એક ગમખ્વાર સત્ય ઘટના

આજે જેઠ સુદ એકાદશી [ભીમ એકાદશી, નિર્જળા એકાદશી]

આજનો સુવિચાર:- દરેક મહિને બન્ને પક્ષ [પખવાડીયા]માં એક જ સરખી ચાંદની હોય છે, છતાં તેમાંનો એક પક્ષ અજ્વાળિયું-શુક્લ કહેવાય છે. ખરેખર, યશ એ પુણ્યોથી મળે છે. —- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

હેલ્થ ટીપ્સ:- અઠવાડિયે એક વખત હૉટ ટૉવેલ અને ઑઈલિંગ કર્યા પછી 10 થી 15 મિનિટ માટે વાળમાં દહીં નાખવું વાળનાં ટેક્શચર પ્રમાણે શેમ્પૂ કરવું આનાથી વાળનો ગ્રોથ વધે છે અને ખરતાં અટકે છે.

એક ગમખ્વાર સત્ય ઘટના

[rockyou id=74786018&w=426&h=320]

    ઈ.સ. 1998માં બનેલો એક ગખ્વાર પસંગ યાદ આવી ગયો. આ પ્રસંગનો ઉલ્લેખ કર્વાનું એટલા માટે મન થયું કે જુનેમાં જેમ શ્રી અમરનાથજીની યાત્રા ચાલુ થઈ છે તેમજ કૈલાસ માનસરોવરની યાત્રા પણ ચાલુ થઈ છે. ઈ.સ. 1998માં ઈંડિયન ગવર્મેંટ તરફથી જતી આ યાત્રાનો 8 મો બેચ ધારચૂલાના [અલ્મોડાથી આગળ] રસ્તેથી આગળ વધી રહ્યો હતો. અને માલપા નામના કેમ્પમાં તેમનું રોકાણ હતું. આ કેંમ્પની બીજી બાજુ કાલીગંગા નામની નદી અત્યંત ઝડપી પ્રવાહે વહી રહી છે. અકલ્ય પ્રવાહ, અસંખ્ય ઉઠતા નાદ સમ અસ્ખલિત વહેતી આ કાલીગંગા કેમ્પની ખૂબ નજીકથી વહી રહી છે. અને ત્યાંની પહાડી પ્રજા આને ‘ડાંસીંગ ડોલ્સ’ તરીકે ઓળખે છે. આ બેચમાં ભારતનાં જુદા જુદા પ્રદેશમાંથી યાત્રીઓ ઉમળકાભેર કૈલાસપતિનાં કૈલાસને નજરોનજર નિહાળવા હિમાલયની આવતી કોઈપણ મુસીબતનો સામનો કરવા સજ્જ બની હિંમતભેર આગળ વધી રહ્યાં હતાં. કબીર બેદીનાં પત્ની પ્રતિમા બેદી જે નૃત્યનાં માહિર હતાં,તેઓ પોતાનો કાફલો લઈ કૈલાસપતિ સમક્ષ તાંડવ નૃત્ય કરવા જઈ રહ્યાં હતાં. ભરનિંદરે પોતાના મુકામે આરામ લઈ રહ્યાં હતાં. ધોડાવાળાઓ અને મજૂરો પણ આરામ કરી રહ્યાં હતાં ઘોડાઓ પણ ઘોડારમાં આરામ કરી રહ્યાં હતાં. લગભગ 200 જણાનો આ કાફલો હશે. એક બાજુ વરસાદ કહે મારું કામ ખાંડાઘાર વરસાદ પડી રહ્યો હતો.. આ મોસમમાં વરસાદ તો હોય જ છે. કહેવાય છે કે ‘મુંબઈની ફેશન અને હિમાલયની મોસમનો ક્યારે ય ભરોસો ન રખાય કઈ ધડીએ બદલાય તે નક્કી ન કહેવાય.’ ભોલેનાથની કાંઈ જુદી જ ઈચ્છા હતી. અચાનક હિમાલય ફાટ્યો હોય તેમ લેંડસ્લાઈડ થયો અને મોટી મોટી ભેખડો ઘોડાપૂર વેગે તૂટી પડી અને કાલીગંગામાં જઈ પડી. અને કાલીગંગાનો પ્રવાહ તો જાણે વિફરી ગયો હોય તેમ માલપાનાં આ પર કેમ્પ ફરી વળ્યો. કોઈ કાંઈ વિચારે કે એમને કાંઈ સમજણ પડે તે પહેલાં જ આ 200 કાફલો કાલીગંગાનો પ્રવાહ તેમને તાણી ગયો. કેટલી ચીસો પડી હશે, સહાયની હાલક પણ પાડવાનો આ યાત્રીઓને સમય નહી મળ્યો હોય. એકબીજાને સંભાળવાનો કે હાથ પકડવાનો સમય રહ્યો હોય. ઘડીનાં છઠ્ઠા ભાગમાં આ યાત્રીઓ હતાં ન હતાં થઈ ગયાં. આપણાં જવાનો હેલિકોપ્ટર લઈને આ યાત્રીઓની મદદે જઈ શકે એવી પરિસ્થિતી કે હવામાન ન હતું. આ કાલીગંગાનો પ્રવાહ ગાંડાતૂર હતો. માણસો તો શું, ઘોડાઓ પણ હાથ ન લાગે. એવી પરિસ્થિતી સર્જાઈ હતી.

