કાળી ચૌદસ

           આસો વદ ચૌદસ [કાળી ચૌદસ]

આજનો સુવિચાર:- જે ઘરમાં દીકરીની અવગણના થતી હોય તે ઘરમાં ધનતેરસનું પૂજન અધુરૂ ગણાય છે.

હેલ્થ ટીપ્સ :- શિયાળામાં ત્વચાના સૌંદર્ય અને અદભૂત નિખાર માટે તેલમાલિશ સર્વશ્રેષ્ઠ છે.

    દિવાળીને દિવસે પાવાપુરીમાં મહાવીર સ્વામીનું નિર્વાણ થયુ હતુ. ધનતેરસનો પછીનો દિવસ ‘કાળી ચૌદસ’ અથવા ‘નરક ચતુર્દશી’ના નામે ઓળખાય છે. જુનવાણી લોકો આ દિવસે દહીંવડા બનાવી જાહેર રસ્તા પર પાણીનું કુંડાળું કરી વચમા દહીં વડા મૂકી પાછળ જોયા વગર કકળાટ બહાર કાઢ્યાનો સંતોષ માની ઘરે પાછા ફરે છે. આ દિવસે મહાવીર સ્વામીએ સોળ પ્રહર સુધીનો પ્રવચનશ્રેણીનો પ્રારંભ કર્યો હતો તેથી આ દિવસ ‘રૂપ ચૌદશ’ તરીકે ઓળખાય છે.

    પૌરાણિક કથા મુજબ ‘નરકાસુર’ નામના એક અસુર રાજાએ ચોમેર હાહાકાર મચાવ્યો હતો. તેણે લક્ષ્મીજી સહિત ઈંન્દ્રને અને 16,000 રાજકન્યાઓને કેદ કરી રાખ્યાં હતા. દેવોની પ્રાર્થનાથી ભગવાન શ્રી કૃષ્ણે પોતાની નીડર પરાક્રમી પત્ની સત્યભામાને લઈને નરકાસુરના ત્રાસમાંથી મુક્ત કરવા પ્રાગજ્યોતિષપુર પહોંચ્યા. નવદુર્ગા માતાજીએ સત્યભામાને વજ્ર જેવી શક્તિ પ્રદાન કરી. નરકાસુરની સાથે તુમુલ યુદ્ધ કરી તેનો વધ કર્યો. 16,000 રાજકન્યા સાથે ઈંદ્ર અને લક્ષ્મીજીને મુક્ત કર્યાં. ત્યારથી આ દિવસ નરક ચતુર્દશી તરીકે ઑળખાય છે. નરકાસુરે મરતાં પહેલા ભગવાન શ્રી કૃષ્ણ પાસે વર્દાન માંગ્યું કે મારા અભિમાન અને અજ્ઞાનમાં અજવાળાં પાથરવા લોકો દિવડા પ્રગટાવી આનંદ ઉત્સવ ઊજવે. અને બીજે દિવસે લોકોએ દીવડા પ્રગટાવી મોટો ઉત્સવ ઉજવ્યો જે દિપાવલીના નામે પ્રખ્યાત થયો.

       બીજી કથા અનુસાર ભગવાન રામજી દશેરાને દિવસે લંકેશ્વર રાવણનો વધ કરી અયોધ્યા પાછા ફર્યાં. તે દિવસ આ કાળી ચૌદસનો દિવસ હતો. અંધારી રાત હોવાથી લોકોએ તેમનો સત્કાર દીવડા પ્રગટાવી સ્વાગત કર્યું હતું અને દિવાળીને દિવસે શ્રી રામજીનો રાજ્યાભિષેક થયો હતો.

        ત્રીજી કથા અનુસાર ભગવાન શ્રી વિષ્ણુએ વામન અવતારમાં બલિરાજા પાસેથી ત્રણ ડગલાં જમીન માંગી હતી. અને ત્રીજા ડગલે બલિરાજાને નરકમાં પહોંચાડી દીધો હતો. એ દિવસ આસો વદ અમાસનો હતો.. દિપાવલીનો દિવસ હતો. બલિરાજાનાં આ સમર્પણની સ્મૃતિ રૂપે ત્રણ અહોરાત્રી રૂપે ઊજવાય છે.

                       આપ સૌને દિપાવલીની શુભેચ્છાઓ

                                   ૐ નમઃ શિવાય

Advertisements

2 comments on “કાળી ચૌદસ

 1. જે ઘરમાં દીકરીની અવગણના થતી હોય તે ઘરમાં ધનતેરસનું પૂજન અધુરૂ ગણાય છે

  નીલા બહેન મારે તો બે દિકરી ઓ જ છે.
  મારે વહુ આવવાની નથી.
  પણ બહુ બધા એવા ઘર જોયા છે જેમાં વહુ નુ અપમાન ડગલે ને પગલે થાય છે.
  તો આજની વાત માં એ પણ ઉમેરો કે જે ઘર માં વહુ નુ અપમાન થાય…….

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s