હાથની કમાલ

                           આજે અધિક જેઠ સુદ ચૌદસ

આજનો સુવિચાર:- વિવેકશીલ મનુષ્યો હંસની જેમ [જે દૂધ અને પાણીનો ફરક જાણે છે] જગતમાંથી સારું લઈ લે છે અને ખરાબનો ત્યાગ કરે છે. 

હેલ્થ ટીપ્સ:-ભમ્મર પર થોડો ભાર દઈને અંદરથી બહારની તરફ માલિશ કરવાથી થાક ઉતરી જાય છે.

                                  હાથની કમાલ

 

ચીનના હેબેઈ પ્રાંતમાં શિઝિઆઝુંગમાં એક શો દરમિયાન ‘થાઉઝંડ હેંડેડ ગોડેસ ઑફ મર્સી’ની થીમ પર લીડ ડાંસર તાઈ લિંહુઆએ અન્ય 20 મુક-બધિર ડાંસર સાથે પરફોર્મ કર્યું હતું.

                                       ૐ નમઃ શિવાય

અજમાવી જુઓ

                                   આજે અધિક જેઠ સુદ તેરસ

આજનો સુવિચાર:- લોભી માણસ રણ પ્રદેશની વેરાન જમીન જેવો છે, જે વરસાદનું પાણી તથા ઝાકળનું બધું પાણી આતુરતા પી જાય છે, પણ બીજાના ઉપયોગ માટે એક તણખલું કે ફળઝાડ પેદા કરતો નથી. – ફાધર વોલેસ

હેલ્થ ટીપ્સ:- સ્થૂળતા ઘટાડવા માટે ગાજર, ટામેટાં તથા કાકડીના રસનું સેવન કરો.

                                           અજમાવી જુઓ

• પંખા અને લોખંડની બારીઓ કે ગ્રીલ પર જાળા ન જામે તે માટે તેને કેરોસિનથી સાફ કરવા.

• નોનસ્ટિક વાસણોને વિનિગરથી રગડવાથી વાસણ આસાનીથી સાફ થઈ જશે.

• ફર્નિચર પરના ડાઘ સાફ કરવા માટે સિગરેટની રાખમાં વિનિગર ભેળવી ફર્નિચર સાફ કરવું.

• પોતુ મારતી વખતે પાણીમાં થોડીક ગળી ભેળવવાથી લાદી ચમકી ઉઠશે.

• વાળમાં લગાડાવાની ડાઈના રસાયણનાં ડાઘા કપડા પર એક કાંદો કાપીને થોડીવાર મૂકી રાખો અને આ પછી સાબુથી ધોઈ નાખો.

• કપડાં પર લાગેલા ચાના ડાઘા દૂર કરવા એક કપ ગરમ પાનીમાં એક ચમચો બોરેક્સ પાઉડર ભેળવીને એ પાણીથી એ સ્થાન ધોઈ કાઢો.

• ડ્રેસિંગ ટેબલ પરની હેર પિંસ, સોય, યુપીન કે ટાંચણીઓ એક સ્થાને રાખવા માટે લોહચુંબકનો ઉપયોગ કરો.

• મધની શુદ્ધતા ચકાસવા માટે મધનાં ટીપાંને પાણી પર નાખો. શુદ્ધ મધ ગોળો બની તરશે જ્યારે અશુદ્ધ મધ પાણીમાં ઓગળી જશે.

• મરચાની ભૂકીમાં જીવાત ન પડે ત માટે મીઠાની પોટલી મૂકો.

• વાળ તૈલી હોય તો પાણી અને લીંબુના રસને ભેળવી વાળ પર છાંટો અને સૂકાઈ ગયે વાળ ઓળો.

• માથાનો દુઃખાવાથી બચવા માટે લસણની એક કળી ચાવીને ખાવી અને તેની ઉપર એક ગ્લાસ હુંફાળું પાણી પીઓ.

• ફ્રુટ સલાડ બનાવતી વકહ્તે કેળા, સફરજન, સંતરા તેમ જ પપૈયા જેવા ફળો પર વાટેલી રાઈનો લેપ લગાડો. તેથી તે કાળા નહીં પડે.

• ચાંદીના વાસણો પર ટૂથપેસ્ટ ઘસી સૂકાવા દો ત્યાર બાદ તેને સૂકા કપડાથી લૂછવાથી ચાંદી ચમકી ઉઠશે.

• રંગીન કપડાં બોળતી વખતે તેમાં મીઠું અથવા એક ચમચો વિનિગર નાખવાથી કપડાં રંગ ઉડશે નહીં.

• લીંબુને મીઠાની બરણીમાં રાખવાથી લીંબુ બગડશે નહીં.

• ભજિયા બનાવતી વખતે ચણાનાં લોટમાં ચોખાનો લોટ અથવા કૉર્ન ફ્લૉર ઉમેરવાથી ભજિયા ક્રીસ્પી બનશે.

• ઈડલી બનાવવાના આથામાં એક ચમચી મેથીનો ભૂક્કો ઉમેરવાથી ઈડલી મુલાયમ તેમજ નરમ બનશે.

