આરોગ્ય મંત્ર

                         આજે  વૈશાખ વદ ચોથ

 આજનો સુવિચાર:-સુખ અને દુઃખને સરખી રીતે માણવાની આ યુગમાં સૌથી જરૂરી છે. પ્રણવાનંદજી

હેલ્થ ટીપ્સ:- તુલસીની ચા રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

[rockyou id=67503185&w=426&h=320]

      આજના ફાસ્ટફુડના જમાનામાં તેમજ ભાગાદોડીના જમાનામાં વ્યક્તિને કોઈ નેં કોઈ પ્રકારની બિમારી લાગુ પડતી  હોય છે પરંતુ જો સામાન્યમા સામાન્ય બાબત પર ધ્યાન આપવામાં આવે તો સ્વાસ્થય સુંદર રહી શકે છે.

      દરેક વ્યક્તિને પોતે નક્કી કરેલા લક્ષ્યોને  સિદ્ધ કરવાની એક અદમ્ય ઝંખના હોય છે. આ ઝંખના પૂર્ણ કરવા તંદુરસ્ત રહેવું જરૂરી છે. આ માટે વ્યક્તિએ થોડી જાગૃક્તા રાખવી જરૂરી છે. થોડા નિયમો પાળવામાં આવે તો સ્વાસ્થ્ય સુંદર રીતે જળવાઈ રહે.  

સૂર્યોદય પહેલાં ઊઠીને ઓછામાં ઓછું 3 કિ.મી. ચાલવાનું રાખો. આ કરવાથી તાજગી મળશે.

શરીરને કરોડરજ્જુના ભાગેથી સીધું રાખો. બેસો તો ટટ્ટાર બેસો, ચાલો તો ટટ્ટાર, ઊભા રહો તો ટટ્ટાર. શરીર સ્ફુર્તિમય રહેશે.

ભોજન ખૂબ ચાવીને ખાઓ. તેનાથી પાચનક્રિયા સારી રહેશે. કોઈ બીમારી થતી નથી. રોજિંદા ભોજન ની મદદથી સ્વાસ્થ્યતા જળવાય છે.

જાડાપણું અને સ્થૂળતાનું કારણ ગળ્યા અને તળેલાં પદાર્થોનું વધુ પડતું સેવન. જેનાંથી ચરબી વધે છે, આળસ અને સુસ્તી આવે છે. માટે આવા પદાર્થોનું સેવન યોગ્ય પ્રમાણમાં લેવું યોગ્ય છે.

 ઝડપથી પચે તેવો ખોરાક લો. ભારે ખોરાક લેવાયો હોય તો  તે દિવસે બીજી વખત ખોરાક લેવાનું ટાળો. એકટાણું કરો.

વાહનનો મોહ છોડી ચાલવાની આદત રાખો જેથી સ્નાયુઓને કસરત મળશે.

 શક્ય હોય ત્યાં સુધી ભોજનમાં ફળો અને સલ્લડનો વધારે ઉપયોગ કરો જેમાંથી  કુદરતી તેલ અને જરૂરી વિટામીનો મળી રહેશે.  આળસ દૂર કરી દરેક કાર્યને તત્પરતાથી કરો.  

ઘરનાં દરેક કાર્યો જાતે કરવાની આદત રાખો. આ કાર્યો  બધી જ કસરત બરાબર છે.

કાર્યમાં વ્યસ્ત રહેવું એ આશીર્વાદરૂપ છે. વ્યસ્ત રહેશો તો દીર્ધાયુ પ્રાપ્ત થશે.

 રોજિંદા જીવનમાં પોતાના વ્યક્તિત્વ અનુરૂપ વસ્ત્રો પહેરો. 

જીવનની પ્રગતિ માટે સતત  ચાલતા રહો.

જીવનમાં લક્ષ્ય, કાર્ય તથા ઉદેશ્ય પ્રત્યે સમર્પનની ભાવના રાખો.

 શરીરની સુંદરતા એ જ શરીરની સ્વચ્છતા છે તેથી તેનું ધ્યાન રાખવુ જરૂરી છે.  

સૂતા પહેલાં બ્રશ કરો અને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો આમ કરવાથે મન તથા તન બંને તાજગી અનુભવાશે.

વાળમાં નિયમિત રૂપે તેલ નાખતા રહો. વાળ ઓળેલા રાખો. અનાવશ્યક વાળને દૂર કરો.

 વ્યસ્ત જીવનમાં પણ પ્રભુને ભૂલશો નહી. અચૂક સમય ફાળવી પ્રાર્થના કરો. 

ક્રોધ શરીર, મન અને વિચારોનો દુશ્મન છે. જેટલો ક્રોધ નિયંત્રણમા રહેશે તેટલું મન સ્વસ્થ રહેશે અને વિચારોને વાચા મળશે.

વાણી અને મન બંને ખૂબ ચંચળ છે. તેમનાથી અપમાનિત થવું ન પડે તેનું ધ્યાન રાખો.

આટલું જો ધ્યાનમાં રાખશો તો મન અને શરીર બંને સ્વસ્થ રહેશે અને પ્રગતિ પામશો.. 

                                       ૐ નમઃ શિવાય     

Advertisements

2 comments on “આરોગ્ય મંત્ર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s