વડસાવિત્રી

આજે જેઠ સુદ પૂનમ [વડસાવિત્રી, કબીર જયંતિ]

આજનો સુવિચાર:- જે વ્યક્તિ સમયનો મહત્તમ ઉપયોગ કરી જાને છે તે જ સુખી થઈ શકે છે.

હેલ્થ ટીપ્સ:- જાવંત્રી પાચનશક્તિમાં વધારો છે, મોઢાને ખુશબુદાર બનાવે છે. તેને માથામાં ચોપડવાથી શરદીથી થતા દુઃખાવામાં રાહત રહે છે.

                              વડસાવિત્રી 

[rockyou id=75305769&w=324&h=243]

             આપણા ઋષિમુનિઓ આપણા કરતા વધારે બુદ્ધિશાળી, લાગણીશીલ, પર્યાવરણ અને કુદરતના વધુ જાણકાર હતાં. માનવજાત વધુ ને વધુ કુદરતની નજીક રહે તે માટે અને ઋતુ પ્રમાણે કયા વૃક્ષોની સાનિધ્યમાં રહી માનવજાતને ફાયદો થાય તેની વ્યવસ્થા વ્રતો-તહેવારો દ્વારા સમાજ વ્યવસ્થા સાંકળી લીધી છે. ઘાસ છોડમાં રહેલા ગુણોનો વધુ ઉપયોગ થાય તે પ્રમાણે તહેવારો ગોઠવેલાં છે.

      જેમ કે અષાઢમાં કુમારિકા માટે જવારા વ્રત દ્વારા ઘઉંના જ્વારાનું સેવન. શ્રાવણમાં કૃષ્ણજનમ નિમિત્તે તુલસીનું સેવન, જેનાંથી શરદી કે મચ્છર ફેલાતા રોગો સામે મેળવવાતું રક્ષણ. ભાદરવા મહિનામાં ગણેશોત્સવ દ્વારા દુર્વાનું સેવન જે પિત્તનું શમન કરવા સામર્થ છે. આસોમાં નવરાત્રીનાં હવન દ્વારા ચોમાસાથી ફેલાતાં વાતાવરણમાં પ્રદુષણને રોકવો અને ચોખા અને દૂધની વાનગી થાવાથી શારિરીક વૃદ્ધિ થાય છે. કારતકમાં તુલસીવિવાહનાં તહેવાર દ્વારા શેરડીનું સેવન જે શક્તિવર્ધક છે. માગશરમાં યજ્ઞ-પુજા દ્વારા લીલી હળદર કચુંબર દ્વારા ઉપયોગ શરીર માટે ખૂબજ ઉત્તમ છે. પોષમાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી તલનું સેવન અને લાડવાનું મહત્વ બતાવ્યું છે. મહા મહિનાથી ગરમીનું પ્રમાણ ધીરે ધીરે વધવાથી વૃક્ષોનું મહત્વ વધાર્યું છે. મહા મહિનામાં મહાશિવરાત્રી દ્વારા બીલીવૃક્ષ-પત્રોનું મહત્વ વધાર્યું છે. ફાગણ મહિનો ગરમી ઠંડી મિશ્રિત મહિનો હોવાથી તે મહિનામાં ચર્મ રોગનો ઉપદ્રવ હોવાથી કેસુડા સ્નાનનું મહત્વ સમજાવ્યું છે. ચૈત્ર મહિનામાં લીમડાના સેવનનું મહત્વ સમજાવ્યું છે. જ્યારે વૈશાખે કેરી. અને છેલ્લે જેઠ મહિનામાં વડનું મહત્વ વડસાવિત્રીના વ્રત દ્વારા વધારી દીધું છે.

