ફક્ત 15 મિનિટ

                              આજે અધિક જેઠ સુદ [ગંગા દશહરાની સમાપ્તિ]

આજનો સુવિચાર:- પ્રત્યેક બુદ્ધિજીવી માનવી પોતાની ભીતર રહેલી નબળાઈઓને ઓળંગી આગળ વધવાની તાકાત ધરાવે છે. આ માટે તેણે સત્ય જાણી પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા સંનિષ્ઠ પ્રયત્ન કરવો જરૂરી છે.

હેલ્થ ટીપ્સ:- રાત્રિના સમયે ઊંઘ ન આવે ત્યારે ભૂખ લાગે છે. આવા સમયે આઈસક્રીમ ખાઓ કે કોલ્ડડ્રીંક પીઓ. પેટ ભરાયા બાદ આપોઆપ ઊંઘ આવી જશે.

     બહુચર્ચિત મુંબઈની લેડીસ કીટી પાર્ટી માટે કહેવાય છે કે આ પાર્ટીઓમાં કાંતો ખાઓ પીઓ અને એક બીજાના ઘરેણાંની વાતચીત થતી હોય છે. કાં સાસુ વહુની બુરાઈઓ થતી હોય છે. કદાચ 60% જેટલી વાત સાચ્ચી હશે. [જોકે હું એકપણ કીટી પાર્ટીમાં જતી નથી.] પણ ઘણીવાર એ પાર્ટીઓમાં બુદ્ધિને કસવાની રમતો રમાતી હોય છે. તેના સારાંશ રૂપે એક બુદ્ધિ કસવાના સવાલો અહીં રજુ કરું છું. જોકે આ પાર્ટીઓમાં આવા સવાલોનો જવાબ 5 મિનિટમાં જ આપવાના હોય છે જ્યારે આપણને તો વિચારવાનો એક દિવસનો વખત મળશે.

[ આ સવાલો આપવા બદલ મુંબઈ સ્થિત શ્રીમતી ભારતીબેન મણિયારનો મેઘધનુષ તરફ્થી ખૂબ આભાર.]

આ પહેલી રમતનાં જવાબો ‘ક’થી શરુ થાય છે.

1] દેવીનું નામ
2] શાકના નામ
3] મીઠાઈમાં વપરાતી વસ્તુ
4] આરતીમાં વપરાતી વસ્તુ
5] શંકરના પુત્રનું નામ
6] હિમાલયના પર્વતોનાં નામ
7] સરસ્વતી દેવીનું આસન
8] આપણા મહિનાનો એક પક્ષ
9] નવા વર્ષની ખરીદી
10] આંખોની ઠંડક
11] આપણી એક આંગળીનું નામ
12] ધનનો સ્વામી
13] ગુજરાતી સાહિત્યની લેખિકા
14] રાવણનો ભાઇ
15] મૃગની નાભિમાંથી નીકળતી વસ્તુ
16] શ્રીમતી ગાંધી
17] આશુતોષનું નિવાસ સ્થાન
18] કુંતી પુત્ર
19] ધાતુનું નામ
20] મહિનાનું નામ

બીજી એક રમતના જવાબો ‘રંગ’માં [ કલર] હોવા જોઈએ.

1] ખટમીઠા ફળનું ઝાડ
2] શિવજીનું રંગીન નામ
3] સમુદ્રમાં થતી વનસ્પતિ
4] કૃષ્ણ કરે તે
5] ગુસ્સામાં માણસ થઈ જાય
6] રંગીન ફળને રંગ વગર કહેવાય તે
7] રંગીલા ભગવાનનું આકર્ષક નામ
8] ઉત્તરની ઉજળી પર્વતમાળા
9] દક્ષિણની રંગીન પર્વતમાળા
10] જયપુર સીટીનું નામ
11] શાકુંતલના લેખકનું નામ
12] લોકમાન્ય ટિળકનું છાપું
13] બ્રુક બોંડ ચાનું નામ
14] રંગીન ધોતિયાને શુ કહેવાય?

ત્રીજી રમતના જવાબો ‘ચ’થી શરુ થવા જોઈએ.

