બકરીબેને બનાવ્યું ઘર

                           આજે ચૈત્ર વદ બીજ

આજનો સુવિચાર:- આભ ગમે તેટલું ઊંચું હોય, નદી ગમે તેટલી પહોળી હોય
  પર્વત ગમે તેટલો વિરાટ હોય, પવન ગમે તેટલા સુસવાટા મારતો હોય
  પણ એક વાત ધ્યાનમાં રાખો, આપણે આ બધા સાથે શું લેવા દેવા??

હેલ્થ ટીપ્સ:- લીંબુનું સેવન ત્વચાનાં રોગો મટાડવામાં મદદ કરે છે.

[rockyou id=62849608&w=324&h=243]

• કાલી નામના બકરીબેનને ત્રણ બચ્ચા. ઘર બનાવવું હતું. એટલે રસ્તાની વચ્ચે જઈ બેસી પડ્યાં

• ગોળનું ગાડું લઈ જતો ગાડાવાળો મળ્યો. કહે ‘એ બકરી બાજુ ખસ’.

• ‘બકરી બકરી શું કરો છો? બકરીબેન કહો ને ! ગોળનો રવો આપશો તો બાજુ ખસીશ.’

• સ્ત્રીહઠ આગળ કાંઈ ચાલે? ગોળનો રવો કાલીએ મેળ્વ્યો.

• વળી પાછા કાલી બકરીબેન રસ્તામાં બેઠા અને શેરડીનાં સાંઠા ભરેલું ગાડું લઈ જતો ગાડાવાળો મળ્યો.

• વળી એ જ સ્ત્રી હઠ અને શેરડીનાં સાંઠા કાલીબેને મેળવ્યા.

• વળી પાછા રસ્તે બેઠેલા કાલીબેને કોપરાની કાચલીઓ મેળવી.

• શેરડીનાં સાંઠાઉભા કર્યાં અને ગોળથી ભીંત બનાવી અને કોપરાની કાચલીઓથી છાપરું બનાવ્યું.

• કાલીબેન ચારો લેવાં ઉપડ્યાં અને બચ્ચાઓને બુચ્ચા વાઘ વિષે ચેતવણી આપી અને કહ્યું હું જ્યારે એમ કહું કે ગોળ કેરી ભીંતલડી ને
  શેરડી કેરાં સાઠાં
  કોપડે ઘર છાયા
  બચ્ચા, બારણાં ઉઘાડો ત્યારે જ દરવાજો ખોલવો. બચ્ચાઓએ કાલીને કહ્યું ‘અમે એમજ કરીશું.

• બુચ્ચા વાઘનાં મોઢામાં આ કુમળાં લવારા જોઈ પાણી છુટ્યું.

• બચ્ચાઓને ભરમાવ્યાં, પરંતુ નાનું લવારું હોશિયારીથી તેની જાળમાંથી છૂટી ગયું અને કાલીબેનને બધાં સમાચાર આપ્યાં.

• પાઠ ભણાવવા કાલીબેને બુચ્ચા વાઘને જમવા નિમંત્રણ આપ્યું. જમીનમાં ખાડો ખોદી એમાં અંગારા ભર્યાં.

• મુક્યાં તેની ઉપર ટેબલ ખુરશી [ઈંગ્લિશ સ્ટાઈલમાં] અને બેસાડ્યા બુચ્ચા વાઘજીભાઈને.

• પડ્યાં વાઘજીભાઈ ભારથી ખાડામાં અને અંગારે તેમને દઝાડ્યાં.

• ઊભી પૂંછડીએ ભાગ્યાં વાઘજીભાઈ, અને જોયું પણ નહી પાછા વળીને.

• કાલીબેન અને તેમના લવારે ‘ખાધુ, પીધુ ને રાજ કર્યું

• ‘ગોળ કેરી ભીંતલડીને
  શેરડી કેરાં સાઠાં
  કોપરડે ઘર છાયા
  બચ્ચા બારણાં ઉઘાડો’
  નું ગીત ગુંજતું રહ્યું.

                                                    ૐ નમઃ શિવાય