ભારતીય સંગીત

                     આજે જેઠ સુદ છઠ

આજનો સુવિચાર:- ક્રોધ અને અહંકાર જો આજે નહીં જીતાય તો આવતી કાલે તેના ઉપર જીત મેળવવી કઠિન બનશે.

હેલ્થ ટીપ્સ:- વિનેગરના ઉપયોગથી ફક્ત વજન જ નથી ઘટતું પરંતુ લોહીમાં રહેલી સુગરને રોકવામાં મદદ કરે છે તેમજ અપચાની તકલીફ દૂર કરે છે.

                         ભારતીય સંગીત

[rockyou id=73972197&w=324&h=243]

   ભારતીય સંગીતની દુનિયામાં બે પ્રકાર પ્રચલિત છે. એક તો ‘ઉત્તરીય પદ્ધતિ’ અથવા ‘હિંદુસ્તાની સંગીત’અને બીજી ‘કર્ણાટક પદ્ધતિ’ અથવા ‘કર્ણાટકી સંગીત’.

       હિંદુસ્તાની સંગીત મુંબઈ, ગુજરાત,સૌરાષ્ટ્ર,રાજસ્થાન,મધ્યભારત, બંગાલ, બિહાર વગેરે પ્રાંતોમાં પ્રચલિત છે. જ્યારે કર્ણાટક સંગીત કર્ણાટક, ચેન્નાઈ, મૈસુર, તામિલનાડુ વગેરે પ્રાંતોમાં પ્રચલિત છે. વાસ્તવિકમાં સંગીત તો બંને પ્રકારમા6 સરખું જ છે પણ પ્રસ્તુત કરવાની ઢબ અલગ છે.

સંગીત મુખ્ય તાલ અને સૂર પર આધારિત છે.

સૂર એટલે ધ્વનિ. ધ્વનિને નાદ કહે છે. આ નાદ કોઈ એક વસ્તુના ઘર્ષણથી ઉત્પન્ન થાય છે. રેલ્વેની સીટી કે હૉર્ન વગેરે ઉત્પન્ન થતો ધ્વનિ નાદનું એક રૂપ છે. આ દરેક નાદ સંગીતોપયોગી નથી હોતા પરંતુ જે નાદ સંગીતોપયોગી હોય છે તેને ‘સ્વર’ કહે છે. જે નાદમાં અસ્થિરતા અને અનિયમિતા હોય છે તેને ઘોંઘાટ અથવા કોલાહલ કહેવાય છે.

આ નાદનાં ત્રણ વિશિષ્ટ ગુણ છે.

1] જેમ જેમ સ્વર કંપનની સંખ્યા વધતી જાય તેમ તેમ સ્વર ઊંચો થતો જાય છે. એવી જ રીતે જેમ જેમ સ્વર કંપનની સંખ્યા ઘટતી જાય તેમ તેમ સ્વર નીચે ઉતરતો જાય છે. આ ક્રિયાને ‘તારતા’ કહેવાય છે.
2] એક જ સ્વર કંપનને તાકાતથી વધતો કે ઓછો કરવામાં આવે અવાજ નાનો મોટો થાય છે આને અવાજની ‘તીવ્રતા’ કહેવાય છે.

3] જાતિ અથવા ગુણ એ સ્વરની આવશ્યક પાસુ છે.

પ્રત્યેક વ્યક્તિનો અવાજ વિભિન્ન હોય છે. એક વ્યક્તિનો અવાજ બીજા સાથે કદાપિ મળતો નથી એવી જ રીતે વાદ્યનો અવાજ અલગ હોય છે. આમ દરેક વસ્તુની ખાસિયતને તેની ‘જાતિ’ અથવા તો ‘ગુણ’ કહેવાય છે.

ગાયકીનાં પાંચ પ્રકાર છે ધમાર, ટપ્પા, ઠુમરી, ભજન, ગઝલ.આ વિષે વધુ વાત પછી કરીશું.

આ થઈ ‘સૂર’અને ‘ગાયકી’ની વાત. તાલ વિષે પછી ક્યારેક વાતો કરીશું.

                                      ૐ નમઃ શિવાય

Advertisements

3 comments on “ભારતીય સંગીત

  1. વધુને વધુ માહીતીની પ્રતીક્ષા રહેશે. સરસ વીષય શરુ કર્યો છે. સાથે આ લેખ પણ વાંચશો: http://swaranjali.wordpress.com/2007/04/18/indian-music-chirag-patel/ આપે પ્રતીભાવ આપ્યો છે, પણ સંદર્ભ માટે લીંક મુકુ છું.

    Like

  2. gr8 info……. મને મારું ૧૦ મુ ધોરણ યાદ આવી ગયું… ત્યારે સંગીત વિષય લીધેલો… એ પછી ફરી બધું આજે વાંચવા મળ્યું અને નોલેજ પણ રેફ્રેશ થઈ ગયું… 🙂

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s