કે.એલ.સાયગલ [કુન્દનલાલ સાયગલ]

                       આજે ચૈત્ર વદ આઠમ

આજનો સુવિચાર:- વાંસનો એક નાનો સરખો ટુકડો [વાંસળીરૂપે]કેટલી અમૃતવાણી વરસાવી શકે છે ! આપણું જીવન પણ વાંસળી સમ સામર્થ છે ફક્ત વગાડનાર પર આધારિત છે, તે કેવું વગાડે છે.માનવ પોતાનું જીવન જેવું બનાવવા ધારે તેવું બનાવી શકે છે.

હેલ્થ ટીપ્સ:- .કમરના દુઃખાવામાં અડધી ચમચી અજમો, અડધી ચમચી સૂંઠ અને બે ચમચી ઘી ભેગુ કરીને સવારે ને રાત્રે ખાવાથી રાહત રહે છે.

                            કુંદનલાલ સાયગલ [કે. એલ. સાયગલ]

[rockyou id=63847428&w=256&h=192]

         કુંદનલાલ સાયગલ જે કે.એલ.સાયગલના હુલામણા નામે ફિલ્મી જગતમાં જાણીતા ગાયક તરીકે પ્રખ્યાત હતા. પોતાની આગવી ગાયકીથી લોકપ્રિય સંગીત સાધક કુંદનલાલ સાયગલનો જન્મ 11મી એપ્રિલ 1904ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયો હતો. નાનપણથી જ લોકગીત્ઓ સુંદર ઢાળમાં ગાતા હતા. તેમની માતાનો પ્રભાવ તેમની પર હતો જે પોતે પણ પંજાબી ભજનો સુંદર રીતે ગાતા હતાં. તેમણે 12 વર્ષની વયે મહારાજા પ્રતાપસિંહના દરબારમાં પ્રથમવાર ગાયું હતું. ત્યારબાદ તેમને આજીવિકા મેળવવા અથાગ પ્રયત્ન કરવો પડ્યો હતો. 1932માં કોલકત્તા આવ્યા બાદ પ્રસિદ્ધ સંગીત નિર્દેશક આર.સી.બોરલના સંપર્કમાં આવ્યા અને તેમની જિંદગીમાં નવો વળાંક આવ્યો. તેમણે સાયગલને ફિલ્મમાં ગાવાની તક આપી. આર.સી.બોરલે એક ફિલ્મમાં પોતે લખેલા ગીતો કે.એલ. સાયગલ પાસે ગવડાવી લોકપ્રિયતા હાસલ કરી હતી. ત્યારબાદ તો તેમને ન્યુ થિયેટરમાં ગાવાનો અને અભિનય કરવાનો મોકો મળ્યો હતો. અને ફિલ્મ દેવદાસમાં હીરો તરીકે તેમની ભૂમિકા લોકોએ ખૂબ વખાણી હતી. 1941માં ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર ચંદુલાલ શાહે સાયગલને હિંદી ફિલ્મ દુનિયામાં પ્રવેશ અપાવ્યો. ‘સોજા રાજ કુમારી સોજા’ ,’જબ દિલહી તુટ ગયા’,’દો નયના મતવાલે’ જેવાં અનેક લોકપ્રિય ગીતો તેમના ચાહકો હજી પણ યાદ કરે છે. આકાશવાણી દ્વારા રજુ થતો ‘ભૂલે બિસરે ગીત’નો કાર્યક્રમ સાયગલના ગીતથી સમાપ્ત થાય છે. માત્ર 43 વર્ષની વયે 1947માં નાની વયે તેમનું અવસાન થયું હતું.

તેમના સ્વરે ગવાયેલું ‘શાહજહાઁ’ ફિલ્મનુ ગીત

જબ દિલ હી તુટ ગયા, જબ દિલ હી તુટ ગયા
હમ જી કે ક્યા કરેંગે, જબ દિલ હી તુટ ગયા

ઉલફતકા દિયા હમને ઈસમેં જગાયા થા
ઉમીદકે ફૂલોં સે ઘરકો સજાયા થા ઈક ભેદી લૂટ ગયા
હમ જી કે ક્યા કરેંગે

માલૂમ ના થા ઈતની મુશ્કીલ હૈ મેરી રાહેં
અરમાન કે બહે આસું, હસરત ભરી આઁહે હરસાથી છૂટ ગયા
હમ જી કે ક્યા કરેંગે

                                     ૐ નમઃ શિવાય