• સુકાયેલા કારેલાની છાલ અનાજ સાથે રાખવાથી અનાજમાં જીવાત નહીં પડે.

                                                                                         — સંકલિત

                                              ૐ નમઃ શિવાય

મ્હાલવા જેવાં મુક્તકો

                           આજે અધિક જેઠ સુદ બારસ

આજનો સુવિચાર:- વિનયહીન વિદ્યા, દયાહીન દાન, ભાવહીન ભક્તિ અને સ્નેહહીન માન એ ચારે દુઃખદાયી છે.

હેલ્થ ટીપ્સ:- લીંબુનો રસ, મધ અને ગુલાબ જળ ભેળવી ચહેરા અને ગરદન પર લગાડવાથી ઉત્તમ ફેસપેક થશે.

  

                            મ્હાલવા જેવા મુક્તકો

પંચ તત્વોનો ખૂલાસો ધ્યાનથી સુણ ઓ બેખબર
પંચરંગોથી રંગાયેલું છે તારું જીવતર
દેવ દાનવ ઈશ માનવ કે પછી પશુ
જે થવું હોય તે થાય, સૌ એ નિર્ભર છે તારા કર્મ પર

સત્ય કેરું વૃક્ષ જગમાં કદીએ કોઈને ન સાંપડ્યું
માર્ગ અપનાવ્યો અ સાચો તેથીએ કશુંએ ના વળ્યું
ડાળીઓ મથતા રહ્યા સૌ થડને કોઈએ ન પકડ્યું
તેથી ફળ અને યત્ન વચ્ચે અંતર વધતું ગયું

કોણ છે નિષ્પાપ જગમાં જા જઈને બતલાવ તું
પાપ વિણ જીવાય શી રીતે મને સમજાવ તું
હું બુરાં કર્મો કરું તુ પણ આપે સજા બુરી
તો પછી તુજમાં ને મુજમાં શો ફરક બતલાવ તું

બાવરા થઈને કદી દર દર ન ભમવું જોઈએ
ભાગ્ય સારૂં હો કે નરસુ મનને ગમવં જોઈએ
વ્યોમ જો ચોપાટ છે સોગઠા પુરૂષાર્થના
જેમ પડતાં જાય પાસા એમ રમવું જોઈએ

માર્ગ ફંટાતો ગયો અને સાથીઓ વળતા ગયા
શૂન્યની સંદૂકમાં સૌએ ખડકાતા ગયા

શૂન્ય પાલનપુરી

                           ૐ નમઃ શિવાય

ફક્ત 15 મિનિટ [જવાબો]

                              આજે અધિક જેઠ સુદ અગિયારસ

આજનો સુવિચાર:- ચડતી અને પડતી એ ઈશ્વરનો અતૂટ નિયમ છે. જેની ચડતી છે તેની પડતી પણ અવશ્ય થવાની છે. જેમ સૂર્ય સવારે આકાશમાં ચઢે છે અને મધ્યાન બાદ નીચે ઊતરે છે. આથી કહેવાય છે કે ‘ચડે તે પડે’.

હેલ્થ ટીપ્સ:-ગરમી ઋતુમાં ફુદીનો પૌષ્ટિક છે.તે શરીરને ઠંડક પહોંચાડે છે. છાશ, દહીં અને રોટીમાં ફુદીનાનો ઉપયોગ હિતાવહ છે.

    આપણા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથી છે. 14મી નવેંમ્બર 1889માં તેમનો જન્મ થયો છે. એ દિવસ ‘બાળદિન’ તરીકે ઓળખાય છે. અને તેમનું અવસાન 27મી મે 1964ના દિવસે થયું હતું.

જવાબો ‘ક’થી શરુ થાય છે.

1] દેવીનું નામ:-કામાક્ષી, કાલિકા
2] શાકના નામ:-કારેલા, કંટોળા, કોબી
3] મીઠાઈમાં વપરાતી વસ્તુ:- કેસર
4] આરતીમાં વપરાતી વસ્તુ:- કપુર
5] શંકરના પુત્રનું નામ:- કાર્તિકેય
6] હિમાલયના પર્વતોનાં નામ:- કાંચનજંઘા, કૈલાસ
7] સરસ્વતી દેવીનું આસન:- કમળ
8] આપણા મહિનાનો એક પક્ષ:- કૃષ્ણ પક્ષ
9] નવા વર્ષની ખરીદી:- કેલેંડર, કાર્ડ
10] આંખોની ઠંડક:- કાજળ
11] આપણી એક આંગળીનું નામ:- કનિષ્કા
12] ધનનો સ્વામી:- કુબેર
13] ગુજરાતી સાહિત્યની લેખિકા:- કુંદનિકા કાપડિયા
14] રાવણનો ભાઇ:- કુંભકર્ણ
15] મૃગની નાભિમાંથી નીકળતી વસ્તુ:- કસ્તુરી
16] શ્રીમતી ગાંધી:- કસ્તુરબા ગાંધી
17] આશુતોષનું નિવાસ સ્થાન:- કૈલાસ
18] કુંતી પુત્ર:- કર્ણ
19] ધાતુનું નામ:- કાંસુ
20] મહિનાનું નામ:- કારતક

જવાબો ‘રંગ’ [ કલર] થી થાય છે.

