આજે શ્રાવણ વદ સાતમ [શીતળા સાતમ]
આજનો સુવિચાર:- વીંધાઈગયેલા હૈયામાંથી ઉતરી આવેલ દર્દનાં ગાતા ઝરણાં એટલે ગઝલ.
હેલ્થ ટીપ્સ:- 1 ગ્રામ કેસરમાં 5 ગ્રામ ઈલાયચીનો ભૂકો ભેળવી રાખો. ચામાં આ ચપટી પાઉડર નાખી પીવાથી ચાનો સ્વાદ તથા સુગંધી આલ્હાદક થઈ જશે.
એક ગઝલ કક્કાની
ક બહુ લીસ્સો હતો લપસી ગયો
ખના પગમાં ખોડ તે મોડો પડ્યો
ગના બે ટુકડા છતાં સાથે રહ્યા
ઘનું મોઢું બંધ ગૂંગળાઈ મર્યો.
ચ બગાસા ખાય છે તે જોઈને
છને આવી છીંક 2, 3, 4, 5
જનો હાથ ઊંચો થયો સત્કારમાં
ઝએ લાંબા થૈને ઝટ ઝાલી લીધો
ટ બહુ ચંચળ ઊછળતો, કુદતો
લપસ્યો પડછાયો ને ઠ ડ ઢ થયો
ત હતો તૈયાર કૂદકો મારવા
થએ કાઢી આંખ તો થીજી ગયો
દને પગ નહોતા કે ઊભો રહી શકે
લૈને ટેકણ લાકડી ધ થઈ ગયો
ન ને વાંકી પૂંછડી નડતી રહી
પએ વીંઝી પૂંછડી નડતી રહી
પએ વીંઝી પાંખ નડતી રહી
કને ઊગી પૂંછડી કહેવાયો ફ
બના પેટે ગાંઠ તે રડતો રહ્યો
ભ ફરે છે સૂંઢને ડોલારતો
સૂંઠ તૂટી ગૈ તો ભ નો મ થયો
ય ફૂલેલા પેટથી શરમાય ને
રને દૂર્બળ દેહનો છે વસવસો
લ લડે છે ઢાલ ને તલવાર લૈ
વને લાગી બીક તે નાસી ગયો
શ ને ષ સ ત્રણે સગ્ગા ભાઈઓ
ચોથો ભાઈ હ જે પિત્રાઈ હતો
ળ ક્ષ અને જ્ઞ રહી ગયા એકલા
આમ આ કક્કો અહીં પૂરો થયો
— આદિલ મનસુરી
ૐ નમઃ શિવાય