હિમાલયે તું કેદારમ

                                     આજે અધિક જેઠ વદ આઠમ

આજનો સુવિચાર:- જો શ્રધ્ધા અને આસ્થા હોય તો કોઈ પણ કાર્યની સફળતા માટે ઉંમર આડખીલી રૂપ નથી.

હેલ્થ ટીપ્સ:- ગરમ દિવેલના ચાર ચાર ટીપા નાકમાં નાખવાથી બંધ નાક ખૂલી જશે.

 [rockyou id=72328079&w=426&h=319]

                                            કેદારનાથ

    ઉત્તરાંચલની ચારધામની યાત્રા એટલે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રીની યાત્રા. મુંબઈથી આ યાત્રા 19 દિવસમાં થાય છે. મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી આગળ બસમાં અથવા તો પ્રાઈવેટ ટેક્સી દ્વારા થઈ શકે છે. બદ્રીનાથ અને ગંગોત્રી સુધી તો ટેક્સી પહોંચી શકે છે. યમનોત્રી અને કેદારનાથ ઊંચાઈએ આવ્યા હોવાથી તે યાત્રા ધોડા પર કાંતો ડોલી પર અથવા પગપાળા કરી શકાય છે. નાના બાળકોને મજબૂત પહાડી જુવાનો કંડીલમાં લઈને ચઢી જાય છે.

        કેદાર શબ્દનો અર્થ જળથી સભર ધરતી થાય છે.

       ગઢવાલ જિલ્લામાં 11,750 ફૂટની ઊંચાઈએ આવેલા કેદારનાથનું એક અનોખું માહત્મ્ય છે. પથ્થરના આ મંદિરને ઈ.સ. 1099માં ભોજરાજાએ બનાવ્યુ6 હતું અને તેનો જિર્ણોદ્ધાર 1800માં અહિલ્યાબાઈ કરાવ્યો હતો.. આ યાત્રા બદ્રીનાથ, કેદારનાથ, પશુપતિનાથની ભેગી થઈને એક થાય છે. પશુપતિનાથ નેપાલમાં આવ્યું છે. પરંતુ કેદારનાથ અને બદ્રીનારાયણની યાત્રા સાથે થઈ શકે છે.
     કેદારનાથનું આ લિંગ શિવલિંગ નથી. પણ ફક્ત ત્રિકોણાકાર ઊંચો ભાગ છે, જે નંદીનો પુષ્ઠભાગ ગણાય છે. આ કેદારનાથની કથા કાંઈ અનોખી છે. શિવજીના આ દિવ્ય જ્યોતિર્લિંગની કથા મહાભારતમાં છે. કૌરવ અને પાંડવોના આ યુદ્ધમાં અનેકની હત્યા થઈ હતી, તેનાં પાપ નિવારણ માટે પાંડવો કાશી ગયા. ત્યાં પાંડવોને ખબર પડી કે ભગવાન શિવજી હિમાલયમાં છે તેથી તેઓ શિવજીનાં દર્શનાર્થે હિમાલય ગયા. પરંતુ શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. પાંડવો તેમની શોધમાં ગૌરીકુંડ વિસ્તારમાં પહોંચ્યા. ત્યારે એક નંદીને નકુલ સહદેવે જોયો જેનાં શીંગડા જમીનમાં ખોંસાયેલા હતાં. ભીમે તેને બહાર કાઢવા ગદા પ્રહાર કરી ઘાયલ કર્યો પરંતુ શીગ જમીનમાં ખોસાયેલા હોવાને કારણે નંદી બહાર નાનીકળી શક્યો તેથી ભીમે તેને બળપૂર્વક બહાર કાઢતા તેનું માથું અને ધડ અલગ થઈ ગયા અને માથું નેપાળમાં જઈ પડ્યું અને પૂંઠનો ભાગ કેદારધામમાં પડ્યો.

ત્યારબાદ પ્રભુએ પાંડવોને જ્યોતિરૂપે દર્શન આપ્યાં. ભીમને પોતાના કૃત્યનો ક્ષોભ થતાં તેણે નંદીના પુષ્ઠભાગને ઘીથી મર્દન કરી આપ્યું. આમ આજે પણ ભાવિકો કેદારનાથમાં કેદારનાથજીની પૂજા ઘી ચોળીને કરે છે.

        કહેવાય છે કે કેદારનાથજી દર્શન વગર બદ્રીનાથની યાત્રા અધૂરી ગણાય છે. અને આ યાત્રા સફળ નથી થતી. કેદારનાથ પહોંચવા હૃષીકેશ અને કોટદ્વાર સુધી પહોંચ્યા બાદ ગૌરીકુંડ પહોંચવું પડે છે. ત્યારબાદ 14 કિ.મી.ની યાત્રા પગપાળા કાંતો ઘોડા પર કાંતો ડોલીમાં કરવામાં આવે છે. આમ આ બદ્રીકેદારની યાત્રા સંપૂર્ણ થાય છે.

                                    ૐ નમઃ શિવાય