આજે જેઠ સુદ તેરસ
આજનો સુવિચાર:- પોતાના હાથે અને ઘરમાંથી આપવાનું ન હોય ત્યાં વાણીથી પરોપકાર કરવાનું કામ થઈ શકે છે. તો વચનમાં દારિદ્રતા શા માટે રાખવી ?
હેલ્થ ટીપ્સ:- જામફળનો વધુ પડતો ઉપયોગ પેટમાં ગરબડ ઉત્પન્ન કરે છે. કાચા જામફળ ખાવાથી પેટમાં અજીર્ણ કરે છે.
[rockyou id=75031207&w=426&h=320]
મેહુલિયો
વાદળ વાદળ વરસો પાણી
મુજને મોજ પડે છે રમવાની
ઝુમ ઝુમ વરસો, ઝુમ ઝુમ વરસો
ઝીણું ઝીણું ઝરમર વરસો
મોજ પડે ફોરાં ઝીલવાં ઝીલવાની
ઠંડક ઠંડક થાય મારે મન
ઠંડક ઠંડક થાય મારે તન
જાય નાસી ગરમીની રાણી
વાદળ વાદળ વરસો પાની
મુજને મોજ પડે રમવાની
સૌજન્ય રીડીફ ગુજરાતી
મોરલા
નાચો નાચો રે મારા રૂપાળા મોર
રૂપાળી પાંખ તારી આંખો ચકોર
ભૂરી આ ડોક તારી ભૂરી આ ડોક
રૂપેરી ચાંચ તારી રૂપેરી ચાંચ
માથા પર કલગીનો બીજો છે ભાર
નાચો નાચો રે મારા રૂપાળા મોર
મીઠા ટહુકાર તારા મીઠા ટહુકાર
રૂપાળા નાચ તારા રૂપાળા નાચ
પીછામાં ચાંદલોને ઝમક ઝમકોર
નાચો નાચો રે મારા રૂપાળા મોર
એલા ઓ મોરલા એલી ઓ ઢેલડી
રંગ પીછાની ચુંદડી ઓઢી
રૂડી રૂપાળી આંખડી ઓઢી
એલા ઓ મોરલા
રૂપ ફૂલોની ફોરમ ફેલાવી
આજ મારે આંગણે આવો રે
એલા ઓ મોરલા
આંજી કાજળ વાદળી આવી
મેઘરાણાનાં વાવડ લાવી
એલા ઓ મોરલા
મીઠાં મલ્હારનાં ગીતડાં ગાયે
આજ મારે આંગણે આવો રે
એલા ઓ મોરલા
ૐ નમઃ શિવાય