આજના સવાલો

                           આજે   કારતક વદ નોમ

આજનો સુવિચાર:- જે બાબત માટે માણસ મરી ફીટે છે તે બાબત સત્ય જ હોય એવું નથી.

હેલ્થ ટીપ્સ:- લવિંગને જરા શેકીને મોંમા રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.

                                  આજના સવાલો

* પૃથ્વીના છાપરા તરીકે કયો દેશ ઓળખાય છે?

* કયુ ઝાડ સૌથી વધુ ઝડપથી ઊગે છે?

• જગતમાં સૌથી વધુ ઊન કયો દેશ પેદા કરે છે?

• જાપાનના લોકો પોતાના દેશને કયા નામથી ઓળખે છે?

• ‘યાદોં કી બારાત’માં કયા એક્ટરે બાળકલાકાર તરીકે કામ કર્યુ હતુ?

• સૌથી હલકી ધાતુ કઈ?

• ‘માય ક્રિકેટિંગ ઈયર્સ’ નામનું પુસ્તક કયા ક્રિકેટરનું છે?

• મધર ટેરેસાના ઉત્તરાધિકારી કોણ છે?

• પી.ટી. ઉષાનું હુલામણું નામ શું છે?

• ભારતનું અંતરિક્ષ શહેર કયુ?

• પ્રદીપજીનું મૂળ નામ શું છે?

• પૃથ્વીના પરિભ્રમણની દિશા કઈ?

• બુલંદ દરવાજો કોણે બનાવ્યો?

• રેડિયમની શોધ કોણે કરી?

• લક્ષમણની માતાનું નામ શું હતું?

• સોમનાથનું મંદિર ક્યાં છે?

• રાજેશ ખન્નાનું હુલામણું નામ શું છે?

• વીંટી આકારના ત્રણ વલયો કયા ગ્રહને છે?

• બી.સી.જી.ની રસી કયા રોગથી રક્ષણ કરે છે?

આવતા અઠવાડિયે સાચા જવાબની રાહ જુઓ.

                                         ૐ નમઃ શિવાય

11 comments on “આજના સવાલો

  1. આટલા બધા સવાલો સામટા ન પુછતા હો તો?! તમારા હબીને તમે આમ જ પુછો છો? બીચારાની દયા આવે છે !!
    લ્યો ત્યારે …
    1. તીબેટ
    2. પેમનું ઝાડ
    3. ઓસ્ટ્રેલીયા
    4. નીપ્પોન
    5. મેં નહીં !
    6. એલ્યુમીનીયમ
    7. વીનુ માંકડ
    8.સીસ્ટર લલીતા
    9. P.U.T. !!!
    10. શ્રી હરી કોટા
    11. ?
    12. પશ્ચીમથી પુર્વ
    13. અકબર – ફતેહપુર સીક્રીમાં
    14. મેડમ મેરી ક્યુરી – મુળ નામ/ દેશ – મારીયા/ પોલેન્ડ
    15. સુમીત્રા
    16. પ્રભાસ પાટણ – વેરાવળ
    17. અન્કલજી ?
    18. શની
    19. ક્ષય

    મારો પ્રશ્ન –
    20 નહીં ને 19 પ્રશ્નો કેમ?

    Like

  2. ૧) તિબેટ
    ૨) કોટનવુડ
    ૩) ઓસ્ટ્રેલીયા
    ૪) ઊગતા સુરજનો દેશ
    ૫) આમીર ખાન
    ૬) લિથિયમ
    ૭) અજીત વાડેકર (૧૯૭૩માં)
    ૮) સિસ્ટર નર્મિલા
    ૯) પાયોલી એક્સપ્રેસ/ગોલ્ડન ગર્લ
    ૧૦) ?
    ૧૧) રામચંદ્ર દ્વિવેદી
    ૧૨) પૂર્વ તરફ
    ૧૩) અકબર (૧૬૦૨માં)
    ૧૪) મેડમ ક્યુરી
    ૧૫) સુમિત્રા
    ૧૬) સૌરાષ્ટ્રમાં વેરાવળ
    ૧૭) કાકા
    ૧૮) શની
    ૧૯) ટીબી

    Like

  3. 1) તીબેટ
    2) વાંસ
    3) ન્યુઝીલેંડ
    4) નીપ્પોન
    5) આમીર ખાન
    6) એલ્યુમીનમ
    7) અજીત વાડેકર
    8) ?
    9) પાયોલી એક્ષપ્રેસ
    10) અમદાવાદ
    11) ?
    12) પશ્ચીમથી પુર્વ
    13) અકબર
    14) મેડમ મેરી ક્યુરી
    15) સુમીત્રા
    16) પ્રભાસ પાટણ અને બીલીમોરા(?)
    17) કાકા
    18) નેપ્ચ્યુન
    19) ક્ષય

    Like

  4. 1. તીબેટ
    2. પેમનું ઝાડ
    3. ઓસ્ટ્રેલીયા
    4. નીપ્પોન
    5. મેં નહીં !
    6. એલ્યુમીનીયમ
    7. વીનુ માંકડ
    8.સીસ્ટર લલીતા
    9. P.U.T. !!!
    10. શ્રી હરી કોટા
    11. ?
    12. પશ્ચીમથી પુર્વ
    13. અકબર – ફતેહપુર સીક્રીમાં
    14. મેડમ મેરી ક્યુરી – મુળ નામ/ દેશ – મારીયા/ પોલેન્ડ
    15. સુમીત્રા
    16. પ્રભાસ પાટણ – વેરાવળ
    17. અન્કલજી ?
    18. શની
    19. ક્ષય

    Like

  5. તો લાવો મારું ઇનામ… 🙂

    આજના સવાલોના સૌથી વધુ સાચા જવાબ (૧૬.૫) આપવા માટે. મારા નજીકના પ્રતિસ્પર્ધીઓ સુરેશ જાની (૯), ચિરાગ પટેલ (૯.૫), મનવંત (૧૧.૫) અને મગજના ડૉકટર (૯)ને ઘણા પાછળ રાખી દીધા છે!

    માર્કની ગણતરી આ પ્રમાણે કરી છેઃ અડધા સાચા કે શંકાસ્પદ જવાબ માટે અડધો માર્ક આપ્યો છે. પાયોલી એક્સપ્રેસ પણ મારા મતે સાચો જવાબ છે, એટલે તેમને પણ અડધો માર્ક આપ્યો છે. સિસ્ટર નિર્મલાની ખોટી જોડણી નર્મિલા કરવા માટે મારો અડધો માર્ક કાપી લીધો છે. માર્ક ગણવામાં ભૂલ થઈ હોય તો કાન આમળી લેશો.

    Like

Leave a comment