પાંદડાનો ઔષધિય ઉપયોગ

                           આજે માગશર વદ અમાસ

આજનો સુવિચાર:- સૌથી ઓછું કહેનાર ઈચ્છુક જ સૌથી વધારે બડબડાટ કરે છે.

હેલ્થ ટીપ્સ:- વધુ પડતું વજન સ્ત્રીઓ માટે કૅંસરનું કારણ બને છે.

પાંદડાનો ઔષધીય ઉપયોગ

પાંદડું લીલુને રંગ રાતો
હેજી મારી મેંદીનો રંગ મદમાતો

કેટલું મદમાતું ગીત છે. એટલું જ આ મેંદીનું પાન આપણે માટે ઉપયોગી છે. સ્ત્રીઓ કોઈપણ શુભ પ્રસંગે હાથમાં મેંદી લગાડવાનું પસંદ કરે છે. મેંદી હાથની વધુ પડતી ગરમી ચૂસી લે છે અને સું દર રંગ આપે છે. તેમજ આ મેંદીને પીસીને માથામાં લગાડવાથી કંડિશનરનું કામ પણ કરે છે.દાઝી જવાથી પડતા ફોલ્લા કે ચાંદા પર આ મેંદીના પાનનો ઉપયોગ થાય છે. વરસાદમાં વધારે પલડવાથી હાથ પગનાંઆંગળીઓમાં થતા સડા પર મેંદીના પાન અને બાવળના પાનનો ઉપયોગ થાય છે. આ તો ફક્ત મેંદીના પાનની વાત થઈ આવા તો ઘણા પાન આપણા દેશમાં છે જેને વિષે આપણે જાણતા નથી.

કેરીનાં પાન :– કેરીનાં પાન વાત-પિત્ત તેમજ કફને શાત કરનારાં છે.ગળાનાં રોગો મટાડે છે. હેડકીમાં પન આરામ આપે છે. તેની ફુંપળોના રસને ગરમ કરી કાનમાં નાકહ્વાથી કાનનો દુઃખાવો મટે છે.

ખજૂરનાં પાન:- ખજૂરના પાનનો રસ અને લીંબુનો રસ સરખા પ્રમાણમાં મેળવી પીવાથી પેટનાં કીડાનો નાશ થાય છે.

લીમડાનાં પાન:- લીમડાનાં પાનનો તો ઉપયોગ તેના વૃક્ષની જેમ વિશાળ છે. ગરમ પ્રદેશના આ વૃક્ષનો દરેક ભાગ કડવો છે. ચામડીનાં રોગોમાં લીમડાના પાન ઉત્તમ ઔષધ છે. લીમડાના પાનના રસમાં મધ ભેળવી પીવાથી પેટનાં કીટાણુઓનો નાશ થાય છે તેમજ તાવમાં થતી બળતરા અને તાવ પણ ઘટશે. લીમડાનાં પાનને તેલમાં ઉકાળી માથામાં લગાડવાથી માથાનાં ખરતાં વાળ અટકે છે.

તુલસીનાં પાન:- તુલસી તો ઘરનો વૈદ્ય કહેવાય છે. માટે કહેવાય છે કે દરેક ઘરમાં તુલસીનો ક્યારો હોવો જરૂરી છે. ઉધરસ મટાડવા તુલસીનાં દસ પાનને એક કપ પાણીમાં ઉકાળી તેમાં એક ચમચી મધ ભેળવી પી જવું. તેમજ તુલસીનાં પાન સાથે કાળા મરીનાં બે દાણા ચાવી જવાથી ગળાની તકલીફ દૂર થાય છે.

ચમેલીનાં પાન:- ચમેલીનાં પાનનો કવાથ બનાવી તેનાથી કોગળા કરવાથી મોં નાં ચાંદા દૂર થાય છે. તેમ જ તેને ચાવવાથી દાંતનો દુઃખાવો મટે છે.

