ઉનાળામાં ઠંડક આપતા પ્રાણાયમ

                                    આજે અધિક જેઠ વદ બીજ

આજનો સુવિચાર:- દુનિયામાં અકારણે વેરી ઘણાં હોય છે, તમે અકારણે ઉપકારી બનો.

હેલ્થ ટીપ્સ:-ભૂખ ન હોવા છતાં ખાવું અને ચાવ્યા વગર ઝડપથી ખાવું એ રોગોને નોતરું આપવાનું કામ કરે છે.

                              ઉનાળામા ઠંડક આપતા પ્રાણાયમ

 [rockyou id=71600645&w=324&h=243]

શીતલી પ્રાણાયમ :-

[1] સુખાસન કાંતો વજ્રાસન અથવા તો પદ્માસન અથવા જે આસનમાં અનુકૂળ પડે તે આસનમાં બેસી હાથ ઘૂંટણ પર રાખો..

[2] જીભને તેના બંને છેડાથી ઉપરની બાજુએ નળી જ્ર્વો આકાર થાય તેમ રાખો.

[3] મોઢું ખૂલ્લું રાખો અને મોઢા વાટે જીભના નળી જેવો આકાર બનાવી તેમાંથી હવા પસાર થાય તે રીતે ફેફસાં હવાથી પૂરેપૂરાં ભરાઈ જાય તેમ શ્વાસ અંદર લો. [Inhale]

[4] થોડીવાર શ્વાસને અંદર રોકી રાખો પછી મોઢું બંધ કરી નાક વાટે હવા બહાર કાઢી નાખો.

[5] આ ક્રિયાનું પુનરાવર્તન 8 થી 10 વખત કરો.

શિયાળામાં આ પ્રાણાયામ અલ્પ માત્રામાં કરવો નહીં તો શરદી થઈ જશે.

આ પ્રાણાયામ કરવાથી ઉનાળામાં એરકંડિશન જેવી ઠંડક અનુભવશો. ભૂખ અને તરસ છિપાશે. હાઈ બી.પી.માં ફાયદો થશે.રક્તશુદ્ધિનું કાર્ય કરે છે.

સીતકારી પ્રાણાયમ:-

1] ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે આસનમાં બેસો.

2] જીભને તાળવા સાથે અડાડો.

3] જીભને અંદર તરફ થોડી વાળીને ઉપર અને નીચેના દાંત થી દબાવો.

4] હોઠ ખુલ્લા રાખી સિસ્કારા જેવો ધીમો અવાજ આવે તે રીતે મોંઢાથી ફેફસા ભરાઈ જાય તે રીતે શ્વાસ ભરો.

5] થોડીવાર શ્વાસ રોકો.

6] ત્યારબાદ મોઢું બંધ રાખી નાકેથી ધીરે ધીરે શ્વાસ બહાર કાઢો.

8 થી 10 વખત આ ક્રિયાનું પુનરાવર્તન કરવું. આ ક્રિયાથી શરીર ઠંડુ પડશે. ઉનાળામાં તરસ છિપાય છે અને ગરમીમાં રાહત રહે છે. શિયાળામાં આ પ્રાણાયામ ન કરવો. શરદી અને કફ થઈ જશે.

આ પ્રાણાયામથી ઉપરોક્ત લાભ થશે. તે ઉપરાંત પાયોરિયા, દાંતનાં રોગો, ગળા અને જીભના રોગોમાં પણ ફાયદો થશે.

                                              ૐ નમઃ શિવાય