તબીબી સત્ય

                                 આજે જેઠ સુદ સાતમ

આજનો સુવિચાર:- ફળ આવે ત્યારે વૃક્ષ ઝૂકી જાય છે. વર્ષાના સમયે મેઘ પણ ઝૂકી જાય છે. સંપત્તિ આવે ત્યારે ઘણા સજ્જ્નો સુદ્ધાં નમ્ર બની જાય છે, કેમ કે પરોપકારી વ્યક્તિઓના સ્વભાવમાં જ ઝૂકી જવાનો તથા નમ્ર બની રહેવાનો ગુણ રહેલો છે. — વિનોબા ભાવે

હેલ્થ ટીપ્સ:- રોજ રાત્રે ચાર-પાંચ તુલસીના પાંદડા નાખી તાંબાના લોટામાં પાણી ભરવું. નયણાકોઠે આ પાણી પીવાથી કુષ્ઠ રોગ, આંખોની તકલીફ, માથાનો દુઃખાવો, વાયુ, કફ વગેરેમાં રાહત મળે છે.

                                    તબીબી સત્ય

• આપણા શરીરમાં રહેલા લાલ રક્તકણો 120 દિવસ સુધી જીવંત રહે છે.

• આપણા શરીરમાં એક સમયે 2.5 અબજ લાલ રક્તકણો હોય છે. આ આંકડો જાળવી રાખવા અઢી કરોડ નવા રક્તકણો બોનમેરોએ બહાર પાડવા પડે છે.

• રક્તકણો ફક્ત 20 સેકંડમાં સંપૂર્ણ શરીરનું ચક્કર લઈ શકે છે.

• આપણું હૃદય દરરોજ લગભગ 10,000 વખત ધડકે છે.

• આપણા શરીરમાંરુધિર 60,000 માઈલની મુસાફરી કરે છે.

• આપણી આંખો દસ કરોડ રંગોને ઓળખીને પીછાણી શકે છે અને સૌથી મોટા ટેલિસ્કોપનીની સરખામણીએ વધારે માહિતી ગ્રહણ કરે છે.

• પૃથ્વીની ધરી પર અસ્તિત્વ પામેલા સુક્ષ્મ જીવો કરતાં વધારે જીવો આપણા શરીર પર જીવે છે.

• સામાન્ય રીતે 30 વર્ષ બાદ માનવીનું શરીર ધીરે ધીરે સંકોચાવાનું શરૂ કરે છે.

• મોટા ભાગના માણસો 60 વયે પહોંચતા પહોંચતા 50 ટ્કા સ્વાદેન્દ્રિય ગુમાવે છે.

• માનવશરીરમાં પતંગિયા કરતાં ઓછા સ્નાયુઓ હોય છે.

• જ્યારે માનવ હસે કે શરમાય ત્યારે ઘણીવાર તેનું મોઢું લાલ થાય છે સાથે પેટ પણ લાલ થાય છે.

                                                                                      — સંકલિત

                                 ચાલવાથી થતાં ફાયદાઓ

        જેટલું વધું ચાલશો તેટલું જ વધારે અને ભરપેટ ખાઈ શકશો. એક વખત ઈચ્છિત વજન પ્રાપ્ત કરી લીધા પછી વધુ ખાવા છતાં સ્લિમ અને પરફેક્ટ રહેવાશે. ચાલવાથી શાંતિ મળશે અને માંસપેશિયોને આરામ મળશે.

• દરરોજ ત્રણ કિ.મી. ચાલવાથી ત્રણ અઠવાડિયામાં તો આત્મવિશ્વાસ વધે છે તેમજ તણાવ દૂર થાય છે અને પ્રસન્નતા મળે છે.

• ચાલવા જતાં પહેલા એક ગ્લાસ પાણી જરૂરથી પીજો..

• ખાવાનું ખાધા પછી ચાલવાનું તેમજ લાંબી મજલ કાપવાનું ટાળજો.

• ચાલતી વખતે આરામદાયક ચંપલ કે શૂઝ પહેરજો જેથી ચાલવામાં તકલીફ ન પડે.

• એકલા ચાલવામાં જો કંટાળો આવતો હોય તો મિત્રોને પણ ચાલવા માટે આમંત્રિત કરો.

• શ્વાસ ફૂલે તેટલું ઝડપથી નહીં પણ ઝડપથી ચાલવાનું જરૂરથી રાખવું.

• ચાલવાથી જરૂર ફાયદો છે પરંતુ દરેક વ્યક્તિને માટે અલગ અલગ ફાયદો હોય છે.

                                                                       — સંકલિત

                                    ૐ નમઃ શિવાય