1] ખટમીઠા ફળનું ઝાડ:- જાંબુડી, નારંગી
2] શિવજીનું રંગીન નામ:- નીલકંઠ
3] સમુદ્રમાં થતી વનસ્પતિ:- વાદળી
4] કૃષ્ણ કરે તે:- લીલા
5] ગુસ્સામાં માણસ થઈ જાય:- રાતો પીળો, લાલ
6] રંગીન ફળને રંગ વગર કહેવાય તે:- નારંગી
7] રંગીલા ભગવાનનું આકર્ષક નામ:- શ્યામ
8] ઉત્તરની ઉજળી પર્વતમાળા:- ધવલગિરી
9] દક્ષિણની રંગીન પર્વતમાળા:- નીલગિરી
10] જયપુર સીટીનું નામ:- પિંક સીટી
11] શાકુંતલના લેખકનું નામ:- કાલિદાસ
12] લોકમાન્ય ટિળકનું છાપું:- કેસરી
13] બ્રુક બોંડ ચાનું નામ:- રેડ લેબલ, ગ્રીન લેબલ
14] રંગીન ધોતિયાને શુ કહેવાય?:- પીતાંબર

  ‘ચ’થી શરુ થતા જવાબો.

1] પૂજામાં વપરાતી વસ્તુ:- ચંદન
2] અનાજ સાફ કરવાનું સાધન:- ચાળણી
3] રજવાડી રમત:- ચોપાટ
4] બંગાળ અને દક્ષિણ ભારતનો મૂખ્ય ખોરાક:- ચોખા
5] સોહાગણ સ્ત્રીનો શણગાર:- ચૂડી, ચાંદલો
6] પાણી ભરવાનું સાધન:- ચંબુ
7] સૂઈ જવા માટે વપરાતી વસ્તુઓ:- ચારસો,ચાદર ચોપાઈ
8] સુગંધી સફેદ ફૂલ:- ચંપો, ચમેલી
9] એકલતાનો સાથી:- ચોપડી
10] કાશ્મીરનું ફ્રૂટ:- ચેરી
11] વરસાદનું પાણી પીતું પક્ષી:- ચાતક
12] ટ્રેન ઊભી રાખવાનું સાધન:- ચેન
13] બંગાળની મીઠાઈ:- ચમચમ
14] રસોઈ માટે વપરાતા સાધન:- ચમચો, ચાકુ
15] વાંદરાની એક જાત:- ચિમ્પાંઝી
16] બાળકને ચાલતો કરવાનું સાધન:- ચાલણગાડી

                                               ૐ નમઃ શિવાય

ફક્ત 15 મિનિટ

                              આજે અધિક જેઠ સુદ [ગંગા દશહરાની સમાપ્તિ]

આજનો સુવિચાર:- પ્રત્યેક બુદ્ધિજીવી માનવી પોતાની ભીતર રહેલી નબળાઈઓને ઓળંગી આગળ વધવાની તાકાત ધરાવે છે. આ માટે તેણે સત્ય જાણી પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા સંનિષ્ઠ પ્રયત્ન કરવો જરૂરી છે.

હેલ્થ ટીપ્સ:- રાત્રિના સમયે ઊંઘ ન આવે ત્યારે ભૂખ લાગે છે. આવા સમયે આઈસક્રીમ ખાઓ કે કોલ્ડડ્રીંક પીઓ. પેટ ભરાયા બાદ આપોઆપ ઊંઘ આવી જશે.

     બહુચર્ચિત મુંબઈની લેડીસ કીટી પાર્ટી માટે કહેવાય છે કે આ પાર્ટીઓમાં કાંતો ખાઓ પીઓ અને એક બીજાના ઘરેણાંની વાતચીત થતી હોય છે. કાં સાસુ વહુની બુરાઈઓ થતી હોય છે. કદાચ 60% જેટલી વાત સાચ્ચી હશે. [જોકે હું એકપણ કીટી પાર્ટીમાં જતી નથી.] પણ ઘણીવાર એ પાર્ટીઓમાં બુદ્ધિને કસવાની રમતો રમાતી હોય છે. તેના સારાંશ રૂપે એક બુદ્ધિ કસવાના સવાલો અહીં રજુ કરું છું. જોકે આ પાર્ટીઓમાં આવા સવાલોનો જવાબ 5 મિનિટમાં જ આપવાના હોય છે જ્યારે આપણને તો વિચારવાનો એક દિવસનો વખત મળશે.

[ આ સવાલો આપવા બદલ મુંબઈ સ્થિત શ્રીમતી ભારતીબેન મણિયારનો મેઘધનુષ તરફ્થી ખૂબ આભાર.]

આ પહેલી રમતનાં જવાબો ‘ક’થી શરુ થાય છે.

