મંદિર સાથે પરણી મીરાં

                              આજે અધિક જેઠ વદ ચૌદસ

આજનો સુવિચાર:- પોતાના જ ઘરમાં રહેતા માણસને નહીં ઓળખી શકતો માણસ જ્યારે ભગવાનને ઓળખવા નીકળે છે ત્યારે એની વિકૃત મનોવૃતિ પર હસવું આવી જાય છે. — ફાધર વૉલેસ

હેલ્થ ટીપ્સ:- કારેલાથી તાવ,ઉધરસ, ચામડીને લગતા રોગો,એનિમિયા, ડાયાબિટીસ તેમજ કૃમિ પર લાભદાયક છે.

[rockyou id=73151437&w=324&h=243]

[odeo=http://odeo.com/audio/13214623/view]

કવિ:- શ્રી. સુરેશ દલાલ

મંદિર સાથે પરણી મીરા રાજ મહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી માધવની અંગૂઠી રે
  મારા માધવની અંગૂઠી રે

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે
મીરા શબરી જનમ જનમથી ભૂખી રે
  મંદિર સાથે પરણી મીરા

તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી રે
શ્યામ શ્યામનો સૂરજ માથે મીરા સૂરજમૂખી રે
  મંદિર સાથે પરણી મીરા

કાળી રાતનો કંબલ ઓઢી મીરા જાગે સૂતી રે
ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા ઝૂઠી રે
  મંદિર સાથે પરણી મીરા

ગાનાર કલાકાર:- સંગીતા દેશમુખ [Live]

                                         ૐ નમઃ શિવાય