ફૂદીનાનાં પાન:- ફૂદીનાનાં પાનનો ઉપયોગ તો જગવિખ્યાત છે. મીંટ ફ્લેવરની પીપર, ચોકલેટ, પીણાં વગેરે વગેરે. આપણે ચામાં ઉકાળી પીએ છીએ. પાણીપુરીના પાણીમાં મુખ્યત્વે ફૂદીનાનાં પાનનો ઉપયોગ થાય છે. આજ ફૂદીનાના પાનનાં રસમાં મધ મેળવી પીવાથી ઊલટી બંધ થાય છે. ફુદીનાના પાનને ઉકાળી તેનો અર્ક કૉલેરાના દર્દી માટે લાભદાયક છે.

મૂળાનાં પાન:- મૂળાનાં પાનને બારીક વાટીને દુઃખાવાની જગ્યાએ મલમની જેમ લેપ લગાડી તેની પર પાટો બાંધી દેવાથી દુઃખાવામાં રાહત રહેશે. મૂળાનાં પાન અને ડાખળીના 50 મિ.લી. રસમાં દસ ગ્રામ સાકર મેળવી રોજ સવારે ખાલી પેટ પીવાથી કમળાના રોગમાં ફાયદો થાય છે.

ગાજરના પાન:- ગાજરનું સેવન ખૂબ લાભદાયક છે એ તો આપ સૌ આગળ આપ અસહુ વાંચી ગયા. ચામડીના રોગ પર ગાજર ઉત્તમ છે. તેનાં પાનમાં વધારેમાં વધારે પોષક તત્વો ભર્યાં છે. તેનો રસ ખૂબ લાભદાયક છે.

જામફળનાં પાન:- જામ ફળનાં પાન મોંના ચાંદા મટાડે છે. જામફળનાં પાંચ-છ પાન પાણીમાં ઉકાળી, ઠંડું કરી દિવસનાં 3 થી 4 વાર તેનાં કોગળા કરવાથી દાંતનાં દુઃખાવામાં રાહત રહે છે.

વાલોળનાં પાન:- વાલોળનું શાક તો થાય છે પરંતુ તેના પાનમાં વધુ ઔષધિય ગુણ છે. તેના પાનને વાટી તેનો લેપ દાદર પર લગાડવાથી તે મટે છે.

બીલીપત્ર:- શિવજીને ચઢતા આ બીલીપત્રમાં અનેક ગુણ છે. બીલીપત્રને સૂકવી તેનુ ચૂર્ણ બનાવી ½ ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે રાત્રે હુંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજા પર આરામ મળે છે.

જાંબુનાં પાન:- જાંબુનાં ઠળિયાની જેમ જાંબુનાં પાન પણ મધુપ્રમેહ [ડાયાબિટિસ]માં લાભદાયક છે. તેનાં પાનને વાટી તેને પાણીમાં મસળી-ઘોળી સવારે પીવાથી મધુપ્રમેહનાં રોગીને લાભ થાય છે.

સરસવનાં પાન:- સરસવનાં પાનનું શાક વિટામિન ‘એ’થી ભરપૂર હોય છે. તે આંખની જ્યોતિ વધારે છે. એનિમિયા કે લોહીની ઊણપમાં સરસવનાં શાકનું સેવન ફાયદાકારક છે.

આંકડાનાં પાન:- આંકડાનાં પાનને સરસવનાં તેલમાં નાખી ગરમ કરીની ગાળી તેમાં 10 ગ્રામ કપૂર ભેળવી સાંધા પર માલિશ કરવાથી સોજા પર અને દુઃખાવો પર રાહ રહે છે.

કરમદાનાં પાન:- ઉધરસમાં આ પાન મધમાં મેળવી ખાવાથી લાભ થાય છે. તાજાં પાનનો રસ ગાળી ડ્રોપરથી બે ટીપાં આંખમાં નાખવાથી શરુઆતનો મોતિયો મટે છે.

દાડમનાં પાન:- લોહીનાં હરસમાં દસ કાળી મરી, બે મુઠ્ઠી દાડમનાં પાન સાથે વાટી દરરોજ એક વખત પીવાથી લાભ થાય છે.

આ ઉપરાંત અનેક પાન છે જેમાં ઔષધિય ગુણ છે,

— સંકલિત

                                

                                        ૐ નમઃ શિવાય