1] દેવીનું નામ
2] શાકના નામ
3] મીઠાઈમાં વપરાતી વસ્તુ
4] આરતીમાં વપરાતી વસ્તુ
5] શંકરના પુત્રનું નામ
6] હિમાલયના પર્વતોનાં નામ
7] સરસ્વતી દેવીનું આસન
8] આપણા મહિનાનો એક પક્ષ
9] નવા વર્ષની ખરીદી
10] આંખોની ઠંડક
11] આપણી એક આંગળીનું નામ
12] ધનનો સ્વામી
13] ગુજરાતી સાહિત્યની લેખિકા
14] રાવણનો ભાઇ
15] મૃગની નાભિમાંથી નીકળતી વસ્તુ
16] શ્રીમતી ગાંધી
17] આશુતોષનું નિવાસ સ્થાન
18] કુંતી પુત્ર
19] ધાતુનું નામ
20] મહિનાનું નામ

બીજી એક રમતના જવાબો ‘રંગ’માં [ કલર] હોવા જોઈએ.

1] ખટમીઠા ફળનું ઝાડ
2] શિવજીનું રંગીન નામ
3] સમુદ્રમાં થતી વનસ્પતિ
4] કૃષ્ણ કરે તે
5] ગુસ્સામાં માણસ થઈ જાય
6] રંગીન ફળને રંગ વગર કહેવાય તે
7] રંગીલા ભગવાનનું આકર્ષક નામ
8] ઉત્તરની ઉજળી પર્વતમાળા
9] દક્ષિણની રંગીન પર્વતમાળા
10] જયપુર સીટીનું નામ
11] શાકુંતલના લેખકનું નામ
12] લોકમાન્ય ટિળકનું છાપું
13] બ્રુક બોંડ ચાનું નામ
14] રંગીન ધોતિયાને શુ કહેવાય?

ત્રીજી રમતના જવાબો ‘ચ’થી શરુ થવા જોઈએ.

1] પૂજામાં વપરાતી વસ્તુ
2] અનાજ સાફ કરવાનું સાધન
3] રજવાડી રમત
4] બંગાળ અને દક્ષિણ ભારતનો મૂખ્ય ખોરાક
5] સોહાગણ સ્ત્રીનો શણગાર
6] પાણી ભરવાનું સાધન
7] સૂઈ જવા માટે વપરાતી વસ્તુઓ
8] સુગંધી સફેદ ફૂલ
9] એકલતાનો સાથી
10] કાશ્મીરનું ફ્રૂટ
11] વરસાદનું પાણી પીતું પક્ષી
12] ટ્રેન ઊભી રાખવાનું સાધન
13] બંગાળની મીઠાઈ
14] રસોઈ માટે વપરાતા સાધન
15] વાંદરાની એક જાત
16] બાળકને ચાલતો કરવાનું સાધન

જવાબ જરૂરથી આપશો. ત્રણ રમતની 15 મિનિટ.

                                                       ૐ નમઃ શિવાય

આબે ઝમઝમ

                                    આજે અધિક જેઠ સુદ નોમ

આજનો સુવિચાર:- શ્રવણ અને મનનની ટેવ પાડો. આપણે કોણ છીએ? શું છીએ? ક્યાં છીએ? આ વિશ્વ ક્યાં છે? વિચારો. વાસ્તવમાં તમે ઈશ્વરથી જુદા નથી. — સાંઈબાબા

હેલ્થ ટીપ્સ:- સુખડના લાકડાને પથ્થર પર ગુલાબ જળ સાથે પીસી તેમાં એક ચપટી ફટકડી પાઉડર ઉમેરી અળાઈ પર લેપ કરવાથી અળાઈ મટે છે.

                                         આબે ઝમઝમ

[rockyou id=70303540&w=324&h=243]

    હિંદુ ધર્મમાં જે સ્થાન ગંગાજળનું છે તે સ્થાન ઈસ્લામમાં ‘આબે ઝમઝમ’ નું છે. આબે ઝમઝમ ની ઉત્પત્તિનો જાણવા જેવો નાનકડો ઈતિહાસ છે.

     હઝરત ઈબ્રાહીમ [અ.સ.] ખુદાના આદેશ મુજબ પોતાની પત્ની હઝરત હાજરા અને પુત્ર હઝરત ઈસ્માઈલ [અ.સ.] ને ઉજ્જડ રણપ્રદેશ ‘તિહામહ’ માં મૂકી, મન મક્કમ કરી ચાલ્યા જાય છે. એ પછી ઉજ્જડ વેરાન પ્રદેશમાં પોતાના પુત્ર અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા હઝરત હાજરા સફા અને મરવહ ટેકરીઓ પર સાત ચક્કર મારે છે. પણ ઉજ્જડ પ્રદેશમાં દૂરદૂર સુધી માનવજાત કે પાણીનો એક પણ છાંટો પણ તેમને જોવા મળતો નથી. અંતે થાકીને હઝરત હાજરા સાતમા ચક્કર પછી મરવહ પહાડી પર ઉભા રહે છે, ત્યારે એકાએક તેમને કંઈક અવાજ સંભળાય છે. એ અવાજની શોધમાં તેઓ આસપાસ દૂર સુધી નજર ફેરવે છે. અને પોતાના નવજાત પુત્ર હઝરત ઈસ્માઈલ [અ.સ.] પાસે એક માનવી ઊભેલો તેમને દેખાય છે. દોડતા હઝરત હાજરા પોતાના પુત્ર પાસે આવે છે. બાળક પાસે ખુદાના ફરિશ્તા જિબ્રાઈલને જોઈને તેઓ શાતા અનુભવે છે.

