જ્યુસ થેરેપી

                                        આજે મહા સુદ નોમ

આજનો સુવિચાર:- સાચો પ્રેમ તેમનો છે, જેમના સંગમાં વર્ષો દિવસો જેવાં લાગે છે અને જેમના વિયોગમાં દિવસો પણ વર્ષો જેવાં લાગે છે.
હેલ્થ ટીપ્સ:- જુદા જુદા ફળોના રસનો રોજિંદો ઉપયોગ રોગોને દૂર કરવામાં મદદ કરે છે. એ કુદરતી એપિટાઈઝર છે.

[rockyou id=102573740&w=550&h=183]

                                               જ્યુસ થેરેપી

     અલગ અલગ થેરેપીમાં હવે ‘જ્યુસ થેરેપી’નો સમાવેશ થાય છે. ઠંડીની ઋતુમાં તબિયતને સાચવનારા અને વહેલી સવારે વૉકિંગ કરવાની સંખ્યા કદાચ ઘટી જાય છે. જોકે મુંબઈ જેવા શહેરમાં આવી સંખ્યાનો કદી પણ ઘટાડો નથી થતો. પણ આ વર્ષની ઠંડીની ઋતુએ મુંબઈ જેવા શહેરની પ્રજાને ગરમ કપડા કબાટમાંથી કાઢી પહેરવા મજબૂર કર્યાં હતા. પરંતુ હેલ્થ કૉંસિયસ લોકો પોતાનું સ્વાસ્થ્ય જુદા જુદા પ્રકાર જ્યુસ વડે સુધારી રહ્યાં છે. સવારનાં આવા ઘણા તાજા જ્યુસવાળાઓ જોવા મળે છે. કારેલાનો, લીમડાનો, તુલસીનો, આમળાનો, આદુનો, ગાજરનો, ઘઉંના જ્વારાનો, જાંબુનો, બીટનો વગેરે વગેરે…… અનેક જ્યુસ લઈને બેઠેલા જોવા મળે છે.

     જ્યુસ થેરેપી એક એવી થેરેપી છે જેના દ્વારા વિવિધ પ્રકારની બિમારીનો ઈલાજ કરવામાં આવે છે. આ થેરેપીમાં તાજાં ફળ, કાચા-પાકાં ફળ અને લીલા શાકભાનાં જ્યુસનો સમાવેશ થાય છે. આનાંથી શરીરની આંતરિક ઉર્જાને કેંદ્રિત કરીને તે રોગની ચિકિત્સા કરવામાં આવે છે. અનેક ફળો એવા6 છે કે જેનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિનું સ્તર વધે છે. તે ઉપરાંત શરીરમાંથી હાનિકારક તત્વોનો નિકાલ થાય છે. જ્યુસ થેરેપી ખાસ કરીને જેમનું બ્લડપ્રેશર ઊંચું નીચું રહેતું હોય તેમના માટે ઉપયોગી છે. આ જ્યુસમાં કાર્બોહાઈડ્રેટસ, વિટામીન, ખનિજ તત્વો ભરપૂર હોય છે. ખાસ કરીને વિટામીન સી પ્રમાણ ભરપૂર હોય છે.

      ડાયાબિટીસ પર કારેલા, લીમડા, તુલસી, જાંબુ, ઘઉંના જ્વારાનો રસ અસરકારક છે. સફરજનમાં રહેલું સોરબીટલ નામનું તત્વ ઍંટિઓક્સિડંટનું કાર્ય કરે છે અને શરીરમાં રહેલા વાઈરસનો નાશ કરે છે. બીટ તંદુરસ્તી વધારે છે. કોબીજનો જ્યુસ પેટનાં ચાંદા એટલે અલ્સર મટાડે છે. કોબીજનો જ્યુસ લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. ગાજરનો રસ કૅંસરનો પ્રતિકાર કરવામાં મદદ કરે છે.દૂધીનો રસ પેટમાં ઠંડક પહોંચાડે છે અને વાળની વૃદ્ધિ કરે છે. સક્કરટેટીનો રસ લોહી પાતળું કરવામાં મદદ કરે છે. આનાથી હૃદયરોગનો હુમલો થવાની શક્યતા ઘટાડે છે. સંપૂર્ણ સ્વસ્થતા માટે આમળાનો રસ ખૂબ અસરકારક છે. લસણનો વિશિષ્ઠ ગુણ એ છે કે તે કુદરતી એંટિબાયોટિક છે.તેનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. લસણનો જ્યુસ અનેક પ્રકારની બીમારી દૂર કરવામાં મદદ કરે છે. આદુનો રસ પેટની બિમારી દૂર કરે છે. આદુનો રસ માઈગ્રેન [આધાશીશી] દૂર કરવામાં મદદ કરે છે અને મોશન સીકનેસની બીમારી ઘટાડવામાં મદદ કરે છે. ભોજન લેતાં પહેલા થોડા પાણીમાં 3 થી 4 ચમચી આજ્યુસ ભેળવીને પીવાથી પાચન શક્તિ વધે છે. કોઈપણ ફળનો જ્યુસ લીધા પછી ઓછામાં ઓછું એક કલાક બાદ ભોજન લેવું. આ એક એપેટાઈઝરનું કામ કરે છે.

 — સંકલિત

                                             

                                                ૐ નમઃ શિવાય

11 comments on “જ્યુસ થેરેપી

 1. સાચો પ્રેમ તેમનો છે, જેમના સંગમાં વર્ષો દિવસો જેવાં લાગે છે અને જેમના વિયોગમાં દિવસો પણ વર્ષો જેવાં લાગે છે

  khub sachchi vat…
  neela didi aaje juice ni vato sambhadine mane mara pappa yad aavi gaya…
  ame emne bahu alag alag ju..pivdavta pan toy…..
  pan aa lekh khub gamiyo..ane aa glass joine to man lalchai gayu h have maliye tyare hajiali nu juice pivanu pakku…

  Like

 2. અને હા સારા મા સારીઅને એક્દમ સુંદર કોમેંટ લખવી હોય તો ક્યો જ્યુસ પીવાનો..?…કેમકે આટ્લી બધી સરસ સરસ માહીતીઓ વાચીએ ત્યારે કોમેંટ લખવા માટે શબ્દો નથી મળતા…!!!!!!

  Like

 3. આપ સહુનો ખુબ આભાર
  અને હા ચેતના, સારી કોમેંટ લખવા પ્રેમનો રસ પીવો પડે. તો જ આટલી સારી કોમેંટ લખાય.
  નીતા આપણો વાયદો પાકો વર્લી પરનો જ્યુસ પીવાનો.
  સુરેશભાઈ જો ફાઈલની સાથે આ બધુ મોકલી શકાતુ હોત તો જરૂરથી મોકલાવત.
  ચિરાગભાઈ આપે આપેલી વધુ માહિતી બદલ ખૂબ આભાર.
  નીલમ નાનકીએ તો ચેલેંજ આપી. તમારે માટે જરૂરથી માહિતી ભેગી કરીશ.
  નીલા

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s