આમને ઓળખો

                                  આજે ચૈત્ર વદ નોમ

આજનો સુવિચાર:-સત્યને આમંત્રણ આપવા માટે સઘળી જ્ઞાત બાબતોનો અંત લાવવો જોઈએ. બધી માન્યતાઓને તથા પ્રથાઓને ઊંડાણથી તપાસવી જોઈએ, સમજવી જોઈએ અને બાજુએ મૂકવી જોઈએ. —- અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

હેલ્થ ટીપ્સ:- . ગુલકંદને ગરમ દૂધ સાથે લેવાથી કબજીયાતની ફરિયાદ દૂર થશે.

                                    આમને ઓળખો

 

વરિયાળી:-

        વરિયાળી ફક્ત મુખવાસ માટે ઉપયોગી નથી પણ તેનાં બીજા ઘણાં ગુણો છે જે સમજવા જરૂરી છે. વરિયાળીનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન, ઔષધી અને તેનાં પાન એરોમેટિક ઑઈલની જેમ વપરાય છે. વરિયાળી સ્વાદ અને સુગંધમાં ઉત્તમ છે. તેના ઉપયોગ જાણીએ.

ઘરગથ્થુ ઉપયોગ:-

• રસોઈમાં મસાલા તરીકે વરિયાળીનો ઉપયોગ થાય છે.

• ભોજન બાદ એક ચમચી વરિયાળી ખાવાથી ભોજન પાચ્ય થાય છે.

• કિડનીના સ્ટોનની તકલીફ માટે વરિયાળીનું સેવન ફાયદાકારક છે.

• ચા-કોફીની તલપ દૂર કરવામાં વરિયાળીનું સેવન કામ લાગે છે.

• વરિયાળી ચાવવાથી દાંતને પણ ફાયદો થાય છે.

• નાના બાળકને પેટના દુઃખાવાથી રાહત આપવા વરિયાળીનું પાણી પીવડાવાય છે.

• સ્તનપાન કરાવતી માતાને વરિયાળીના સેવનની સલાહ અપાય છે.

• વરિયાળી, નારીયેળ અને ખડી સાકરનું મિશ્રણ દૂધ સાથે લેવાથી નેત્રજ્યોતી વધે છે.

• ગળાની ખરાબી દૂર કરવા વરિયાળીને પાણીમાં ઉકાળી અને તે પાણીથી કોઅગળા કરવા.

• તબીબની સલાહ લઈ નેત્રરોગ કંજક્ટિવાઈટિસ થઈ હોય તો વરિયાળીના પાણીથી નેત્ર ધોવા.

• વરિયાળીના પાણીથી કોગળા કરવાથી પેઢા, ગળા અને દાંતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

• વરિયાળીમાં હળવો એસ્ટ્રોજનિક પ્રભાવ હોય છે તેથી તે માસિકચક્ર નિયમિત રાખે છે.

ધંધાકીય ઉપયોગ:-

• બ્રેડ અને પેસ્ટ્રીમાં સુગંધ માટે વરિયાળીનો ઉપયોગ થાય છે.

• ટૂથબ્રશના નિર્માણમાં વરિયાળીનો ઉપયોગ થાય છે.

• એંટિ રીંકલ ક્રિમ, પરફ્યૂમ તથા સાબુ બનાવવા માટે વરિયાળી વાપરવામાં આવે છે.

• ઉધરસની દવામાં વરિયાળી મુખ્ય ઘટક છે.

• એર ફ્રેશનર બનાવવા માટે વરિયાળી વપરાય છે

• બાળકોના પેટમાં અને દાંતના દુઃખાવામાં રાહત આપતી દવામાં મુખ્ય વરિયાળી છે.

લેટિન ભાષામાં વરિયાળીનો મતલબ ‘ખુશ્બુદાર ઝાડ’ થાય છે.

                               ૐ નમઃ શિવાય