નારીની અનુભૂતિ

આજે ફાગણ વદ ચૌદસ

આજનો સુવિચાર:- કામનો યશ કોને મળશે એ જોય વિના કામ કરવું એ કામ પતાવવાની અને યશસ્વી થવાની સારામાં સારી રીત છે. ———- બેંજામિન જોવટ

હેલ્થ ટીપ્સ:- પપૈયાનું નિયમિત સેવન કબજિયાત દૂર કરે છે તેમજ ત્વચા ચમકીલી થાય છે. વાળ પણ મજબૂત બનશે.

[મુંબઈ સ્થિત શ્રીમતી ઉર્મિલાબહેન પૂજારાએ સ્વલિખિત કવિતા મોકલાવ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે. ઉર્મિલાબહેને ‘સંવેદનાની વેદના’ જેવી નારી પ્રધાન નવલકથા, ‘રાગ દ્વેષ’ નામની બે બહેનોની લઘુનવલકથા અને ‘અવહેલના’ નામની સામાજિક પ્રશ્નોને ઉજાગર કરતી લઘુનવલકથા લખી છે.]

નારીની અનુભૂતિ

[1]

નારીની વિતક કે અનુભૂતિ !
વિટંબણા એક ભૂમિતી
સહિષ્ણુતાની એ સશક્ત કડી
મુરઝાયેલ એક કુસુમકળી

માત્ર તનથી અર્ધાંગિની
મન-અસ્તિત્વને છેદતી
અકારુ જીવન ઢેલતી
સંસ્કાર ભાર ઉંકાવતી

શાસ્ત્રોક્ત એ નારાયણી
અનેક રૂપ ધારિણી
તનુ, તરીણી, ભામિની
ધર્યા સ્વરૂપો હેરત ભર્યા

વિદિત એ તેજસ્વી
ક્યારે થશે મનસ્વિની !!!!!

[2]

 

બાળસ્વરૂપે ખળખળ વહેતી
નૃત્ય-સભર પગલાં એ ભરતી
ઝરણારૂપે માર્ગ શોધતી
આડખીલીનું લક્ષ્ય ન કરતી

ઠેકતી કૂદતી આગળ વધતી
વોંકળાનું રૂપ ધારણ એ કરતી
ગુંજારવ એ ધીમો પાડતી
કન્યકા સમ પગરવ માંડતી

સ્થિર વહેતી, પટ વિસ્તરતી
નારી સ્વરૂપ ધારણ એ કરતી
કલેવરમાં પાપ સમેટતી
સરિતા સમ ખારાશને વરતી

સંકોચની એ સહાય લેતી
કડવા ઘંટડા સહેજે ગળતી
પરિશ્રમ-યુક્ત જીવન જીવતી
વિસરવા જીવન અનુભૂતિ

                   ૐ નમઃ શિવાય

Advertisements

3 comments on “નારીની અનુભૂતિ

  1. નારી ની અવગના.. યુગો થી થતી આવી છે…રામયણ કે કોઈ પણ જગતના અન્ય ધર્મો માં નારીના વખાણ થયાં છે પણ મહત્વ આપવામાં આવ્યું નથી..શામાટે?? એ સવાલ માત્ર “સવાલ” જ રહ્યો છે.. અમેરિકા જેવા વિશ્વમાં બધી રીતે મોખરે રહેલ દેશમાં હજુ કોઈ નારી “” પ્રમૂખ “” બની શકી નથી.. અફસોસ!! પૌરાણિક પુસ્તકો કોણે લખ્યાં છે? પુરૂષો એ..વરને કોણ વખાણે???નારીની અવગણના વિષે લખવા બેસીએ તો વરસોના વરસો લાગે !!!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s