અજમાવી જુઓ

                          કારતક વદ છઠ્ઠ [પૂ. ડોંગરે મહારાજની પૂણ્ય તિથી]

આજનો સુવિચાર:- કોઈને માટે પગથિયું ન બનીયે તો કાંઈ નહીં પરંતુ ખાડો તો કદાપિ ન બનીએ. તેમાં આપણી માણસાઈ છે.

હેલ્થ ટીપ્સ :- કોપરેલ અને લીમડાનું તેલ સરખા પ્રમાન ભેળવી હલકે હાથે વાળની માલિશ કરવાથી ખરત વાળ ખરતાં અટકી જશે.

                                               અજમાવી જુઓ

• આમળા વિટામિન ‘સી’ની ગરજ સારે છે.

• ટ્યૂબમાંથી કલર કાઢ્યા પછીટ્યૂબના મુખ પર થોડું મીણ લગાડવાથી બાકીનો કલર બહાર નહીં આવે.
• બચેલી ચાની સુકી કે ભીની ન હોય એ પત્તીથી ચિકણા વાસણ ઘસવાથી ચિકાશ દૂર થશે.

• શિયાળામાં કોપરેલ શીશીમાં જામી ન જાય તે માટે કોપરેલની શીશીમાં કેસ્ટર ઑઈલનાં થોડા ટીપા નાખવા.

• દૂધને ગરમ કરતી વખતે તેમાં એલચી દાણા નાખવા દૂધ બગડતું નથી.

• બિસ્કિટ બનાવતી વખતે મેંદાને કુણતી વખતે તલનાં તેલથી મસળવો. જેથી બિસ્કિટ કરકરા થશે.

• કાચા ટામેટાને કાંદા સાથે રાખવાથી જલ્દી પાકી જશે.

• શેકેલા પૌંઆનો ચેવડો બનાવવા પૌંઆમાં મીઠું,મરચુ અને હળદર અને તેલ નાખી શેકવા તો પૌંઆ સરળતાથી શેકાઈ જશે.

• ચોખાના લોટની ચકરી બનાવતી વખતે તેમાં મલાઈ કાંતો બટર નાખવાથીચકરી કરકરી બનશે.

• પનીર બનાવ્યા બાદ બચેલા પાણીથી લોટ બાંધવાથી તેનાં પોષક તત્વો જળવાઈ રહેશે.

• ઈંડુ જમીન પર ફૂટે તો તેની પર મીઠું ભભરાવી દેવાથી લાદી બરાબર સાફ થઈ જશે. મીઠું ઈંડુ ચૂસી નાખશે.

• પંખા – ટ્યુબલાઈટ પર થતી ચીકાશ દૂર કરવા કેરોસીનથી લૂછવા.

• દૂધમાંથી પનીર બનાવતી વખતે દૂધ ફાડતી વખતે લીંબુની જગ્યાએ દહીં ભેળવવું.

• ઘરેણા પરના ઘણા અણીદાર દાણા કપડા પરના દોરા ભરાઈ જાય છે. આ દાણાની અણી પર ક્લિયર નેઈલ પૉલિશ લગાડવાથી તેમાં કપડાના દોરા ભરાશે નહીં.

• ડિટર્જંટ પાઉડર અને ચપટી હળદર પાણીમાં નાખી ઉકાળી તેમાં ફક્ત 5 મિનિટ સોનાનાં આભૂષન મૂકી રાખી બ્રશથી ઘસી સાફ કરવાથી ઘરેણા નવા જેવા ચકચકિત થઈ જશે.

• સિલ્કની સાડીને ચમકદાર બનાવવા સાડી ધોયા બાદ તેના છેલ્લા પાણીમાં એક ચમચી ગ્લિસરીન નાખવું.

• ઘી બનાવતી વખતે તેમાં નાગરવેલનું એક પાન નાખવાથી ઘી લાંબ સમય સુધી સુગંધિત રહે છે.

• ચોખાને રાંધતી વખતે તેમાં ચપટી મીઠું નાખવાથી ભાત સફેદ અને ફૂલેલા બનશે.

• ફળને ફ્રિજમાં રાખવા કરતાં બહાર રાખવાથી તેનો સ્વાદ જળવાઈ રહેશે.

• બચેલી રોટલીને તળી સેવ મમરામાં મિક્સ કરી ખાવાથી ભેળનાં મિક્સરની ગરજ સારશે.

• નાળિયેરની કાચલીને ફ્રિઝરમાં રાખવાથી બગડતું નથી.

• મોંઢામાંથી કાંદાને દુર્ગંધ દૂર કરવા લીંબુનો રસ અને ગુલાબજળનાં મિશ્રણથી કોગળા કરવા.

• કાંદા કાપ્યાં પછી હાથમાં મીઠું રગડવાથી હાથમાંથી કાંદાની વાસ જતી રહેશે.

• બટાટાનાં સૂપમાં થોડું આદુ ઉમેરવાથી સૂપ સ્વાદિષ્ટ બનશે.

• બટાટાને કાપી મીઠાવાળા પાણીમાં રાખવાથી તેનાં વિટામિન જળવાઈ રહેશે.

• વાસી માખણમાંથી દુર્ગંધ દૂર કરવા માખણને થોડીવાર સુધી ખાવાના સોડાવાળા પાણીમાં રાખી મૂકો.

• એલચી ખાવાથી મુખની દુર્ગંધ દૂર થાય છે.

• બોરિક પાઉડરમાં થોડી સાકર અને પાણી ઉમેરી નાની નાની ગોળીઓ બનાવી વાંદા થતાં હોય તે સ્થાને રાખવાથી વાંદાનો ઉપદ્રવ દૂર થશે.

                                                      ૐ નમઃ શિવાય

3 comments on “અજમાવી જુઓ

  1. આજકાલ ઘણા લોકો ધ્યાન ધરતા થઈ ગયા છે અથવા તેવો દાવો કરે છે. સારી વાત છે. તેથી પણ વધારે અગત્યની વાત ધ્યાનના સમય સિવાયના સમયમાં આપણે કેવું વર્તન રાખીએ છીએ તે છે. ધ્યાન તો દિવસમાં થોડા કલાક જ ધરી શકાય. બાકીના સમયનું શું? એવા પણ ‘ધ્યાની’ઓ હોય છે કે વચગાળાના સમયમાં દુષ્કૃત્યો કરતા હોય. તેથી ધ્યાન ‘રાખવા’નું મહત્ત્વ વધારે છે એટલે કે જે કાંઈ કર્મ કરીએ તેમાં ધ્યાન રાખીએ કે તે ઈશ્વરપ્રીત્યર્થે જ કરવાનું છે. કદાચ આપણી મનોવૃત્તિ એવી ધાર્મિક પ્રકારની ન હોય. આપણા સ્વાર્થ માટે જ કર્મ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી બીજાનું હિત ભલે ન થાય પણ અહિત તો ન જ થવું જોઈએ. પરમાર્થનું કામ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી આપણું પોતાનું, આપણા સ્વજનોનું કે ત્રાહિતનું અહિત ન થાય. પ્રત્યેક પળે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઈશ્વરથી આપણી કોઈ પ્રવૃત્તિ અજાણી નથી.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s