આભારી છું]

  મન માં આ વાક્ય સતત ફર્યા કરે છે.. સંતાન આવી ને જીવન ને કેટલુ મ્હેંકાવી દે છે..અને એમનો આભાર મનવા નો વિચાર એટલે અદભુત..

  btw..કવન નો જન્મદિવસ 6th march આજે 20th march.. હમણા જ ગયો હશે જન્મદિવસ..blated happy birthday to kavan..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s