ચં.ચી.મહેતા — ચંદ્રવદન મહેતા

                                              આજે ચૈત્ર વદ ત્રીજ

આજનો સુવિચાર:- પ્રભુએ સર્જેલું જગત આપણને જરાયે બાધ નથી કરતું પરંતુ આપને સર્જેલું વ્યાધિનું જગત આપણને બાધારૂપ છે. જીવો પોતે જ પોતાના બંધનોથી બંધાય છે અને મુક્ત થાય છે.

હેલ્થ ટીપ્સ:- સૂતા પહેલા એક ચમચી ત્રિફળા ચૂર્ણ ગરમ દૂધ અથવાગરમ પાણી સાથે લેવાથી કબજિઆત દૂર થાય છે.

                                  ચં. ચી. મહેતા    ઉર્ફે ચંદ્રવદન મહેતા

           ભારતીય નાટ્યવિદ્યાના જ્યોતિર્ધર ચં. ચી. મહેતા છ દાયકાથીયે વધુ વખતથી નાટક અને રંગભૂમિથી સંકળાયેલા અને ભારતીય નાટ્યવિદ્યાને જગતના મંચ પર લઈ જનારનો જન્મ 5/4/1901 ના દિવસે સૂરતમાં થયો હતો. મૂળ નામ ચંદ્રવદન મહેતા. સૂરત-મુંબઈમાં ભણતર

         મુંબઈમાં નરસિંહરાવ, બળવંતરાય, ન્હાનાલાલ, કેશવ હર્ષદ ધ્રુવ વગેરેના પરિચયમાં આવ્યા અને સાહિત્યની રાહ પકડી. થોડો વખત શિક્ષક પછી આકાશવાણી અને ત્યારબાદ વડોદરામાં સયાજીરાવમાં નાટ્યવિદ્યાના મુલાકાતી અધ્યાપક રહ્યા. દેશવિદેશની અનેક નાટ્યસંસ્થાઓમાં વ્યાખ્યાનો આપ્યાં. તેમણે અનેક નાટકો અને અનુવાદો આપ્યાં.

            તેમને આગગાડી નાટક માટે રણજીતરામ ચંદ્રક પ્રાપ્ત થયો. તેમનાં રંગ ગઠરિયા, નાટ્યગઠરિયા વખણાયા. ભાઈબહેનના તેમના ઈલાકાવ્યો ચિરસ્મરણીય છે. એંશી વર્ષની ઉંમરે પણ સ્ફુર્તીલા અને અદભૂત વાક્છટાવાળા, આખાબોલા, હાજરજવાબી અને જીવનના તમામ વિષયોમાં રસ લેનાર ચં.ચી.મહેતા ગુજરાતી નાટ્યજગતની અને સાહિત્યની અજાયબી હતા.

     પ્રભો !! છંકારી દે, સકલગ્રહ તારા ઉદધિમાં, અને સંકેલી લે ઘડીક મહીં આ રાસરમણા !!

                                 ઈ.સ. 1992માં 90 વર્ષે તેમનું અવસાન થયું.

                                                                                                  — સંકલિત

                                          

                                    ૐ નમઃ શિવાય