       આ જેઠ મહિનામાં આવતાં વડસાવિત્રીને દિવસે પરણેલી સ્ત્રીઓ દ્વારા કરાતાં વડનાં પૂજનનું મહત્વ સમજાવ્યું છે. સ્ત્રીઓને લગતાં લગભગ ઘણાં રોગોનું નિવારણ આ વડલા પાસે છે. કમરનો દુઃખાવો. માસિક ધર્મમાં ગરબડ, પ્રદર, ગર્ભાશયને લગતાં રોગો જેવાં અનેક સ્ત્રી લગતાં રોગોમાં વડ ઉત્તમ છે. જેઠ મહિનામાં ઉગતી નવી નવી કુંપળોનું સેવન પુત્રપ્રાપ્તિ ઉત્તમ ગણવામાં આવ્યું છે.આથી તો આ વડસાવિત્રીના દિવસે સંતાન પ્રાપ્તિ માટે વડનુ6 પૂજન કરી વડની કુંપળનું સેવન કરે છે. વડનાં ટેટા પુરુષોની કમજોરી દૂર કરે છે. પુરુષોની સુસ્તી અને નપુંસકતા દૂર કરી શકે છે. ઉનાળામાં વધેલા પિત્તને અને ચોમાસાને કારણે શરદી સામે રક્ષન આપે છે. આયુર્વેદમાં વડનાં દૂધથી થતાં ફાયદા પણ જણાવ્યાં છે. આંખો દુઃખતી હોય, બળતી હોય કે ઝાંખપ આવતી હોય તો જાણકાર વૈદ્ય પાસે થી સલાહ લઈ વડના દૂધ અને વિવિધ જણસોનો ઉપયોગ કરી શકો છો.

     આજનાં વડસાવિત્રીની પૌરાણિક વાર્તાને જો આપણે આધુનિક રૂપે જોઈએ તો તેને યમરાજા પાસે ત્રણ વરદાન માંગ્યાં હતાં. પહેલું વરદાન સંતાન પ્રાપ્તિનું હતું. બીજું વરદાન પોતાના પતિનું આયુષ્ય મળે અને ત્રીજું વરદાન પોતાના નેત્રહીન સાસુ સસરાની નેત્રજ્યોતી માંગ્યું હતું. આધુનિક યુગ પ્રમાણે વડસાવિત્રીનાં પુજન દ્વારા તેનાં પાંદડાં, ટેટાં, દૂધ વગેરેનું વૈજ્ઞાનિક રીતે સેવન કરવામાં આવે તો ઉપરોક્ત ત્રણે લાભ મેળવી શકાય. પતિના નામે કાચા સૂતરના દોરાથી વડનું પુજન એટલે જન્મોજનમનો સથવારો.

      સત્યવાન અને સાવિત્રી એક સુંદર દંપતિ. સત્યવાનને યમરાજા લેવા આવ્યાં ત્યારેઅ સાવિત્રીના પતિવ્રતાના સતના કારણે યમને પીછેહઠ કરવી પડી. સો પુત્રો અને દીધાયુષ્યનું વરદાન આપી યમદેવને ખાલી હાથે ફરવું પડ્યું. આમ સાવિત્રી એ સદ આચરણ કરતો જીવ અને સત્યવાન એ સત્ય પ્રત્યે પ્રેમ રાખનારો જીવ જે પ્રેમ્ની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે જ્યાંથી યમરાજાને પણ પાછા ફરવું પડ્યું હતું. આ નિર્દોષ પ્રેમ અને સ્નેહ જોઈ ભલભલાને ઈર્ષા આવે છે. આ ઈર્ષાને કારણે જીવનમાં વિઘ્નો આવે છે. સાવિત્રી રૂપે આ ઈર્ષાનો નિષ્ઠાપૂર્વક શ્રદ્ધાપૂર્વક સામનો કરવાથી વિઘ્નો દૂર થશે. અને એક દિવસ કાળરૂપી યમરાજ પરાજય પામી દીર્ધાયુષ્યનો આશિર્વાદ આપી પાછા ફરશે.

        વડસાવિત્રીની કથામાંથી બોધ લેવા જેવો ખરો. જીવનમાં સત્ય સાથે અભૂતપૂર્વ પ્રેમ કાળને પણ હરાવે છે.

                              ૐ નમઃ શિવાય