શ્રાવણ માસે

                        આજે શ્રાવણ સુદ દસમ

આજનો સુવિચાર:- ચડતી અને પડતી તો ઈશ્વરનો અતૂટ નિયમ છે. જેની ચડતી થાય છે તેની કાલે પડતી થવાની જેમ મધ્યાહને ઊંચે ચઢેલા સૂરજે સમી સાંજે ઢળવુ પડે છે. ખરેખર જેની ચડતી થઈ ન હોય તેની પડતી શું થવાની? — પ્રણવાનંદજી

હેલ્થ ટીપ્સ:- બે ચમચી લીલી હળદરનો રસ અને એક ચમચી તુલસીનો રસ મિક્ષ કરી પીવાથી અવાજ ખૂલી જાય છે.

 

         શ્રાવણ માસે

કરોડો હાથ ઊઠ્યાં આ શ્રાવણ માસે
માંગવા આશિર્વાદ આ શ્રાવણ માસે

દૂધની ગંગા વહી આ શ્રાવણ માસે
વહી જળની ધાર આ શ્રાવણ માસે

બિલ્વમાં દબાયા આ શ્રાવણ માસે
પંચામૃતમાં પૂરાયા આ શ્રાવણ માસે

ભસ્મમાં ભરમાયા આ શ્રાવણ માસે
 ચંદને ચિતરાયા આ શ્રાવણ માસે

ખોવાયા મહાદેવ આ શ્રાવણ માસે
યુગ યુગથી ઊભો અહીં દરેક માસે???

                                  ૐ નમઃ શિવાય

8 comments on “શ્રાવણ માસે

 1. દૂધ, બિલ્વ, ભસ્મ, ચંદન….
  શ્રાવણ માસના એક ઉદાહરણ માત્રથી આપણને આપણા લોકજીવન અને પરંપરાના વૈવિધ્યનો અહેસાસ થાય છે. આપણી આસપાસના જીવન અને રોજબરોજ વપરાતી વસ્તુઓમાં પણ જો આવું વૈવિધ્ય માણી/જાળવી શકીએ તો કેવું સારુ!

  આજના સુવિચાર પર એક સરસ શે યાદ આવે છેઃ

  એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે,
  ના આથમે ક્દી, બહુ ઝળહળ થવા ન ઈચ્છે.
  (રાજેન્દ્ર શુક્લ)

  Like

 2. મે એકવાર છાપા માં એક કાર્ટુન જોઉ હતુ.બહુ નાની હતી પણા બેસી ગયુ છે મગજ માં.
  એમાં એમ હતુ કે શંકર ભગવાન સ્વેટર પહેરીને બેથા હતા.
  પાર્વતી માતા એ એમને પુછ્યુ શુ થયુ.
  તો કહે શ્રાવનણ મહિનો ચાલે છે ને.તો ભક્તો વધારે આવે અને પાછા ફ્રિજ નુ થંડૂ દુધ ચડાવે.
  અને આખ્ખા વર્ષ નુ સાથે પાછુ.
  એતલે તાવ આવી ગયો છે.
  આપ ચિંતા ન કરો આ તો હર વર્ષે હુ આ મહિનામાં માંદો પડુ.
  મને આદત પડી ગઈ છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s