સોણલાની જાળ

                         આજે વૈશાખ વદ બારસ

આજનો સુવિચાર:-કાલનું કામ આજે કરો, આજનું કામ હમણાં કરો. કાલચક્રમાં ક્યારે ભરખાઈ જઈએ કોને ખબર છે.

હેલ્થ ટીપ્સ:- ચેરીનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડે છે, ડાયાબિટીસને કાબુમાં રાખે છે, આર્થારાઈટીસના દુઃખાવામાં રાહત આપે છે, આપણી કુદરતી પ્રક્રિયાને વેગ આપે છે, શાંતિથી નીંદર આપે છે.

[rockyou id=68687196&w=426&h=320] 

સોણલાની જાળ

ઘેરી સોણલા કેરી જાળ
દેખાય વિશ્વ ખૂબ ખૂશાલ
વાગે આનંદ કરતાલ
જ્યારે જાગીને જોઉં તો
નષ્ટ થઈ રોજ પડે કાલ
  — ઘેરી

મારાં સપનાંમાં ઉડતી આકાશે
ગૂંથતી તારલિયાની માળા
હસતા ચાંદાના પાડતી ચાળા
ઉષાને રંગ દેતી રંગ દેતી
રંગ દેતી લાલ
  — ઘેરી

કોઈ દિન હૈયું આ ધબધબકારતું
કાળ સમા પડછાયા ધસતાં જ્યારે
ત્રાહી ત્રાહી પુકારું રે
થર થર કાંપુ જાગુ તોય ના જંપુ
ત્યારે આ કરું કે તે જ એવો
મુઝવે મને ખ્યાલ
  — ઘેરી

રાત્રીનાં સોણલા વણતેડ્યાં આવતા
દિવસે હું જાણી જોઈ લાવું
સારા જીવનનું સ્વપનું થાઉં
અઘોર નીંદ દેતી રાત પૂર્ણ થાય
ના કરાળ
  — ઘેરી

શ્રી નીનુ મઝૂમદાર લિખીત આ કાવ્ય હું માં સ્કૂલમાં ભણતી હતી ત્યારે શીખી હતી. તેનાં સંગીતકાર [કદાચ] શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય છે.

                                                        ૐનમઃ શિવાય

Advertisements

2 comments on “સોણલાની જાળ

 1. રાત્રીનાં સોણલા વણતેડ્યાં આવતા
  દિવસે હું જાણી જોઈ લાવું
  સારા જીવનનું સ્વપનું થાઉં
  અઘોર નીંદ દેતી રાત પૂર્ણ થાય
  ના કરાળ — ઘેરી

  સુંદર ગીત લઈને આવ્યા છો.. વાંચવાની મજા પડી ગઈ..

  Like

 2. સુન્દર ગીત મારું મનગમતું.

  અને વચલા બેન,ચેરી મુંબઇ માં બહુ મળે છે હો.!! હેલ્થ માટે સારી ને?

  સમજી ગયા ને?તેજી ને ટકોર જ હોય ને?

  હાઆઆઆઆ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s