        હઝરત જિબ્રાઈલ ઉજ્જડ રણપ્રદેશમાં અન્ન અને પાણી શોધવામાં બેબાકળા બનેલા હઝરત હાજરા સામે એક નજર કરે છે. પછી ચહેરા પર સ્મિત પ્રસરાવી, પોતાની એડી જમીન પર મારે છે. અને ત્યાંથી એક ઝરણું ફૂટી નીકળે છે. આ એજ ઝરણું જેને આપણે ‘આબે ઝમઝમ’ કહીએ છીએ.

         આ ‘આબે ઝમઝમ’ને કારણે જ ‘તિહમહ’ [રણપ્રદેશ] જેવો વેરાન પ્રદેશ સુંદર મક્કા શહેર બન્યો છે. હઝરત મહંમદ પયગંબર [સ.અ.વ.]એ આબે ઝમઝમ અંગે ફરમાવ્યું છે: ‘ઝમઝમનું પાણી જે ઈચ્છાથી પીશો તો ઈચ્છા પૂર્ણ થશે. તરસ છિપાવવા પીશો તો પ્યાસ બૂઝશે. ભૂખ મિટાવવા પીશો તો પ્ર્ટ ભરાઈ જશે અને બીમારી દૂર કરવા પીશો તો બીમારી દૂર થશે.’

     અને એટલે જ લાખો કરોડો હાજીઓ [યાત્રીઓ] મોટા મોટા કેરબામાં તે ભરી પોતાના દેશ લઈ જાય છે. અને ન્યાઝ એટલે પ્રસાદી રૂપે સૌને આપે છે. હજયાત્રાએ જતા મુસ્લિમો માટે ઝમઝમના પાણી અંગે કેટલીક બાબતો નોંધવા જેવી છે. સૌ પ્રથમ ઝમઝમનું પાણી જેટલું પી શકાય તેટલું અવશ્ય પીઓ. આ પાણીથી વઝુ કરી શકો છો. પણ સૌથી અગત્યની બાબત એ છે કે ઝમઝમના કૂવા પાસે ભૂલથી પણ થૂંકશો નહી કે શરીરની સફાઈ કરશો નહિ.

      આપણે પણ નથી કહેતા ગંગા ગંદી કરશો નહી કે માનસરોવરમાં સ્નાન કરો પણ સાબુથી ન નહાવો કે શરીરની સફાઈ ન કરહ્સો કે કપડાં ન ધોશો. આપણે માટે આ ગંગા, યમુના કે માન સરોવર આપણે માટે ‘આબે ઝમઝમ’ જ છે ને? …….

                                                                       — સૌજન્ય ‘જન કલ્યાણ’

                                        ૐ નમઃ શિવાય

એક સુખદ અનુભવ

                                આજે અધિક જેઠ સુદ આઠમ

આજનો સુવિચાર:- માણસની અંદર જે જે શક્તિ, જ્ઞાન અને પ્રેમરૂપે છે તે માત્ર અર્થ અને કામ એ બે પુરુષાર્થથી ખીલતી નથી, ધર્મથી ખીલે છે. – વિશ્વામિત્ર

હેલ્થ ટીપ:- ગરમીને કારણે માથુ દુઃખતું હોય તો વરીયાળીને ખડીસાકર સાથે પલાડીને તેને ચાવીને ખાવાથી [સાથે જેમાં પલાડેલું પાણી પણ પી જવું] રાહત રહેશે.

                                                      એક અનુભવ

               વર્ષો પહેલાની વાત છે. અમે થોડા વકીલ-મિત્રો રશિયાની મુલાકાતે ગયા હતા. મૉસ્કો, લેનિનગ્રાડ, કીવ અને શોચી જેવાં શહેરોમાં જવાનું હતું.કીવ શહેરમાં અમારો મુકામ હતો. અને અમારા કેટલાક મિત્રો શાકાહારી હતા – એટલે જો સારુ દુધ મલે તો પી લેવું એમ વિચારી અમે દૂધ શોધવા નીકળ્યા. જે હોટલમાં અમારો ઉતારો હતો ત્યાં પૂછ્યું તો એમને જાણવામળ્યુ કે દૂધ ખલાસ થઈ ગયું હતુ. હું અને મારો મિત્ર દૂધની શોધમાં નીકળી પડ્યાં. બે ચાર સ્થળોએ થોડી પૂછપરછ કર્યા બાદ જ્યાં દૂધનું વેચાણ થતું હતું તે સ્થળે લગભગ અડધો પોણો કલાકે પહોંચ્યાં.

