આજે વૈશાખ વદ અમાસ
આજનો સુવિચાર:- જેઓ અવસર પ્રમાણે યોગ્ય વર્તન કરે તથા વાતને યોગ્ય સમયે વાળી દે તેઓ સૌના પ્રિય બને છે. — પ્રણવાનંદજી
હેલ્થ ટીપ:- ચારોળીના ઝાડની છાલને દૂધમાં વાટી તેમાં મધ ભેળવી પીવાથી રક્તાતિસાર મટે છે. – ડૉ. મલ્લિકા ઠાકુર
લોકગીત
[rockyou id=68981491&w=256&h=192]
મેં તો મથી મથી માળા ફેરવી રે
એનાં ગુંચવાઈ ગયા પારા રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
મેં તો અમરો ને ડમરો વાવ્યો રે
મેં ન’તો વાયો તુલસીનો ક્યારો રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
મેં તો ગોંદરે ગાયો ચારી રે
કે મારે ખૂંટે રહી ગઈ ભૂખી રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
હું તો અડસઠ તીરથે ગયા રે
તારા માબાપ રહી ગયા ઘરે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
હું તો ગંગા જમુના નાહી રે
મારાં કાળજા રહી ગયાં કોરા રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
મેં લખ ચોરાશી જમાડ્યાં રે
તારા ભોણિયા રહી ગયા ભૂખાં રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
મેં તો સાધુ સંત જમાડ્યાં રે
મારું કુટુંબ રહી ગયું ભૂખ્યું રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
પાલનપુરના હનુમાન આશ્રમની બેનો આ ગીત ગાતા ગાતા ઘઉં સાફ કરતી હતી. મને ખૂબ ગમી ગયું તેથી અહીં તેની રજુઆત કરું છું. આપણા આ આયખાની કેટલી સુંદર વાતો કહી છે આ ભજનમાં !!
ૐ નમઃ શિવાય
લોકસાહીત્યમાં રીપીટીશન પ્રથમ નજરે મોનોટોનસ લાગે પરંતુ એકની એક રીત નવી નવી એકાદ પંક્તી ઉમેરતાં જઈને વિચાર કે ભાવનું દૃઢીકરણ કરી આપે છે. વર્ષો સુધી મનમાંથી એ ખસતું નથી એમાં દૃઢીકરણનો મોટો હીસ્સો છે.
રચનાઓ ગમેતેટલી લાંબી હોય તો પણ આ રીપીટીશનને કારણે યાદ રહી જાય છે.
મઝાનું ગીત છે. આત્મમંથન કરવાનો દાવો આવા અભણ લોકો પણ કરી શકે છે.આખી રચના આત્મમંથનથી ભરેલી છે.
LikeLike
હું તો અડસઠ તીરથે ગયા રે
તારા માબાપ રહી ગયા ઘરે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
sundar geet.
LikeLike
રામના રખવાળા પામવા હોય તો
આજુબાજુ નજર ફેરવો, સહુને સુખ
સંતોષ અર્પો.
આપોઆપ રામ રીઝશે.
LikeLike
સુંદર…
LikeLike