ચં.ચી.મહેતા — ચંદ્રવદન મહેતા

                                              આજે ચૈત્ર વદ ત્રીજ

આજનો સુવિચાર:- પ્રભુએ સર્જેલું જગત આપણને જરાયે બાધ નથી કરતું પરંતુ આપને સર્જેલું વ્યાધિનું જગત આપણને બાધારૂપ છે. જીવો પોતે જ પોતાના બંધનોથી બંધાય છે અને મુક્ત થાય છે.

હેલ્થ ટીપ્સ:- સૂતા પહેલા એક ચમચી ત્રિફળા ચૂર્ણ ગરમ દૂધ અથવાગરમ પાણી સાથે લેવાથી કબજિઆત દૂર થાય છે.

                                  ચં. ચી. મહેતા    ઉર્ફે ચંદ્રવદન મહેતા

           ભારતીય નાટ્યવિદ્યાના જ્યોતિર્ધર ચં. ચી. મહેતા છ દાયકાથીયે વધુ વખતથી નાટક અને રંગભૂમિથી સંકળાયેલા અને ભારતીય નાટ્યવિદ્યાને જગતના મંચ પર લઈ જનારનો જન્મ 5/4/1901 ના દિવસે સૂરતમાં થયો હતો. મૂળ નામ ચંદ્રવદન મહેતા. સૂરત-મુંબઈમાં ભણતર

         મુંબઈમાં નરસિંહરાવ, બળવંતરાય, ન્હાનાલાલ, કેશવ હર્ષદ ધ્રુવ વગેરેના પરિચયમાં આવ્યા અને સાહિત્યની રાહ પકડી. થોડો વખત શિક્ષક પછી આકાશવાણી અને ત્યારબાદ વડોદરામાં સયાજીરાવમાં નાટ્યવિદ્યાના મુલાકાતી અધ્યાપક રહ્યા. દેશવિદેશની અનેક નાટ્યસંસ્થાઓમાં વ્યાખ્યાનો આપ્યાં. તેમણે અનેક નાટકો અને અનુવાદો આપ્યાં.

            તેમને આગગાડી નાટક માટે રણજીતરામ ચંદ્રક પ્રાપ્ત થયો. તેમનાં રંગ ગઠરિયા, નાટ્યગઠરિયા વખણાયા. ભાઈબહેનના તેમના ઈલાકાવ્યો ચિરસ્મરણીય છે. એંશી વર્ષની ઉંમરે પણ સ્ફુર્તીલા અને અદભૂત વાક્છટાવાળા, આખાબોલા, હાજરજવાબી અને જીવનના તમામ વિષયોમાં રસ લેનાર ચં.ચી.મહેતા ગુજરાતી નાટ્યજગતની અને સાહિત્યની અજાયબી હતા.

     પ્રભો !! છંકારી દે, સકલગ્રહ તારા ઉદધિમાં, અને સંકેલી લે ઘડીક મહીં આ રાસરમણા !!

                                 ઈ.સ. 1992માં 90 વર્ષે તેમનું અવસાન થયું.

                                                                                                  — સંકલિત

                                          

                                    ૐ નમઃ શિવાય

Advertisements

4 comments on “ચં.ચી.મહેતા — ચંદ્રવદન મહેતા

 1. આ લખતાં લખતાં મને ગોપાલ શાસ્ત્રી એ લખેલી ‘ચં.ચી. મારાં ગુરુ’ યાદ આવી ગઈ. હું એક શિક્ષક તરીકે ગોપાલભાઈ અને ચં.ચી.માંથી ઘણું બધું શીખું એવી મારી ભાવના છે. આ પુસ્તક વાંચતાં વાંચતાં મને વીસ વર્ષ પહેલાંનો મારો થીસીસ નો સમય અને સંઘર્ષ યાદ આવી ગયો.

  થોડુક એમાં થી લખું છું.