1] પૂજામાં વપરાતી વસ્તુ
2] અનાજ સાફ કરવાનું સાધન
3] રજવાડી રમત
4] બંગાળ અને દક્ષિણ ભારતનો મૂખ્ય ખોરાક
5] સોહાગણ સ્ત્રીનો શણગાર
6] પાણી ભરવાનું સાધન
7] સૂઈ જવા માટે વપરાતી વસ્તુઓ
8] સુગંધી સફેદ ફૂલ
9] એકલતાનો સાથી
10] કાશ્મીરનું ફ્રૂટ
11] વરસાદનું પાણી પીતું પક્ષી
12] ટ્રેન ઊભી રાખવાનું સાધન
13] બંગાળની મીઠાઈ
14] રસોઈ માટે વપરાતા સાધન
15] વાંદરાની એક જાત
16] બાળકને ચાલતો કરવાનું સાધન

જવાબ જરૂરથી આપશો. ત્રણ રમતની 15 મિનિટ.

                                                       ૐ નમઃ શિવાય

Advertisements

6 comments on “ફક્ત 15 મિનિટ

 1. 1] દેવીનું નામ – કામાક્ષી
  2] શાકના નામ – કારેલું
  3] મીઠાઈમાં વપરાતી વસ્તુ – કેસર
  4] આરતીમાં વપરાતી વસ્તુ – કપુર
  5] શંકરના પુત્રનું નામ – કાર્તિકેય
  6] હિમાલયના પર્વતોનાં નામ – કાંચનજંઘા
  7] સરસ્વતી દેવીનું આસન – કમળ
  8] આપણા મહિનાનો એક પક્ષ – કૃષ્ણ
  9] નવા વર્ષની ખરીદી – કાર્ડ
  10] આંખોની ઠંડક – કાજળ
  11] આપણી એક આંગળીનું નામ
  12] ધનનો સ્વામી – કુબેર
  13] ગુજરાતી સાહિત્યની લેખિકા – કુંદનિકા
  14] રાવણનો ભાઇ – કુંભકર્ણ
  15] મૃગની નાભિમાંથી નીકળતી વસ્તુ – કસ્તુરી
  16] શ્રીમતી ગાંધી – કાશ્મીરી
  17] આશુતોષનું નિવાસ સ્થાન – કૈલાસ
  18] કુંતી પુત્ર – કર્ણ
  19] ધાતુનું નામ – કાંસુ
  20] મહિનાનું નામ – કારતક

  Like

 2. 1] ખટમીઠા ફળનું ઝાડ – નારંગી
  2] શિવજીનું રંગીન નામ – કાળનાથ
  3] સમુદ્રમાં થતી વનસ્પતિ – કોરલ
  4] કૃષ્ણ કરે તે – લીલા
  5] ગુસ્સામાં માણસ થઈ જાય -લાલ
  6] રંગીન ફળને રંગ વગર કહેવાય તે –
  7] રંગીલા ભગવાનનું આકર્ષક નામ – રાતા
  8] ઉત્તરની ઉજળી પર્વતમાળા – ધવલ
  9] દક્ષિણની રંગીન પર્વતમાળા –
  10] જયપુર સીટીનું નામ – પીંક
  11] શાકુંતલના લેખકનું નામ – કાલીદાસ
  12] લોકમાન્ય ટિળકનું છાપું – કેસરી
  13] બ્રુક બોંડ ચાનું નામ – રેડ લેબલ્
  14] રંગીન ધોતિયાને શુ કહેવાય? – પીતાંબર

  Like

 3. ] પૂજામાં વપરાતી વસ્તુ – ચંદન
  2] અનાજ સાફ કરવાનું સાધન – ચારણી
  3] રજવાડી રમત – ચોપાટ
  4] બંગાળ અને દક્ષિણ ભારતનો મૂખ્ય ખોરાક – ચાવલ
  5] સોહાગણ સ્ત્રીનો શણગાર – ચાંલ્લો
  6] પાણી ભરવાનું સાધન –
  7] સૂઈ જવા માટે વપરાતી વસ્તુઓ – ચાદર, ચોરસો
  8] સુગંધી સફેદ ફૂલ – ચંપો
  9] એકલતાનો સાથી – ચોપડી
  10] કાશ્મીરનું ફ્રૂટ – ચીકુ, ચીલગુજા ?
  11] વરસાદનું પાણી પીતું પક્ષી – ચાતક
  12] ટીન ઊભી રાખવાનું સાધન
  13] બંગાળની મીઠાઈ – ચમ ચમ
  14] રસોઈ માટે વપરાતા સાધન – ચમચો
  15] વાંદરાની એક જાત – ચીમ્પાન્ઝી
  16] બાળકને ચાલતો કરવાનું સાધન – ચાલણગાડી

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s