મારો દેવરિયો છે બાંકો

                  આજે ફાગણ વદ આઠમ

આજનો સુવિચાર:- કોઈપણ વસ્તુનો અતિરેક કરવાથી સત્ય વિકૃત થાય છે. પ્રેમ સાચો પણ તેનો અતિરેક ખોટો, લાગણી સાચી પણ લાગણીવેડા ખોટા, વ્હાલ સાચુ પણ વેવલાઈ ખોટી.

હેલ્થ ટીપ્સ:- વધુ પડતા હેરડાઈ કે હેરડ્રાયરનો ઉપયોગ વાળની તંદુરસ્તીને હાનિ પહોંચાડે છે.

[odeo=http://odeo.com/audio/10003603/view]

વાગ્યેકાર:- શ્રી અવિનાશ વ્યાસ

મારો દેવરીયો છે બાંકો, એની લાલ કસુંબલ આંખો
એણે રંગ ઢોળી, રંગી જ્યારે રેશમની ચોળી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી

આમ તો હું બહું બોલકણી પણ આજે ના બોલી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી

ફટકેલ ફાગણિયો, ફૂલી ફૂલી લાગણીઓ
ઘેરી ઘેરી શરણાઈ છે કે રંગ ભરી લાગણીઓ
દેવર નમણો પણ નઠારો નમણી આંખ્યુંનો અણસારો
મને ભરી બજારે રંગે, રમવા ખૂણામાંથી ખોળી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી

સોહે ગાગર મુખડું મલકે, માથે ગાગર દીવડો ઝબકે
મદભર મા’તું નીલી આંખે મારું જોબનિયું રે ઝલકે
ઘુમે ઘાઘરાની કોર ઝૂમે ઝૂમખાની જોડ
જ્યારે શેરી વચ્ચે ઢોલ છેડતો રમી રહ્યો છે ઢોલી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી.

                             ૐ નમઃ શિવાય

4 comments on “મારો દેવરિયો છે બાંકો

  1. મારો દેવરીયો છે બાંકો, એની લાલ કસુંબલ આંખો
    એણે રંગ ઢોળી, રંગી જ્યારે રેશમની ચોળી
    ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી

    દિયર ભાભી ના પ્યાર ની વાત જ છે નિરાળી..!
    બેઉ વચ્ચે છે લાગણી તણા રંગો ની રંગોળી..!
    ……..ચાહે દિવાળી હોય કે હોળી..!
    કાવ્ય વાંચી ને…..અત્યારે જ સ્ફુરેલી પંક્તિઓ…!!!

    Like

  2. સોહે ગાગર મુખડું મલકે, માથે ગાગર દીવડો ઝબકે
    મદભર મા’તું નીલી આંખે મારું જોબનિયું રે ઝલકે
    ઘુમે ઘાઘરાની કોર ઝૂમે ઝૂમખાની જોડ
    જ્યારે શેરી વચ્ચે ઢોલ છેડતો રમી રહ્યો છે ઢોલી
    ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી.

    Sundar !!! Geet.

    Like

  3. ફટકેલ ફાગણિયો, ફૂલી ફૂલી લાગણીઓ
    ઘેરી ઘેરી શરણાઈ છે કે રંગ ભરી લાગણીઓ
    દેવર નમણો પણ નઠારો નમણી આંખ્યુંનો અણસારો
    મને ભરી બજારે રંગે, રમવા ખૂણામાંથી ખોળી
    ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી

    ખુબ જ સુન્દર રચના.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s