  ‘ચં.ચી. દાદાની બાહ્યપ્રકૃતિ અને આંતરવિશ્વ આ બે વચ્ચે આસમાન-જમીન નો તફાવત! તેમની બાહ્યપ્રકૃતિ પરથી તેમના આંતરમનનો અંદાજ કાઢવો એ ખુબ જ દુષ્કર કાર્ય હતું. … પણ તેમના મ્રુદુ-સુકુમાર હ્ર્દયની નિર્ઝરનિર્મળ લાગણીનો શીતળ સ્પર્શ જો એક્વાર થઈ ગયો તો એક વિશાળ વટવૃક્ષની શીતળ છાયામાં મળતો શાંતિપૂર્ણ અહેસાસ કહેવાય.પી.એચ.ડી ના સંશોધનકાર્યની પ્રત્યેક વિકટ ક્ષણે મેં સી.સી. દાદાના અકલ્પ્ય સથવારાનો અહેસાસ અનુભવ્યો છે. એ ત્રણ વર્ષના ગાળામા તેમના સાંનિધ્યમાં ભિન્ન ભિન્ન પ્રસંગોએ તેમની જે વિવિધ છબીઓ મેં જોઈ એની સ્મરણકથા એટલે ”ચં.ચી. મારાં ગુરુ’.’ ગોપાલ શાસ્ત્રી

  મને એટલી બધી ગમી કે દરેકે દરેક શબ્દનું મનન કરવાનો પ્રયત્ન કરું છું.

  Like

 2. પુસ્તકોનો થોકડો બગલથેલામાં મૂકી હું નીકળ્યો. સાયકલ પર ઘર તરફ આવતી વખતે ચં.ચી. દાદાનું ઉઘડતું જતું વિરાટ વ્યક્તિત્વ મનોચક્ષુ સમક્ષ સાકાર થએ રહ્યું. દેશભરના અનેક શહેરોમાં આ મહાન નાટ્યમહર્ષિની અવિરામ યાત્રા જોઈ હું ગજબનું આશ્ચ્રર્ય પામ્યો. બોંતેર વર્ષે કોઈ થાક નહિ! સતત પ્રફૂલ્લ, પ્રસન્ન.મહિનામાં માત્ર થોડાક જ દિવસ વડોદરા: બાકી મુંબઈ-દિલ્હી-અમદાવાદ-સુરત….યાદી ખૂબ લંબાવી શકાય. જ્યાં જાય ત્યાંથી પારસી સાહિત્ય, રંગભૂમિ કે અન્ય સંદર્ભે પુસ્તકો લેતા આવે. મને સહ્રદયપૂર્વક કહેવા દો કે અનેક શહેરોની અનેક લાયબ્રેરીઓ અને લાયબ્રેરિયનો સાથે સી. સી. દાદાનો ગજબ નો આત્મીય નાતો! પારસી રંગભૂમિ ના સંદર્ભે ચં. ચી. દાદાએ આ બધી જ લાયબ્રેરીઓમાં જઈ વાંચવાની કડક સૂચના આપી હતી. હું જ્યાં જ્યાં ગયો ત્યાં બધે જ એના ગ્રંથપાલમિત્ર લગભગ એક સૂરવાળું વાક્ય કહેતાં: ‘તમે ચં.ચી. ના વિદ્યાર્થી?’ હું ડોકું ધૂણાવી ‘હા’ કહેતો. ત્યારબાદ એકાદ કબાટ કે ઘોડા તરફ આંગળી ચીંધી કહેતા: ‘તમારે ત્યાં જે પુસ્તકો છે અ વાંચવાનું ચં.ચી. દાદા કહી ગયાં છે!’ આ વાક્ય સાંભળી મારા ચિત્તમાં ચં.ચી દાદા માટે જે અહોભાવ પગટતો તેનું વર્ણન કરવા આજે પણ હું મને નિર્બળ સમજું છું. કલ્પના નહોતી કરી કે દાદાની કૃપા મારા પર આષાઢી મેઘની જેમ વરસશે! નાટક અને રંગભૂમિ પ્રત્યેની તેમની અગાધ લગની ની મહેંક તેમન સાંનિધ્યમાં મેં સતત અનુભવી છે.

  ગોપાલ શાસ્ત્રી લિખિત ચં. ચી. મારા ગુરૂ માં થી સાભાર: વરસ્યા મેઘ આષાઢી…. પૃ. ૧૭-૧૮

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s