નાનખટાઈ

                         આજે જેઠ સુદ આઠમ

આજનો સુવિચાર:- સાર [સત્વ] વગરના પદાર્થનો આડંબર ઘણો હોય છે, જેમ કે સોનાનો એટલો રણકાર થતો નથી જેટલો કાંસાથી થાય છે.

હેલ્થ ટીપ્સ:- મીઠું, ખાવાના સોડા અને હળદર સરખા પ્રમાણમાં લઈ દાંતે ઘસવાથી દુઃખતા દાંતમાં રાહત રહેશે.

[રીડીફ ગુજરાતી છેલ્લાં ચાર વર્ષથી બંધ છે. તેમાં રહેલી આપણી ગુજરાતી અસ્મિતા થોડી સચવાઈ રહેલી છે પણ તેના ફૉંટ યુનિકોડમાં ન હોવાથી વંચાતુ નથી. ભાઈશ્રી નિલેશભાઈ સાહીતાએ આ ફૉંટ મને આપ્યાં તેથી રીડીફ ગુજરાતીમાં રહેલી આપણી અસ્મિતા રજુ કરવાનો મને મોકો મળ્યો છે.  સિંગાપોર સ્થિત શ્રી નિલેશભાઈ સાહીતાનો ખૂબ આભાર માનું છું. આજની પોસ્ટ રીડીફ ગુજરાતીમાંથી લેવામાં આવી છે.]

[rockyou id=74378440&w=324&h=243]

નાનખટાઈ

સામગ્રી:-

• 1 વાડકી મેંદો

• ¾ વાડકી ઘઉંનો લોટ

• ¼ વાડકી દળેલી સાકર

• 1 વાડકી ડાલડા ઘી

• 1 ટી સ્પૂન બેકિંગ પાઉડર

• 1 ટી સ્પૂન એલચી-જાયફળનો ભુક્કો

બનાવવાની રીત:-

• ઘી અને સાકર ભેગાં કરી મિશ્રણ હલકું બને ત્યાં સુધી ખૂબ ફીણવાં.

• આ મિશ્રણમાં બેકિંગ પાઉડર અને એલચી-જાયફળનો ભુક્કો મિક્સ કરવો.

• એક થાળીમાં બધા લોટ ચાળી મિક્સ કરી દેવા.

• આ ચાળેલા લોટને ઘી અને સાકરનાં મિશ્રાન્માં ભેગા કરી દો આમાં પાણી નાખવાની જરૂર નહી પડે.

• ત્યારબાદ કરચલી ન પડે તેનું ધ્યાન રાખી લોટના નાના નાના લૂઆ બનાવવા.

• આ લૂઆને સહેજ દબાવી ઑવનની ટ્રેમાં છુટ્ટા ગોઠવવા.

• આ ટ્રે પહેલાથી ગરમ કરેલા ઑવનમાં 190 ડીગ્રી સેલ્સિયસ પર ધીરે તાપે બિસ્કિટ ગુલાબી થાય ત્યાં સુધી ઑવનમાં મૂકી રાખવી.

આમ નાનખટાઈ થશે.

[વાનગી મોકલનાર :- ગ્રીષ્મા લંગાડિયા]

બદામ- પિસ્તાં બિસ્કિટ

સામગ્રી:-

• 125 ગ્રામ મેંદો

• 50 ગ્રામ સાકર

• 50 ગ્રામ ઘી

• 1 ચપટી કેસર

• 2 ચમચી દૂધ

• 3 એલચીનો ભૂક્કો

• 3 નંગ બદામ

• 3 નંગ પિસ્તાં

બનાવવાની રીત:-

• પિસ્તાં અને બદામની લાંબી, પાતળી પાતળી ચીરી કરો

• હૂંફાળા દૂધમાં કેસર ઓગાળી લો.

• ઘી અને સાકરને એક થાળીમાં લઈ હલકું પડે ત્યાં સુધી ખૂબ ફીણો.

• તેમાં એલચીનો ભૂક્કો ભેળવો.

• આ મિશ્રણમાં મેંદો પાણી નાખ્યા વગર ભેળવી લોટ બાંધો.

• જરાક મેંદાનું અટામણ લઈને રોટલો વણો.

• રોટલા પર બદામ-પિસ્તાં ભભરાવીને વેલણથી હળવે હાથે વણીને બદામ-પિસ્તાંને દબાવી દો.

• તેમાંથી મનગમતા આકારનાં બિસ્કિટ કાપો.

• બેકિંગ ટ્રેમાં ઘી લગાવી બધાં જ બિસ્કિટ તેના પર ગોઠવો.

• પહેલાથી ગરમ કરેલાં ઑવનમાં 190 ડીગ્રીએ ગુલાબી થાય ત્યાં સુધી બેક કરો.

[વાનગી મોકલનાર:- નયના શાહ]

                                  ૐ નમઃ શિવાય

5 comments on “નાનખટાઈ

  1. ઓ બહેન ! મારું સરનામું આપું – પાર્સલ કરી દો ને ! શું કામ આમ સતાવો છો?
    મને બહુ જ ભાવતી આઇટમ. મારી બા ( અમે તેને બહેન કહેતાં ) દીવાળી પર બનાવતાં હતાં.
    જો કે અહીં ઇન્ડીયન સ્ટોરમાં હવે તો મળે છે.

    Like

  2. અને હા સુરેશભાઈને તમે પાર્સલ કરવાના હો તો હું મારૂં સરનામું પણ મોકલી આપું! 🙂 BTW – ભાવના (મારી પત્નિ) સરસ નાનખટાઈ બનાવે છે પણ એ નાનખટાઈનો ડબ્બો મારાથી છૂપાડી ને રાખે કારણકે એ એવું માને છે કે નાનખટાઈમાં ઘીના લીધે કોલેસ્ટોરલ વધારે છે! 😦

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s