દહીં હાંડી ઉત્સવ

           આજે શ્રાવણ વદ આઠમ [જન્માષ્ટમી – કૃષ્ણ જન્મ]

આજનો સુવિચાર:- દૈવી અમૃત-રસ છોડી દઈને મોટા મોટા મુનિઓ મારૂં ચરણામૃત શું કામ પીએ છે? એમ વિચારીને પોતાના ચરણ – કમળ નો સ્વાદ ચાખવાને ઉત્સુક એવા બાલ- ગોપાલ કૃષ્ણ તમારું કલ્યાણ કરો !

હેલ્થ ટીપ્સ:- બે ટીપાં સરસવના તેલમાં એક ચપટી મીઠું ભેળવી દાંત સાફ કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે.

                           જન્માષ્ટમી

દહીં હાંડી ઉત્સવ જોવા અહીં ક્લિક કરો.

મારા બિલ્ડિંગની નીચે આ મટકી ફૂટતી હતી ત્યારે આ વિડિયો ઉતાર્યો હતો.

    ભગવાન શ્રી વિષ્ણુના આઠમા અવતાર લોકનાયક શ્રીકૃષ્ણનો જન્મ આજે શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ માતા દેવકીની કૂખે કંસના કારાગૃહમાં થયો. કંસના કારાગૃહમાં જન્મ થયો અને ગોકુળમાં ગોપ ગોપીઓની સાથેગોવાળનું કાર્ય કરી મુરલીધર અને રાધાકૃષ્ણ નામ પ્રાપ્ત થયું.

      કૃષ્ણલીલામાં કનૈયો માખણચોર તરીકે પ્રખ્યાત થયો હતો. આ માખણ ચોરવા પાછળ એમનો એ હેતુ હતો કે ગોકુળનો કોઈ પણ બાળક માખણથી વંચિત ન રહે.

           મુંબઈમાં આ ઉત્સવને ‘દહીંહાંડી ઉત્સવ’ તરીકે ઓળખાય છે. લગભગ દરેક ગલી ગલીએ દહીંની માટલી બાંધવામાં આવે છે. આ માટલીઓ લગભગ 30 હી 35 ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવે છે. આ માટલીમાં હળદર મિશ્રિત દહીં ભરવામાં આવે છે.અને તેમાં ઈનામની રકમ પણ મૂકવામાં આવે છે. માટલી ફોડતી વ્યક્તિઓને ગોવિંદા કહે છે. આ ગોવિંદાઓ મોટી વયથી માંડીને આઠથી દસ વર્ષનાં પણ હોય છે. આઠ થી દસ હૃષ્ઠ-પૃષ્ઠ મજબૂત જુવાનિયા નીચે એકબીજાને વળગીને ઊભારહે છે. તેમની ઊપર પાંચથી છ જુવાનિયા ચઢીને એવી જ રીતે ઊભાર હે છે. આમ ત્રીજી રૉ બનાવી માનવી પિરામિડ બનાવે છે. અંતે સૌથી ઉપર એક નાના આઠ થી દસ વર્ષનું બાળક ચઢીને આ માટલી ફોડે છે અને અંદર મૂકેલી ઈનામની રકમ લઈ નીચે ઊતરે છે. જેમ જેમ આ માટલીની ઊંચાઈ વધારે તેમ તેમ એના ઈનામની રકમ વધારે. સાથે સાથે આ ગોવિંદાનું જોખમ પણ વધી જાય છે.

      ગોવિંદા જેમ જેમ પિરામિડ બનાવતાં જાય તેમ તેમ આજુબાજુનાં વાતાવરણમા ઉત્સાહ વધતો જાય છે ઢોલ નગારાનો અવાજ વધતો જાય છે. આજુબાજુનાં રહેવાસીઓ બાલદી ભરી ભરીને પાણી તેમજ ફુગ્ગામાં પાણી ભરીને આ ગોવિદા પર નાખતાં જાય છે. આ ગોવિંદા મહિલાઓ પણ પાછળ નથી. ખૂબ મ્હાલવા જેવો છે આ ઉત્સવ. આ વર્ષે મંબઈનાં થાણા જિલ્લામાં લગભગ 48 ફૂટની ઊંચાઈએ આવી મટકી બાંધવામાં આવી છે અને તેની ઈનામી રકમ 11 લાખની છે.

                           જૈ    શ્રીકૃષ્ણ

Advertisements

8 comments on “દહીં હાંડી ઉત્સવ

 1. અરે ભઇ…..નજરો નજર ઉત્સવ જોઇ ઘણી જ મજા પડી.
  નંદઘેર આનંદ ભયો……જૈ કનૈયાલાલકી !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
  બેના ! તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો જ છે .
  ફરી ફરી બે વખત પ્રસંગ જોયો.અહીં રહ્યાં મુંમ્બાઇ જોયું.
  લિ.મનવંત…..નોર્થ જર્સી….યુ.એસ.એ.સપ્ટે.5,2007…….

  Like

 2. રાજેન્દ્રભાઈએ ખૂબ સારો સવાલ પૂછ્યો.
  મારી જાણ મુજબ અને સમજ મુજબ

  આ મટકી ફોડવા પાછળ બહુ મોટું સામાજિક આંદોલન હતું. શ્રીકૃષ્ણ એ યુગનાં સૌથી મોટા યુગ પુરુષ ગણાતાં હતા. માખણ ચોરવું એ એમનાં આંદોલનનો એક હિસ્સો હતો. એ વખતમાં ગોકુળ દૂધ, દહીંનું સૌથી મોટું ઉત્પાદન સેંટર હતું એટલે ત્યાંથી મોટાભાગનું દૂધ, દહીં અને માખણ મથુરામાં જતું હતું અને ગોકુળનાં બાળકો આનાંથી વંચિત રહેતા હતાં.એટલે શ્રીકૃષ્ણે ત્યાંનાં બાળકોને ભેગા કરીને માખણ ચોરવાનો રાહ અપનાવ્યો. ગોપીઓ પોતાના બાળકોને ખિજાઈ શકે પરંતુ પોતાના મુખી એટલે નંદબાવાને અને યશોદાને તો ફરિયાદ જ કરી શકે ને?

  આમ ગોકુળનાં બાળકો દૂધ, દહીં અને માખણથી વંચિત ન રહે અને ત્યાંના બાળકોમાં અસંતોષની ભાવના જાગૃત ન થાય તે માટે માટલી ફોડવાનો રિવાજ ચાલુ થયો. અને આ મૉર્ડન જમાનામાં આવા ઉત્સવની પ્રથા પડી છે.

  નીલા

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s