મહાસાગર

                                     આસો વદ એકાદશી

આજનો સુવિચાર:- સફળતા અને પ્રસન્નતા એ બેમાંથી પસંદગી કરવાની હોય તો પ્રસન્નતાની પસંદગીમાં ઉતારવામાં સાચી બુદ્ધિમત્તા છે.

હેલ્થ ટીપ્સ :- ડિપ્રેશન દૂર કરવાની મહત્વની વાત એ છે કે ‘તમે જેવા છો તેવા જ બરાબર છો અને પર્માત્માને પ્રિય છો, એ સ્વીકારો. એવું કોઈપન કાર્ય ન કરો જેનાથી સ્વયં પરમાત્માને પણ શરમાવું પડે.

હું શાળામાં ભણતી હતી ત્યારે મહાસાગરનું આ કાવ્ય શીખી હતી અચાનક મળી જતાં લખવાનું મન થઈ ગયું.

મહાસાગર  

ખારા ખારા ઊસ જેવા
આછાં-આછાં તેલ,
પોણી દુનિયા ઉપર
એવાં પાણી રેલમછેલ !

આરો કે ઓવારો નહીં
પાળ કે પરથારો નહીં
સામો તો કિનારો નહીં
પથરાયા એ જળભંડાર સભર ભર્યાં

આભનાં સીમાડા પરથી,
મોટા મોટા તરંગ ઊઠી,
વાયુ વેગે આગળ થાય,
ને અથડાતા-પછડાતા જાય !

ઘોર કરીને ઘૂઘવે,
ગરજે સાગર ઘેરે રવે !
કિનારાના ખડકો સાથે,
ધિંગામસ્તી કરતો-કરતો,
ફીણથી ફૂંફાડા કરતો,
ઓરો આવે, આઘો થાય,
ને ભરતી-ઓટ કરતો જાય !

ઊંડો ઊંડો ગજબ ઊંડો !
માણસ ડૂબે, ઘોડા ડૂબે !
ઊંચા ઊંચા ઊંટ ડૂબે !
હાથી જેવાં તૂત ડૂબે !
કિલ્લાની કિનાર ડૂબે !
તાડ જેવાં ઝાડ ડૂબે !
મોટા મોટા પહાડ ડૂબે !
ગાંડો થઈને રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !

વિશાળ લાંબો પહોળો
ઊંડો એવો મોટો ગંજાવર !
એના જેવું કોઈયે ન મળે !
મહાસાગર તો મહાસાગર !

કવિશ્રી:- ત્રિભુવનદાસ વ્યાસ

                                              ૐ નમઃ શિવાય

Advertisements

9 comments on “મહાસાગર

  1. હમણાં દરિયા ઉપર એક લલિત નિબંધ લખતી હતી ત્યારે શરૂઆત આ કાવ્યની પંક્તિથી જ કરી. શૈશવની યાદો આ કાવ્ય સાથે સંકળાયેલ છે. આજે પણ કેટલી જ તાજગી છે આ કાવ્યમાં.

    મજા આવી માણવાની ફરી એકવાર

    Like

  2. પિંગબેક: મહાસાગર - ત્રિભુવનદાસ વ્યાસ | ટહુકો.કોમ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s