     અમે જોયું કે દૂધ લેવા ઘણા માણસો લાઈનમાં ઊભા હતાં. એમાં થોડા ટુરિસ્ટો પણ હતાં. અમારી પાસે બીજો કોઈ રસ્તો ન હોવાને કારણે અમે પણ 70 થી 75 માણસોની લાઈનમાં ઊભા રહી ગયાં. અમારી આગળ એક રશિયન પુરુષ ઊભો હતો. લાઈન ધીરે ધીરે આગળ વધતી હતી. આખરે અમારી આગળ ઊભેલા રશિયન પુરુષનો વારો આવ્યો અને એને દૂધ માંગ્યું. દૂધ આપવા બે ત્રણ જાડી સ્ત્રીઓ ઊભી હતી. તેમના હાવભાવ પરથી અમને એવું લાગ્યું કે દૂધ ખલાસ થઈ ગયું અને તે સ્ત્રીઓ એ દૂધ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. નિરાશ થઈ પેલો માણસ ચાલ્યો ગયો. મારો ટર્ન આવ્યો ત્યારે મેં ઈશારાથી દૂધની બૉટલનું ચિત્ર દોર્યું હતું તે બતાવ્યું અને મને જોઈએ છે એમ ઈશારાથી સમજાવ્યું.

       પેલી સ્ત્રીએ મારી તરફ થોડી ક્ષણ માટે જોયું. ઈશારાથી થોભવા કહ્યું અને સ્ટોરનાં અંદરખંડમાં જઈ અમારા માટે દૂધની બૉટલ લઈ આવી ને આપ્યું. સ્વાભાવિક રીતે અંગ્રેજીમાં મેં તેને પૂછ્યું કે મારી આગળ ઊભેલી વ્યક્તિને શા માટે દૂધ ન આપ્યું? એ બાઈ કાંઈ સમજી નહીં એટલી બાજુમાં ઊભેલી બીજી સ્ત્રીએ મને ભાંગી તૂટી અંગ્રેજીમાં પૂછ્યું કે એ કાંઈ મદદ કરી શકે?. મેં એને સમજાવ્યું કે મારી આગળ ઊભેલા ભાઈને દૂધ આપવાની શા માટે ના પાડી? તો પેલી પહેલી સ્ત્રીએ તરત રશિયનભાષામાં કહ્યું – ઈડિયન ફ્રેંડ્સ- . અને મારી પાછળ ઊભેલી સ્ત્રીએ અંગ્રેજીમા6 મને જનાવ્યું કે ‘ભારત સાથે રશિયાને મિત્રતા છે. મિત્રોનું ધ્યાન રાખવાની અમારી ફરજ છે. તમને ના પાડીએ તો ખોટું ગણાય – એટલે માલિકના સ્ટૉકમાંથી તમારે માટે દૂધ લઈ આવી – હવે ત્રણ થી ચાર કલાક પછી જ દૂધ મળશે…..

         પરદેશીઓની નજરમાં દેશની ઈજ્જત ઓછી ન થાય તેનું ભાન રાખનારી એ સ્ત્રી પ્રત્યે અમે માનની નજરે જોયું અને ખૂબ ખૂબ આભાર કહીને હોટલ તરફ ચાલી નીકળ્યા.

                                                                                                          —– સૌજન્ય જન્મભૂમિ

                                                       ૐ નમઃ શિવાય

એક રોળાયેલું સ્વપ્ન

                  આજે અધિક જેઠ સુદ સાતમ

આજનો સુવિચાર:- અસમાનતા વચ્ચેનાં સંબંધો અયોગ્ય ગણાય છે.

હેલ્થ ટીપ:- નખ પર લીંબુની છાલ રગડવાથી નખ ચમકીલા અને મજબૂત બનશે.
[ મુંબઈ સ્થિત શ્રીમતી ઉર્મિલાબેન પુજારાએ આ કાવ્ય લખી મોકલાવ્યા મેઘધનુષ તરફ્થી ખૂબ આભાર]

[rockyou id=70007966&w=324&h=243]

હતુ સ્વપનુ યુવતીનું
સૂરોને કંઠસ્થ કરવાનું
સ્વર લહેરો પર વિહરવાનું
સરગમને વરવાનું

શૈશવ વીત્યુ ગુંજન કરતું
સ્વર-તાલનો સુમેળ કરતું
કાવ્યને સૂરોમાં ઢાળતું
ઉર્મિ ભર્યો ઉદધિ ઉછાળતું

ખરજથી તાર સપ્તક પહોંચતા
રુંવાડે રુંવાડે સ્પંદન ઉઠંતા
સૂરોને હિલોળે હિંચતા
સૂર-સાગરમાં તરતા તરતા

વાસ્તવ ચક્રવ્યુહમાં ઘેરાતા
રિયાઝનું તેલ ખૂટતા
કર્કશના કંઠને આભડતા
સ્વરોની મૈત્રીવિમુખ થતા

સ્વરો ખોવાયા, સૂરો વિખરાયા
જીવન સરગમ બેસૂર વાગતા
ખોયું સંગીત સાનિધ્ય
રાંપ્યુ સ્વર-સામગ્રીનું સ્વપ્ન!

