ભેજુ કસો

                    આજે માગશર વદ એકાદશી

આજનો સુવિચાર:- ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક, હાથ બહુ દઈ દીધું નાથ ! જા, ચોથું નથી  માંગવું.      — ઉમાશંકર જોશી

હેલ્થ ટીપ્સ:- ત્વચા તૈલી હોય તો ફેસપેકમાં દૂધને બદલે દહીં નાખી શકો છો.

ભેજુ કસો

• જીભના કયા ભાગમાં કડવો સ્વાદ પરખાય છે?

• માનવના ચહેરાનું કયું એકમાત્ર હાડકું હલનચલન કરી શકે છે ?

• કયા ઝાડનાં પાનમાંથી બીડી બનાવવામાં આવે છે ?

• કઈ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હતી ?

• અવકાશ યાન મોકલનાર પ્રથમ દેશ કયો છે ?

• ‘એ ટ્રીસ્ટ વીથ ડેસ્ટિની’ નામે ઓળખાતું સંબોધન કોણે આપ્યું હતું ?

• સાહિત્યમાં ‘1992’નું નૉબેલ પુરસ્કાર કોને મળ્યું હતું ?

• આંદામાન –નિકોબાર ટાપુ પર દક્ષિણમાં કયો પૉઈંટ આવેલો છે ?

• ‘શોલે’ પિક્ચરમાં જેલરની ભૂમિકા કોણે ભજવી હતી?

• કન્યાકુમારી ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

• કયા દેશમાં એક પણ નદી નથી ?

• વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીનું નામ શું ?

• કઈ સાલમાં દિલ્હીને ભારતની રાજધાની બનાવવામાં આવી હતી ?

• ભારતીય ખેલાડીના નામ પર શતરંજમાં કઈ આંતરરાષ્ટ્રીય ટ્રોફી અપાય છે ?

• કયા ઑસ્ટ્રેલિયન ખેલાડીએ તેની પ્રથમ અને છેલ્લી બંને ટેસ્ટમાં સદી નોંધાવી છે ?

સાચા જવાબોની આવતા અઠવાડિયા સુધી પ્રતિક્ષા કરો.

                                                  ૐ નમઃ શિવાય