મ્હાલવા જેવાં મુક્તકો

                           આજે અધિક જેઠ સુદ બારસ

આજનો સુવિચાર:- વિનયહીન વિદ્યા, દયાહીન દાન, ભાવહીન ભક્તિ અને સ્નેહહીન માન એ ચારે દુઃખદાયી છે.

હેલ્થ ટીપ્સ:- લીંબુનો રસ, મધ અને ગુલાબ જળ ભેળવી ચહેરા અને ગરદન પર લગાડવાથી ઉત્તમ ફેસપેક થશે.

  

                            મ્હાલવા જેવા મુક્તકો

પંચ તત્વોનો ખૂલાસો ધ્યાનથી સુણ ઓ બેખબર
પંચરંગોથી રંગાયેલું છે તારું જીવતર
દેવ દાનવ ઈશ માનવ કે પછી પશુ
જે થવું હોય તે થાય, સૌ એ નિર્ભર છે તારા કર્મ પર

સત્ય કેરું વૃક્ષ જગમાં કદીએ કોઈને ન સાંપડ્યું
માર્ગ અપનાવ્યો અ સાચો તેથીએ કશુંએ ના વળ્યું
ડાળીઓ મથતા રહ્યા સૌ થડને કોઈએ ન પકડ્યું
તેથી ફળ અને યત્ન વચ્ચે અંતર વધતું ગયું

કોણ છે નિષ્પાપ જગમાં જા જઈને બતલાવ તું
પાપ વિણ જીવાય શી રીતે મને સમજાવ તું
હું બુરાં કર્મો કરું તુ પણ આપે સજા બુરી
તો પછી તુજમાં ને મુજમાં શો ફરક બતલાવ તું

બાવરા થઈને કદી દર દર ન ભમવું જોઈએ
ભાગ્ય સારૂં હો કે નરસુ મનને ગમવં જોઈએ
વ્યોમ જો ચોપાટ છે સોગઠા પુરૂષાર્થના
જેમ પડતાં જાય પાસા એમ રમવું જોઈએ

માર્ગ ફંટાતો ગયો અને સાથીઓ વળતા ગયા
શૂન્યની સંદૂકમાં સૌએ ખડકાતા ગયા

શૂન્ય પાલનપુરી

                           ૐ નમઃ શિવાય

4 comments on “મ્હાલવા જેવાં મુક્તકો

 1. સત્ય કેરું વૃક્ષ જગમાં કદીએ કોઈને ન સાંપડ્યું
  માર્ગ અપનાવ્યો અ સાચો તેથીએ કશુંએ ના વળ્યું
  ડાળીઓ મથતા રહ્યા સૌ થડને કોઈએ ન પકડ્યું
  તેથી ફળ અને યત્ન વચ્ચે અંતર વધતું ગયું

  very nice..!!!..its true..!!

  Like

 2. મારા બહુ જ પ્રીય કવી.
  હીન્દુત્વને એમણે કેટલું પચાવ્યું હતું એ પહેલા મુક્તક્માંથી જણાઇ આવે છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s