આજે ચૈત્ર સુદ ચૌદસ
આજનો સુવિચાર:- આત્મજ્ઞાન, આત્મમાન અને અને આત્મસંયમ દ્વારા જ આપણને સર્વોપરી સત્તા પ્રાપ્ત થાય છે. માણસે પોતાની જાત ઉપર મેળવેલો વિજય એ જ તેનો સૌથી બહાદુરી ભરેલો વિજય છે. —– જવાહરલાલ નહેરુ
હેલ્થ ટીપ્સ:- ખજૂરના ઉપયોગથી કમરના દુઃખાવા પર રાહત મળે છે તેમજ પથરી મટાડવામાં મદદ કરે છે.
“દિવ્ય ભાસ્કર”માં ગુજરાતી મહેફિલ
અગ્રગણ્ય ગુજરાતી વર્તમાનપત્ર “દિવ્ય ભાસ્કર”ની આજે રવિવાર, 01/04/2007 ની મુંબઈની આવૃત્તિમાં ગુજરાતી બ્લોગિંગના સમાચાર છે.
રવિવારની ‘દિવ્યભાસ્કર SUNDAY ‘ વિશેષ પૂર્તિના 8મા પાના પરના આ આર્ટિકલનું શીર્ષક છે: “ગુજરાતી સાહિત્ય વાયા બ્લોગ્સ”.
આશિષ વશી અને તિર્થલ બોદરના આ માહિતીપ્રદ આર્ટિકલમાં ગુજરાતી નેટ જગતની વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી થઈ શકે છે.
આ ઉપરાંત બીજાં ઘણા બ્લોગ્સ વાંચવા જેવાં છે, જેવાં કે ‘તણખા’, ‘શ્રીજી’, ‘પરમ સમીપે [એની જ્ગ્યાએ મેઘ સમીપે લખાયુ છે.]’, ‘સૂર સરગમ’,’ ફુલવાડી’ , ‘ હાસ્ય દરબાર’, ‘તુલસીદલ’, ‘બંસીનાદ’, ‘સ્વરાંજલી’,’ મન માનસ અને મન,’ મન સરોવર’, ‘કસુંબલ રંગનો વૈભવ’, વગેરે અનેક બ્લોગ્સ છે.
ૐ નમઃ શિવાય