હતાં અભરખા થવા તાનસેન
બની રહી માતા કાનસેન

ઉર્મિલા પુજારા

                                                  ૐ નમઃ શિવાય

ઉનાળુ પીણાં

                              આજે અધિક જેઠ સુદ છઠ

આજનો સુવિચાર:- જગતમાં જેણે કાંઈ અસાધારણ કરી બતાવવું હોય તો તેણે લોકોનીની નિંદા કે ટીકા સહન કર્યે જ છૂટકો.. ઈર્ષાખોર માણસનું છેલ્લામાં છેલ્લું શસ્ત્ર નિંદા છે.

હેલ્થ ટીપ્સ:- હાથમાંથી કાંદા, લસણની વાસ દૂર કરવા લીંબુની છાલને હાથમાં રગડો.

રાજકારણ, જાહેર વહીવટતંત્ર, શિક્ષણ અને ધર્મક્ષેત્રે સુધારવાદી પગલાં દ્વારા રાષ્ટ્રીયસ્તરે સર્વમાન્ય નેતા બનેલા રાજા રામમોહન રાયનો આજે 22મી મે 1772ના રોજ બંગાળનાં સંપન્ન પરિવારમાં થયો હતો. સતી થવાનો રિવાજ બંધ કરાવી ભારતીય ઈતિહાસમાં તેમણે અગ્રણ્ય સ્થાન મેળવ્યું હતુ.

[ આ ડ્રિંકસની રેસિપી મોકલી આપવા બદલ હાલ કુવૈત સ્થિત શ્રીમતી કુંજલબેન પરીખનો મેઘધનુષ તરફથી ખૂબ આભાર]

[rockyou id=69889738&w=324&h=243]

સાઈટ્રસ કૂલર

સામગ્રી:-
1] 1 ટેબલ સ્પૂન ઑરેંજ સ્ક્વોશ

2] 1 ટી સ્પૂન લેમન જ્યુસ

3] 2 ટી સ્પૂન થીક ફ્રેશ ક્રીમ અથવા 2 ટી સ્પૂન વેનિલા આઈસ્ક્રીમ

4] 1 બોટલ લેમોનેડ

5] 1 મોટો ચમચો સમારેલું મિક્સ ફ્રૂટ્સ [સંતરુ, પાઈનેપલ, ચેરી વગેરે] અથવા કેંડ ફ્રુટ્સ

રીત:-
1] પ્રથમ લેમોનેડને એકદમ ઠંડુ કરો

2] એક મોટા ગ્લાસમાં ફ્રુટ્સ મૂકો અને તેની ઉપર ઑરેંજ સ્ક્વૉશ ઉમેરો

3] ત્યારબાદ તેમાં તેમાં લેમોન જ્યુસ ઉમેરો

4] ત્યારબાદ તેમાં ઠંડુ પાડેલું લેમોનેડ ઉમેરો

5] તેની ઉપર આઈસ્ક્રીમ અથવા ક્રીમ મુકી શણગારો

6] તરત જ સર્વ કરો

કાચી કેરીનો પન્હો

આ પન્હો સખત ગરમીમાં ઠંડક આપે છે.

નીચે આપેલી રીતમાંથી 4 થી 6 ગ્લાસ તૈયાર થશે.

સામગ્રી:-

1] 2 કાચી કેરી

2] ¾ કપ સાકર

3] ½ ટી સ્પૂન એલચીનો પાઉડર

4] ચપટી કેસર

રીત:-

1] કાચી કેરીને પોચી પડી જાય ત્યાં સુધી પાણીમાં ઉકાળો.

2] કેરીને પાણીમાંથી કાઢી તેની છાલ કાઢી નાખો.

3] છાલ કાઢી લીધેલી કેરીમાંથી ગર કાઢી લો.
4] હવે તેમાં સાકર, એલચી પાઉડર, કેસર ઉમેરો અને સારી રીતે ભેળવો.
5] એક ગ્લાસમાં 2 ટેબલસ્પૂન મિક્સ્ચર મૂકો અને તેમાં ઠંડુ પાણી ઉમેરી સર્વ કરો.

[ કેસર અને એલચીના પાઉડરની બદલે શેકેલા જીરાનો પાઉડર અને સંચળનો ઉપયોગ કરી શકો છો]

ખસ કૂલર

આ પીણું ગરમીમાં ખરેખ ઠંડક આપે છે. આ કેવડો, ખસ, ફાલુદાનું મિશ્રણ છે.

નીચે આપેલી રેસિપિમાંથી 5 થી 6 મોટા ગ્લાસ તૈયાર થશે. સર્વ કરતા પહેલાં તેમાં બરફનાં ટુકડા મૂકશો.

સામગ્રી:-
1] 6 ટેબલ સ્પૂન ખસનું સીરપ

2] 6 ટી સ્પૂન કેવડા વૉટર

3] 6 ટી સ્પૂન લેમોન જ્યુસ

4] 6 ટી સ્પૂન ફાલૂદા

5] 200 મિ.લી. વાળી 6 બોટલ લેમોનેડ
6] બરફનાં ટુકડા

રીત:-
1] 1 ½ કપ પાણીમાં ફાલૂદાને 1 કલાક પલાડી રાખો

 2] 1 મોટા ગ્લાસમાં 1 ટેબલ સ્પૂન ખસનો સીરપ મૂકો.
તેમાં 1 ટી સ્પૂન કેવડા વૉટર ઉમેરો, 1 ટી સ્પૂન લેમોન જ્યુસ ઉમેરો અને તેમાં 1 બૉટલ લેમોનેડ ઉમેરો.

