ગુડ ફ્રાઈડે

                        આજે ચૈત્ર વદ ચોથ [GOOD FRIDAY]

આજનો સુવિચાર:- સજ્જનો સાથે મૈત્રી, બેઠક-ઉઠક તો ખરી, પણ વિવાદ પણ વિવાદ સજ્જનો સાથે જ કરવો. દુર્જનો સાથે કોઈ વ્યવહાર-મૈત્રી કે દુશ્મની પણ નહી——— કુલિનચંદ્ર યાજ્ઞિક

હેલ્થ ટીપ્સ:- લસણની એક બે કળીને છોલીને થોડા ગરમ પાણીમાં લીંબુના રસ અને મધ સાથે મેળવીને પીવાથી વાયુ શાંત થઈ જશે.

[rockyou id=63120949&w=256&h=192]

ગુડફ્રાઈડે- ઈસુ નિર્વાણ દિન

આજે ખ્રિસ્તી ધર્મનો પવિત્ર તહેવાર – ગુડ ફ્રાઈડે- ઈસુનો નિર્વાણદિન. ઈસુ ખિસ્તના જીવનના અંતિમ દિવસોમાં થયેલી ઘટનાઓની સ્મૃતિરૂપે કેટલાંક તહેવારો ખ્રિસ્તી ભાઈબહેનો ઉજવે છે. આ ‘ગુડ ફ્રાઈડે’ તહેવારોમાંનો એક છે.
પોતાના મૃત્યુ દ્વારા ઈસુએ પાપ અને મૃત્યુ પર વિજય મેળવ્યો અને માનવજાતના ઉદ્ધાર અને શાંતિનું કાર્ય સિદ્ધ કર્યું. તેથી જ આ અશુભ શુક્રવારને તેઓ ‘ગુડ ફ્રાઈડે’ કહે છે. આજે સૌ ખ્રિસ્તી ભાઈબહેનો ઉપવાસ કરે છે, પ્રાર્થના કરે છે. ઈસુની યાદમાં શોક પાળે છે.
—— સંકલિત

સર્વ ધર્મ પ્રાર્થના

ૐ તતસત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું
સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું

બ્રહ્મ મસ્ઝ તું, યહવ શક્તિ તું, ઈશુ પિતા પ્રભુ તું
રુદ્ર, વિષ્ણુ તું, રામ કૃષ્ણ તું, રહિમ તાઓ તું

વાસુદેવ ગો, વિશ્વરૂપ તું, ચિદાનંદ હરિ તું
અદ્વિતીય તું, અકાલ નિર્ભય, આત્મલિંગ શિવ તું !!!

સર્વધર્મ ધૂન

રામ હરે જય કૃષ્ણ હરે
ગુરુ નાનક ઈશુ બુદ્ધ હરે
ઝોરાષ્ટ્ર મહાવીર કૃષ્ણ હરે

                                        ૐ નમઃ શિવાય