કેળાં

                       આજે અધિક જેઠ વદ બારસ

આજનો સુવિચાર:- કૃષ્ણ ધર્માતિત છે, ગુણાતીત છે. બધાથી પર છે. – મોરારી બાપુ

હેલ્થ ટીપ્સ:- પાંચ બદામને પલાડી, વાટીને ચહેરા પર લગાડી 15 મિનિટ સૂકાવા દો ત્યારબાદ નવશેકા પાણીથી ચહેરો ધોવાથી ચહેરાનો ભેજ અને તેલનું સમતુલન રહેશે.

                                                     કેળાં

[rockyou id=72886400&w=324&h=242] 

     ઘણીવાર આપણે સવારે ઊઠીએ ત્યારે થાક અને કંટાળો વર્તાતો હોય છે. જેને મોર્નિંગ સીકનેસ કહેવાય છે. આ લાગણી દૂર કરવા સવારના નાસ્તા અને ભોજન વચ્ચે એક કેળું ખાવાથી રક્તનું પરિભ્રમણ વધે છે અને સ્ફૂર્તિ અનુભવાય છે.

    કેળાંમાં રહેલાં ખનિજ તત્વો અને વિટામિન આપણા સ્વાસ્થ્યને અનેક રીતે સારું રાખે છે. સફરજન કરતાં પણ કેળાં વધુ ગુણકારી છે. તેમાં ત્રણ પ્રકારની શર્કરા [શુગર] છે જેવી કે સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ છે સાથે સાથે કેળામાં ફાઈબર પણ છે. માત્ર બે કેળાં ખાવાથી દોઢ કલાક સક્રિય કાર્ય કરી શકાય છે. આપણી કેટલીય સામાન્ય શારીરિક સમસ્યાઓ કેળાંના ઉપયોગથી દૂર થય છે.

       કેળામાં રહેલો ટ્રિપ્ટોફેમ નામક પ્રોટીન શરીરમાં જઈને સેરોટિનાઅં પ્રવર્તિત થાઈને શરીરને આરામ આપે છે તેથી કેળું ડિપ્રેશનમાં આરામદાયક છે અને આનંદનો અનુભવ થાય છે.

         કેળામાં રહેલું વિટામિન બી-6 લોહીમાં રહેલી શર્કરાનું નિયમન કરતું હોવાથી મહિલાઓને માસિકધર્મમાં કેળાં ખાવા હિતાવહ છે. જેનામાં હેમોગ્લોબિન ઓછું હોય છે તો કેળામાં રહેલું આયન પૂરું પાડે છે. એનેમિક વ્યક્તિએ કેળાનો ઉપયોગ કરવો હિતાવહ છે.

      કેળાંમાં રહેલું પોટેશિયમ બ્લડપ્રેશરની સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે. કેળામાં ખૂબ ફાઈબર હોવાને કારણે કબજિયાતની તકલિફ દૂર થાય છે. પાચક ફળ હોવાને કારણે એસિડિટી પણ દૂર કરે છે તેથી અલ્સરનાં દરદી માટે કેળાં ઉત્તમ છે. કેળામાં કુદરતી એંટાએસિડ હોવાને કારણે છાતીની બળતરા દૂર કરે છે.

ઘણી સંસ્કૃતિમાં સગર્ભા મહિલાઓ માટે કેળાં શારીરિક અને ભાવનાત્મક દૃષ્ટિએ ‘ઠંડક ધરાવનાર’ માનવામાં આવે છે. થાઈલેંડમાં સગર્ભા સ્ત્રીઓ કેળાં વધારે ખાય છે જેથી આવનાર બાળક શાંત પ્રકૃતિનું થાય. આજે લગભગ દરેક વ્યક્તિ ઓછા વધતા પ્રમાણમાં સ્ટ્રેસનો અનુભવ કરતાં હોય છે એવામાં કેળામાં રહેલું પોટેશિયમ હૃદયનાં ધબકારા નિયમિત બનાવવામાં તેમજ મસ્તિષ્ક સુધી ઑક્સિજન પહોંચડવામાં મદદ કરે છે. તે ઉપરાંત શરીરમાનાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે આ કેળાં. આમ કેળાં શરીર માટે ઉત્તમ છે. તેનું સેવન હિતકારી છે.

      કેળાંની અનેક જાતો છે જેવી કે લીલા કેળાં જે શાક તરીકે વપરાય છે [ઉંધિયામાં]. કેળાંની વેફર બનાવવાનાં કેળાં, એલચી કેળાં, જે ખૂબ મીઠાં હોય છે, ગોલ્ડન કેળાં , જે પીળા હોય છે, ખાવામાં ખૂબ મીઠાં હોય છે. કાચા કેળાંમાંથી અનેક વાનગી પણ બને છે. જૈન ધર્મી બટાટાની જગ્યાએ કાચા કેળાનો ઉપયોગ કરતાં હોય છે.

ૐ નમઃ શિવાય