HAPPY FATHER’S DAY

                               આજે જેઠ સુદ ત્રીજ [બીજનો ક્ષય]

આજનો સુવિચાર:- છાયા તો વડલા જેવી,
                                 ભાવ તો નદના સમ,
                                 દેવોના ધામના જેવું
                                 હૈડું જાણે હિમાલય

હેલ્થ ટીપ્સ:- બે ચમચી મેંદાની થોડાક કાચા દૂધમાં ઓગાળી પેસ્ટ બનાવી પીઠ પર લગાડો. 10 મિનિટ પછી ધોઈ કાઢો. મેંદો ખભા અને પીઠનો જામેલા મેલને દૂર કરશે.

[rockyou id=73542903&w=550&h=183]

                                      HAPPY FATHER’S DAY

                                 પિતૃ દેવો ભવઃ પિતાને દેવ સમાન માનો.

          વિષ્ણુ ભગવાનની નાભિમાંથી ખીલેલા કમળમાંથી બ્રહ્માની ઉત્પ્ત્તિ અને બ્રહ્માજીના અંશમાંથી ઉત્પન્ન થયેલા મનુ અને શતરૂપાએ [EVE AND ADAM] જગતનું સર્જન કર્યું. આજે ‘ફાધર્સ ડે’ નિમિત્તે આવા પ્રજાપતિ બ્રહ્માજીને વંદન ! દરેક પિતા બ્રહ્માજીનો અંશ છે. પિતા બીજ છે અને જેવું બીજ તેવું વૃક્ષ ફાલે છે. પિતા તો પ્રેરણાનો સ્ત્રોત્ર છે તેમ જ પ્રેમની ઉર્જા છે. જ્યારે ‘બાપ કરતાં બેટો સવાયો ‘ થાય છે ત્યારે બાપને બમણો આનંદ થાય છે. બાપ અને બેટીનો નાતો તો કોઈ ઑર જ છે. તેથી જ ‘ફાધર્સ ડે’ નિમિત્તે દરેક પિતાને શુભેચ્છાઓ !

                                                             ૐ નમઃ શિવાય