સૌંદર્ય નિખારતું ગાજર

                                આજે માગશર સુદ નોમ

આજનો સુવિચાર:- આપણી નિંદા કરવાવાળા આપણા મનોવૈજ્ઞાનિક મિત્ર છે જે આપણી ભૂલો તેમજ ખામીઓની તરફ ધ્યાન ખેંચે છે.

હેલ્થ ટીપ્સ:-કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુઃખાવો મટે છે.

                     સૌંદર્ય નિખારવામાં ગાજરનું મહત્વ

• રોજ એક ગ્લાસ ગાજરનો રસ પીવાથી આંખોનું તેજ વધે છે અને સ્ફૂર્તિ આવશે.

• ગાજરનો રસ અને આમળાનો રસ સપ્રમાણમાં લઈ વાળમાં માલિશ કરી એક કલાક બાદ ધોઈ    નાખવા.  આ પ્રયોગ અઠવાડિયે એકવાર કરવાથી વાળ ખ્રતા અટકશે અને વાળ ચમકીલા બનશે.

• ગાજરને બાફીને મસળી એમાં એક ચમચો લીંબુનો રસ અને બે ચમચા ખીરાનો રસ ભેળવી ત્વચા પર લગાડવાથી તડકાથી શ્યામ પડેલી ત્વચા નીરખશે.

• બાફેલા ગાજરને મસળી તેમાં કોપરેલ ભેળવી હાથ પગ પર 15 મિનિટ માલીશ કરી હુંફાળા પાણીથી ધોઈ નાખો. અઠવાડિયે ત્રણવાર કરવાથી પગમાં પડેલા ચીરા પર રાહત મળશે અને ત્વચા મુલાયમ થશે.

• ગાજરના રસમાં જૈતૂનનું તેલ ભેળવી નખને માલિશ કરવાથી નખ મજબૂત થશે.

• ગાજરને બાફી તેમાં મધ ભેળવી ત્વચા પર માલિશ કરવાથી ત્વચા પરની કરચલી દૂર થશે તેમજ સ્નિગ્ધતા પ્રદાન થશે.

• ગાજર, કેળું, પપૈયું, તરબૂચ, ગુલાબજળ, ગ્લિસરિન અને મલાઈ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર 20 મિનિટ મસાજ કરી હુંફાળા પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા ચમકીલી બની નિખરી ઉઠશે.

                                                                                                             — સંકલિત

                                        ૐ નમઃ શિવાય

5 comments on “સૌંદર્ય નિખારતું ગાજર

  1. ઠીક મારા ભાઈ. આ બામણને ગાજરના હલવામાં વધારે રસ હોં!

    એટલે હલવો ખાઈશ ( મારી ઈવડી એ બહુ ફાઈન બનાવે છે!) ત્યારે આ બધા ગુણ યાદ કરી એક ડીશ વધારે ઝાપટીશ …..

    Like

  2. અજબ-ગજબની વાતો શોધી લાવો છો… આ નાના-નાના ચમકારા એક અલગ જ ભાત પીરસતા લાગે છે… ગાજરના આ ગુણો વિશે તો કંઈ નહીં કહું, પણ મને તો ગાજર ભાવે છે એટલે લગાવ્યે રાખું છું, બસ!

    પેલી સીરિયલની વાત તો રહી જ ગઈ…. કરમચં…દ !

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s