3] તેની થોડા પલાડેલાં ફાલૂદા અને બરફનાં ટૂકડા ઉમેરી સર્વ કરો.

આટલી સુંદર રેસિપી આપવા બદલ શ્રીમતી કુંજલબેન પરીખનો ખૂબ આભાર.

                                      ૐ નમઃ શિવાય

શલભાસન

                    આજે અધિક જેઠ સુદ પાંચમ

આજનો સુવિચાર:- મનુષ્ય જાતિમાં બે જૂની કૂટેવો છે. એક તો મેણાં મારવાની અને બીજી આંખ મારવાની. જો પુરુષ આંખ મારવાની અને સ્ત્રી મેણાં મારવાનું બંધ કરે તો જીવન અને સમાજના અડધા સંઘર્ષ ખતમ થઈ જશે.-મુનિ તરુણસાગરજી


 

હેલ્થ ટીપ:- જો વાળ રંગતા હો તો તડકામાં ફરતા પહેલાં વાળ ઢાંકવાનું ભૂલશો નહી.

                                         શલભાસન

[rockyou id=69716645&w=324&h=243]

શલભાસન એક એવું આસન છે જેનાંથી ફેફસાં શક્તિશાળી બને છે.

સંસ્કૃતમાં ‘શલભ’નો અર્થ ‘તીડ’ થાય છે. આ આસનની અંતિમ સ્થિતિનો આકાર ખેતરમાં ઉડતાં તીડની બેસવાની સ્વાભાવિક સ્થિતિ જેવી દેખાય છે. આથી આ આસન ‘શલભાસન’ તરીકે ઓળખાય છે.

આસન કરવાની રીત:- યોગનાં આસનો કદીપણ બિછાનું બિછાવ્યા વગર કરવા નહી.

1] શલભાસન કરવા પેટ પર સૂઈ જાઓ. બંને પગ સાથે જોડાયેલા હોવા જોઈએ. બંને હાથ ઉંધા રાખી જાંઘની નીચે મૂકો..

2] શ્વાસ અંદર ભરો. અને જમણો પગ ધીરે ધીરે બને તેટલો ઉપર ઉઠાવો. પગ ઘુંટણેથી વળે નહી તેમનુ ધ્યાન રાખો.

3] ચીબુક જમીનને અડીને રહેવી જોઈએ.

4] 10 થી 30 સેકંડ આ સ્થિતિમાં રહો.

5] શ્વાસ છોડતાં છોડતાં પૂર્વત સ્થિતિમાં પાછાં આવો.

6] આ રીતે ડાબા પગને ઉપર ઉઠાવો.

આમ આ રીતે 5 થી 6 વખત કરવું.
શલભાસનનો આ એક સરળ પ્રકાર છે.
બીજા પ્રકારમાં શ્વાસ ભરીને બંને પગ સાથે રાખીને ધીરે ધીરે ઉપર ઉઠાવો.
આ ‘શલભાસન’ 2 થી 4 વખત કરવું.

 ‘શલભાસન’નો 3જો પણ એક પ્રકાર છે.

    પૂર્વતઃ સ્થિતિમાં પેટ પર જમીન પર સૂવું અને ત્યાર બાદ ડાબા હાથને કમર પર મૂકો અને શ્વાસને અંદર ભરતાં જમણા હાથને આગળ લંબાવો અને ડાબો પગ ધીરે ધીરે ઉપર ઉઠાવો. આ સ્થિતિમાં થોડીવાર રહેવું ત્યારબાદ પૂર્વતઃ સ્થિતિમાં આવો. ત્યારબાદ ડાબો હાથ લંબાવી અને જમણો પગ ઉઠાવો. આવી રીતે 3 થી 4 વખત કરવું.
આ આસનથી થતાં ફાયદા:-

સર્વાઈકલ સ્પોંડિલાઈટીસમાં આ આસન લાભદાયક છે.

આ આસનમાં પેટનાં નીચેના ભાગ, કમર તથા નિતંબો પર ખેંચાણ અને દબાણ આવવાથી ત્યાંની પેશીઓ મજબૂત થાય છે.

કમરની નીચેનાં હાડકા સુદૃઢ બને છે. પેટ પર વધેલી ચરબી ઘટે છે. પાચનશક્તિ વધે છે અને કબજિયાત દૂર થાય છે.

ગેસની તકલિફ દૂર થાય છે. સ્પ્લિન અને લીવરની મંદતા દૂર થાય છે.

સાવધાની:- હર્નિયા, વધુ પડતી ખાંસી, કરોડરજ્જુમાં જૂની તકલિફ, એસિડિટી, પેટમાં દર્દ, હાઈ બ્લડ પ્રેશરવાળા, હૃદય રોગી તેમજ દમની તકલિફ્વાળાને માટે આ આસન હિતકારી નથી.

                                       ૐ નમઃ શિવાય