પૂનાથી મારા કાકાનાં દિકરાનો દિકરો અને એનાં પત્નીનો પણ આમાં સમાવેશ હતો. અચાનક મારા ધરે ફોન રણક્યો નીલા જો ટી.વી. પર આ કાલીગંગા ગાંડીતૂર થઈ ગઈ છે. અને હું તો એક થડકો ચૂકી ગઈ. ટી.વી. ખોલી જોયું તો ગાંડીતૂર કાલીગંગાને અનિમેષ નજરે જોઈ રહી. અને ત્યારબાદ અનેક ફોન રણકવા લાગ્યાં નીલા તું તો આ રસ્તે જઈ આવી છો તો તને શું લાગે છે કે અહીં કોઈની બચવાની આશા છે ખરી??? મારા તરફનો નન્નો જાણે કોઈ સ્વીકારવા તૈયાર જ ન હતું. જાણે કોઈપણ રીતે પોતાનાને મેળવવાની આશા સાથે લોકો પ્રભુની પ્રાર્થનાઓ કરવા લાગ્યાં, જ્યોતિષીઓની મુલાકાતો લેવા માંડ્યા હતાં. કોઈપણ રીતે પોતાનાની ભાળ મેળવવા તલપાપડ થઈ રહ્યાં હતાં. પણ બધું વ્યર્થ !!!!!!!!

     આજે મને કિશોરભાઈ ભૂપતાણી [અંધેરી સ્થિત]નું આ કાવ્ય હાથ લાગતાં ઉપરોક્ત પ્રસંગ નજર સમક્ષ ઉપસી આવ્યો. અને અહીં લખવા પ્રેરાઈ. જોકે આ પ્રસંગ બાદ આજ રસ્તે અમે 2000ની સાલમાં ફરી વખત કૈલાસ યાત્રા કરી આવ્યાં હતાં ત્યારે આ કેમ્પ બંધ કરવામાં આવ્યો હતો. 1996માં અમે આ માલપાનાં કેમ્પમાં રહ્યા હતાં. કહેવાય છે ને કે ‘રામ રાખે તેને કોણ ચાખે?’

કિશોરભાઈ લિખિત આ પ્રસંગ નિમિત્તનું કાવ્ય રજુ કરું છું.

શિવ
તમે તો ક્યારનું
મૂકી દીધું
તો
કાલીગંગાને કેમ સૂઝ્યું
તાંડવ કરવાનું?!!
હજુય
કેટલાય ખોરડામાં
કેટલાય હાથ,
આશાનો
દીવો સંકોરી બેઠા છે
’આવશે અમારો જણ’
સતત તડપમાં
આંસુઓ સુકાઈ ગયાં છે,
ને નજરે બારણે છે.
એટલું જ કરો
ઓ કલ્યાણકારી શિવ
યેનકેન પ્રકારેણ
અપહૃત યાત્રીનાં
’સાચા ખબર’ એમને
પહોંચાડો
હવે તડપનો તાપ જીરવાતો નથી.

આ કાવ્ય ખરેખર હૃદયને હચમચાવી મૂકે છે.

                                 ૐ નમઃ શિવાય