આપણે નમસ્કાર શા માટે કરીએ છીએ !!!!!!!!!!!

આજે ચૈત્ર વદ એકમ

 આજનો સુવિચાર:- જે લોકો સાહસિક નથી તેમની જગતમાં તેમની કિંમત કોડીનીયે નથી.  મિલ્ટન

હેલ્થ ટીપ્સ:- નયણાકોઠે તુલસીનાં પાન ખાવાથી શરદી અને કફમાં રાહત રહે છે.

                        આપણે    નમસ્કાર   શા માટે કરીએ છીએ  !!!!! 

                             [rockyou id=62692581&w=256&h=192]      ભારતીય સંસ્કૃતિમાં એકબીજાનું અભિવાદન હાથ જોડી નમસ્કાર કરવાનો રિવાજ છે અને નમસ્તે બોલીને માથુ નમાવાય છે. આપણાથી નાના, મોટા, સમવયસ્કી, મિત્રો, અપરિચિતો સૌને નમસ્તે કરી આવકારાય છે.શાસ્ત્રોક્ત અનુસાર અભિવાદનનાં પાંચ પ્રકાર બતાવાયા છે અને એમાંનો એક તે નમસ્કાર.
        નમસ્તે વિધિસરનો આવકાર છે. એક તો સાંસ્કૃતિક પરંપરાગત પ્રણાલિકા છે અને એક પ્રકારની પૂજા વિધિ છે. સંસ્કૃતમાં નમઃ + તે =નમસ્તે. આનો અર્થ છે કે હું તમને વંદન કરુ છું. હું તમારું સ્વાગત કરું છું.
 
        નમઃ નો બીજો શાબ્દિક અર્થ ન અહં- હું નહિ એવો પણ થાય છે. તેમાં બીજાની ઉપસ્થિતિમાં પોતાનો અહંને નકારવાનો કે ઓળંગવાનો આધ્યાત્મિક અર્થ પણ રહેલો છે. બે વ્યક્તિ વચ્ચેનું મિલન તો તેમના હૃદયનું મિલન છે. જોડાયેલા હાથની માફક આપણા મન પણ મળે તેવી ભાવના હું વ્યક્ત કરું છું. મસ્તક નમાવવું એ પ્રેમ  અને નમ્રતાનો  ઉમદા ભાવ દેખાડે છે.           આધ્યાત્મિક અર્થ વધુ ઉમદા છે. દિવ્યશક્તિ આત્મા, કે પરમાત્મા સૌમાં સમાનપણે રહેલી છે. આવા અદ્વૈત ભાવમાં રહીને હાથ જોડવા અને વ્યક્તિમાં રહેલા પરમાત્માને પ્રણામ કરીને નમવું એવો અર્થ થાય છે. તેથી જ આપણે ઈશ્વરને કે સંતોને પ્રણામ કરીને નમતી વખતે આંખો બંધ કરીને જાણે આપણી અંદર દ્રષ્ટિ કરીએ છીએ ! આવો ભાવ દેખાડતી વખતે ઘણીવાર રામ રામ, જય શ્રી કૃષ્ણ, નમો નારાયણ ,’’જય સિયારામ,’’ૐ નમઃ શિવાય, કે ૐ શાંતિ જેવા મંત્રોપચાર પણ કરીએ છીએ. આમાં વ્યક્તિમાં રહેલા પરમતત્વને નમવાની જ વાત છે.               આ સંદર્ભને  જો  સમજીએ તો બીજા પ્રત્યેનું આપણું અભિવાદન કેવળ બાહ્ય દેખાવ પૂરતું કે શબ્દો પૂરતું મર્યાદિત ન રહેતાં અન્ય સાથે આદર અને પ્રેમ ભર્યા વાતાવરણમાં એક ઊંડો સંવાદ રચી શકે.                                                            ૐ નમઃ શિવાય