મારો દેવરિયો છે બાંકો

                  આજે ફાગણ વદ આઠમ

આજનો સુવિચાર:- કોઈપણ વસ્તુનો અતિરેક કરવાથી સત્ય વિકૃત થાય છે. પ્રેમ સાચો પણ તેનો અતિરેક ખોટો, લાગણી સાચી પણ લાગણીવેડા ખોટા, વ્હાલ સાચુ પણ વેવલાઈ ખોટી.

હેલ્થ ટીપ્સ:- વધુ પડતા હેરડાઈ કે હેરડ્રાયરનો ઉપયોગ વાળની તંદુરસ્તીને હાનિ પહોંચાડે છે.

[odeo=http://odeo.com/audio/10003603/view]

વાગ્યેકાર:- શ્રી અવિનાશ વ્યાસ

મારો દેવરીયો છે બાંકો, એની લાલ કસુંબલ આંખો
એણે રંગ ઢોળી, રંગી જ્યારે રેશમની ચોળી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી

આમ તો હું બહું બોલકણી પણ આજે ના બોલી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી

ફટકેલ ફાગણિયો, ફૂલી ફૂલી લાગણીઓ
ઘેરી ઘેરી શરણાઈ છે કે રંગ ભરી લાગણીઓ
દેવર નમણો પણ નઠારો નમણી આંખ્યુંનો અણસારો
મને ભરી બજારે રંગે, રમવા ખૂણામાંથી ખોળી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી

સોહે ગાગર મુખડું મલકે, માથે ગાગર દીવડો ઝબકે
મદભર મા’તું નીલી આંખે મારું જોબનિયું રે ઝલકે
ઘુમે ઘાઘરાની કોર ઝૂમે ઝૂમખાની જોડ
જ્યારે શેરી વચ્ચે ઢોલ છેડતો રમી રહ્યો છે ઢોલી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી.

                             ૐ નમઃ શિવાય