તો લખો સાચા જવાબ !

                            કારતક સુદ બીજ [ભાઈ બીજ]

આજનો સુવિચાર:-. જ્ઞાન વિનાનો વાદવિવાદ નકામો છે.

હેલ્થ ટીપ્સ :- મન ખૂબ સ્ટ્રેસમાં હોય તો ઊંડા શ્વાસ લો જેથી મન હળવું બનશે.

                                              નૂતન વર્ષાભિનંદન

        ભાઈ બહેનના પ્રેમનો અનોખો તહેવાર એટલે ભાઈ બીજનો દિવસ. આપણા ધર્મમાં બે મૈયા કહેવાય છે. એક કૃષ્ણની પાલકમાતા ‘યશોદા મૈયા’ અને બીજી ‘યમુના મૈયા’. યમુનાજી યમરાજના બહેન છે. યમુનાજીને યમરાજે અભય વરદાન આપેલું કે જે ભાઈ બહેન યમુનાજીમાં સ્નાન કરશે તેને ‘યમ’ યાતનામાંથી મુક્તિ મળશે. આમ ભાઈબીજનો દિવસ એ યમુના સ્નાનનો દિવસ ગણાય છે.

                              જવાબ શોધી જણાવો

1] પાંડવો બાર વર્ષના વનવાસ અને તેરમા વર્ષના અજ્ઞાતવાસ બાદ ક્યારે હસ્તિનાપુર પધાર્યા?

2] રામનો રાજ્યાભિષેક ક્યારે થયો?

3] મહાવીર સ્વામી ક્યારે નિર્વાણ પામ્યા?

4] કાળી ચૌદસના દિવસે કોની પૂજા કરવામાં આવે છે?

5] આસો વદ અગિયારસને કઈ અગિયારસ કહે છે?

6] દિવાળીના દિવસે કોનું પૂજન કરવામાં આવે છે?

7] કાળીચૌદસને કઈ ચતુર્દશી કહેવાય છે?

8] મીઠાને સબરસની ઉપમા કોણે આપી?

9] ભાઈબીજના દિવસે કયા રાજા યમુનાજીને ઘરે જમવા આવ્યાં હતા?

10] વેપારીઓ નવા વર્ષના ચોપડા કયા નક્ષત્રમાં ખરીદે છે?

11] ધનતેરસના દિવસે કોની જયંતી મનાવવાય છે?

12] નૂતનવર્ષના દિવસે કોની પૂજા થાય છે?

                         

                                     તો લખો સાચા જવાબો.

                                      ૐ નમઃ શિવાય

16 comments on “તો લખો સાચા જવાબ !

  1. નાની હતી અને પેપર લખવા જાવ ને ,

    તો મમ્મી કહેતી કે જે આવડે એનાં જવાબ પહેલા લખી નાંખવાના,

    જે જવાબ તમે જ તમારા લેખ માં આપ્યા છે એ તો મે શોધીને લખી દીધા.

    બીજા જવાબ માટૅ થોડો સમય આપો.plssssss

    Like

  2. જવાબોઃ
    ૧) I realy give up!
    ૨) દિવાળી
    ૩) દિવાળી
    ૪) યમરાજા
    ૫) રમા એકાદશી
    ૬) સરસ્વતી અને લક્ષ્મી
    ૭) નર્ક ચતુર્દશી
    ૮) ઉમાશંકર જોષી
    ૯) યમરાજા
    ૧૦)પુષ્ય
    ૧૧)ધનવંતરી
    ૧૨)ગોવર્ધન

    Like

  3. નીતાબેન, વિનયભાઈ અને મનવંતભાઈએ ઘણો સારો પ્રયત્ન કયો છે. સુરેશભાઈ સોરી તમારા બંને જવાબ ખોટા છે. આપ સહુએ જો મારા આગળનાં લેખો ધ્યાનથી વાંચ્યા હોત તો મોટાભાગનાં જવાબો તેમાંથી જ મળી ગયા હોત.
    આપ સહુના પ્રયત્નો બદલ ખૂબ આભાર.

    નીલા

    Like

Leave a comment